Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહીસાગરમાં NEET-2026 પરીક્ષા માટે જાહેરનામું:કાયદો અને વ્યવસ્થા જાળવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ, 3મે ના રોજ યોજાશે પરીક્ષા

    14 hours ago

    નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા 3 મે, 2026ના રોજ NEET-2026 પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. મહીસાગર જિલ્લામાં બાલાસિનોર ખાતે ઓચ્છવલાલ શેઠ હાઈસ્કૂલ અને બાલાસિનોર મોડલ સ્કૂલને પરીક્ષા કેન્દ્રો તરીકે ફાળવવામાં આવ્યા છે. પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે સુનિશ્ચિત કરવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સી.વી. લટા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું 3 મે, 2026ના રોજ સવારે 11 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી અમલમાં રહેશે. પરીક્ષા કેન્દ્રોની ચતુર્દિશામાં 200 મીટરની ત્રિજ્યામાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અધિકૃત અધિકારીઓ, કર્મચારીઓ અને પરીક્ષાર્થીઓ સિવાય અન્ય કોઈપણ વ્યક્તિને આ વિસ્તારમાં પ્રવેશવાની મનાઈ ફરમાવવામાં આવી છે. પરીક્ષાર્થીઓ અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા અધિકૃત વ્યક્તિઓ સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત વ્યક્તિઓની અવરજવર પર પ્રતિબંધ છે. કાયદેસરની ફરજ બજાવનારાઓને કોઈપણ પ્રકારે અડચણ કે અવરોધ કરવો નહીં. કોઈપણ વ્યક્તિ દ્વારા પરીક્ષાર્થીઓને ચોરી કરવામાં કે કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવા પર પ્રતિબંધ છે. પરીક્ષાર્થીઓની શાંતિ અને લેખનકાર્યમાં વિક્ષેપ પડે તેવું કોઈ કૃત્ય કરી શકાશે નહીં. પરીક્ષાર્થીઓ, શિક્ષકો, સંચાલકો, વહીવટી કર્મચારીઓ અને ફરજ પરના તમામ સ્ટાફને પરીક્ષા સંબંધિત ચોરી કરી શકાય તેવી કોઈપણ વસ્તુ અથવા ઈલેક્ટ્રોનિક આઈટમ જેવી કે મોબાઈલ ફોન, કેમેરા, સ્માર્ટવોચ, સ્માર્ટબેન્ડ, લેપટોપ, કોમ્પ્યુટર, કેલ્ક્યુલેટર, બ્લુટુથ, ઈયરફોન તથા આવા અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ/ઉપકરણોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. પુસ્તકો, કાપલીઓ, ઝેરોક્ષ નકલો કે પરીક્ષાલક્ષી કોઈપણ પ્રકારનું સાહિત્ય પરીક્ષા ખંડમાં લઈ જવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. પરીક્ષામાં થતી ગેરરીતિ અટકાવવાના હેતુથી, પરીક્ષા કેન્દ્રના વિસ્તારમાં આવેલા ઝેરોક્ષ કોપી સેન્ટર, ઝેરોક્ષ કોપીઅર મશીન, ફેક્સ મશીન સંચાલકોએ પરીક્ષાના દિવસ દરમિયાન સવારે 11 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી કોપીઅર મશીનનો ઉપયોગ સદંતર બંધ રાખવાનો રહેશે. પરીક્ષા કેન્દ્રની આજુબાજુ બિનજરૂરી ટોળા ભેગા થવા પર, અનઅધિકૃત વ્યક્તિનો પ્રવેશ, અનઅધિકૃત લેખન સામગ્રી લઈ જવા પર અને માઈક/લાઉડ સ્પીકર/ડીજે સાઉન્ડ વગાડવા પર પણ પ્રતિબંધ છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ સામે ભારતીય ન્યાય સંહિતા, 2023ની કલમ 223 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં સિનિયર સિટીઝન માટે જાગૃતિ સત્ર યોજાયું:નીલગીરી ગ્રુપ દ્વારા નાણાકીય જ્ઞાન અપાયું
    Next Article
    વડોદરામાં ભાજપ ઉમેદવારના વિરોધમાં પોસ્ટર લગાવનાર 'MASKMAN' કોણ?:ભાસ્કર સમક્ષ આવી કહ્યું- 'હું મોદી ભક્ત છું પણ સ્થાનિક ઉમેદવાર સામે મારો વિરોધ'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment