Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહુલ બોલ્યા- વિદ્યાર્થીઓને પીએમની માફીની જરૂર નથી:તેના બદલે તેમણે માફી માંગવી જોઈએ; NEETમાં જીવ ગુમાવનારા બાળકોના પરિવારજનોને મળ્યા

    1 day ago

    રાહુલ ગાંધીએ શનિવારે ચેન્નઈમાં વિદ્યાર્થીઓ અને NEETમાં જીવ ગુમાવનારા બાળકોના પરિવારજનો સાથે મુલાકાત કરી. ત્યારબાદ તેમણે X પર પોસ્ટ કરીને લખ્યું - વિદ્યાર્થીઓને પીએમની માફીની જરૂર નથી, પરંતુ તેમણે વિદ્યાર્થીઓ પાસેથી માફી માંગવી જોઈએ. તેમણે કહ્યું, ‘માતા-પિતાને પોતાનાં બાળકનો શોક મનાવતા જોવા કરતાં વધુ પીડાદાયક કંઈ હોઈ શકે નહીં. NEET પેપર લીક થયા પછી ન તો પીએમ પીડિત માતા-પિતાને મળ્યા છે અને ન તો કોઈ એવા વિદ્યાર્થી સાથે બેઠા છે જેનું ભવિષ્ય પેપર લીકના કારણે છીનવાઈ ગયું છે.’ રાહુલનું આ નિવેદન પીએમ મોદીના બાળકોને માફ કરવાના નિવેદન પછી આવ્યું છે. પીએમએ શુક્રવારે રાત્રે 11 વાગ્યે વીડિયો જાહેર કરીને કહ્યું હતું, ‘જંતર-મંતર પર પ્રદર્શન દરમિયાન કેટલાક બાળકોએ મને અને મારી માતાને અપશબ્દો કહ્યા હતા, પરંતુ હું તે બાળકોને માફ કરવા માંગુ છું, કારણ કે બાળપણ ભૂલ સુધારવાનો સમય હોય છે.’ રાહુલના વિદ્યાર્થીઓને મળવાની 2 તસવીરો… રાહુલ બોલ્યા- સીમાંકનનું સમર્થન કરનારા ગદ્દાર રાહુલ ગાંધીએ ચેન્નઈના એક દિવસના પ્રવાસ દરમિયાન સીમાંકન પર પણ વાત કરી. તેમણે મીડિયાને કહ્યું, 'સીમાંકન, તમિલનાડુના લોકો પાસેથી મતાધિકાર છીનવી લેવાનું ષડયંત્ર છે. તેનાથી તમિલનાડુને નબળું પાડવામાં આવશે.' તેમણે તેને ભાજપનું ષડયંત્ર ગણાવ્યું. કહ્યું, 'જે કોઈ પણ સીમાંકનનું સમર્થન કરે છે, તે તમિલનાડુ સાથે ગદ્દારી કરી રહ્યો છે. આ તમિલનાડુના ભવિષ્ય સાથે દગો છે.' -------------- આ સમાચાર પણ વાંચો: લોકસભામાં રાહુલની 50 મિનિટની સ્પીચ, ભારે હોબાળો:'ઇડિયટ' શબ્દ બોલતા સ્પીકરે 11 વાર, રિજિજુએ 7 વાર ટોક્યા, કહ્યું- માફી માગો વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પેપર લીક સંબંધિત બિલ પર 50 મિનિટ ભાષણ આપ્યું. તેમણે ઇડિયટ અને અંધભક્ત જેવા શબ્દો બોલ્યા. પછી કહ્યું કે ગૃહમંત્રીએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર ફાયરિંગનો આદેશ આપ્યો. આને લઈને સત્તાપક્ષે જોરદાર હોબાળો કર્યો. લોકસભામાંથી બિલ હોબાળા વચ્ચે પસાર થયું. સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ 7 વખત ઊભા થઈને રાહુલને ટોક્યા અને સંસદીય નિયમનો હવાલો આપ્યો. તેમણે કહ્યું કે વિપક્ષના નેતાએ માફી માંગવી જોઈએ. આના પર રાહુલે કહ્યું, ‘જો તમે ઈચ્છો છો કે દેશમાં ફક્ત ભાજપ બોલે તો હું ચૂપચાપ બેસી જાઉં છું.’ વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    54 साल बाद भी जिंदगी का फलसफा सिखाता है राज कपूर का ये गाना, मिल रही हो नाकामी, टूट रही हो उम्मीद तो अभी सुनें 100 मिलियन वाला ये गीत
    Next Article
    એક્ટિવા સવાર 3 યુવતી પટકાતા રોડ રોલર ફરી વળ્યું, CCTV:એકનું ઘટનાસ્થળે જ મોત, વરસાદના કારણે રોડ ભીનો હોવાથી વિચિત્ર અકસ્માત સર્જાયો

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment