Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં ભાજપ ઉમેદવારના વિરોધમાં પોસ્ટર લગાવનાર 'MASKMAN' કોણ?:ભાસ્કર સમક્ષ આવી કહ્યું- 'હું મોદી ભક્ત છું પણ સ્થાનિક ઉમેદવાર સામે મારો વિરોધ'

    12 hours ago

    વડોદરા શહેરમાં કોર્પોરેશનની ચૂંટણીના પ્રચાર વચ્ચે જ કેટલાક વિસ્તારમાં 'માસ્કમેન' દ્વારા ભાજપના ઉમેદવારોના વિરોધમાં પોસ્ટર લગાવી કૌતુક જગાવ્યું છે. તો બીજી તરફ વોર્ડ નંબર 10ના ભાજપના ઉમેદવાર નીતિન દોંગા અને માસ્કમેન વચ્ચે ફોન પર થયેલી કથિત વાતચીતની વાઈરલ થયેલી ઓડિયોએ પણ ચર્ચા જગાવી છે. ત્યારે ભાસ્કરે માસ્ક પહેરી વિરોધ કરી રહેલા યુવકને શોધી તેની સાથે વાતચીત કરી હતી. યુવકે કહ્યું હતં કે, હું મોદી ભક્ત છું પણ મારો સ્થાનિક ઉમેદવારો સામે વિરોધ છે. આ યુવાન ક્રાંતિકારી સેના સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. 'એવા ઉમેદવારને ન ચૂંટો કે જેના પાસે કામ કરાવવામાં તકલીફ પડે' માસ્ક પહેરી ભાજપના ઉમેદવારોને વિરોધ કરી રહેલા યુવકે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું ક્રાંતિકારી સેનામાં પાંચ વર્ષથી કામ કરું છું. અમે જનતાના પ્રશ્નોને લઈને ચાલીએ છે.અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસે કામ કરાવવા જઈએ છે પણ કામ થતાં નથી. નાછૂટકે અમારે ક્યારેક મીડિયાનો સહારો લેવો પડે છે. વીડિઓ વાયરલ કર્યા પછી કામ થતાં હોય તો તેવા નેતાઓને ચૂંટવાનો કોઈ મતલબ નથી. આ એક અવસર છે ત્યારે અમે જનતાને જાગૃત કરવા માંગીએ છે કે એવા ઉમેદવારોને ન ચૂંટી લાવો કે જ્યારે કામ કરાવવા જઈએ તો તકલીફ થાય. 'હું મોદી ભક્ત છું, પણ સ્થાનિક ઉમેદવાર સામે અમારો વિરોધ છે' યુવકને જ્યારે વિરોધ માટે માસ્ક શા માટે પહેર્યું છે તેને લઈ સવાલ કરાતા તેને કહ્યું કે, માસ્ક એટલે પહેર્યું છે કે લોકો મોદી સાહેબનો ચહેરો જોઈને મત આપે છે. અમે પરમ મોદી ભક્ત છે. 2017થી અમે અમારા ખર્ચે મોદી સાહેબના બેનર લગાવી તેમના માટે અમારા ખર્ચે કામ કરીએ છે. વિધાનસભા કે લોકસભાની ચૂંટણી હશે તો અમે મોદી સાહેબનો જ પ્રચાર કરીશું. પણ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. માસ્ક એટલા માટે કે આ વખતે સ્થાનિક ચહેરો જોઈને મત આપજો. સ્થાનિક સારા ઉમેદવારને મત આપજો. જે અંદરો અંદર લડાવેતેવા ઉમેદવારને મત ન આપતા. બધાને સાથે રાખીને ચાલે એવા ઉમેદવારને ચૂંટી લાવજો જેથી તમારા નળ, ગટર અને રસ્તા વ્યવસ્થિત રહેશે 'ક્રાંતિકારીને દબાવી શકશો, ક્રાંતિકારીના વિચારને નહીં દબાવી શકો' 'માસ્કમેન'ને ફોન પર મળતી ધમકી અંગે જ્યારે સવાલ કરાયો ત્યારે તેને કહ્યું કે, સત્ય પરેશાન હો શકતા હૈ, પરાજિત નહીં. વર્ષોથી આવી ધમકીઓ મળી છે પણ અમે વર્ષોથી કામ કરતા જ રહ્યા છે.આવી ધમકીઓથી અમારા વિચાર બંધ નહી થાય. અમારો મંડપ પણ કોર્પોરેશન દ્વારા હટાવી દેવડાવ્યો, પણ અમે પાછા પડવાના નથી. તમે એક પગલું ભરશો અમે બે ડગલા આગળ ચાલીશું. ક્રાંતિકારીના વિચારને નહીં દબાવી શકો, ક્રાંતિકારીને દબાવી શકશો. મને કોંગ્રેસી જાહેર કરે છે પણ હું કોંગ્રેસી નથી-માસ્કમેન માસ્કમેને કહ્યું કે, આ કોઈ પબ્લિસિટી સ્ટંટ નથી. પબ્લિકની સુખાકારી માટે કરીએ છે. અમે સધ્ધર છે અમારે આમાંથી કમાવાની કોઈ આશા પણ નથી. એક જ આશા છે કે દુનિયામાં આવ્યા છે તો લોકો માટે કંઈક કરીને જઈએ તો દુનિયા યાદ રાખે. નવા ઉમેદવાર જે પણ આવશે એમને કામ કરવું જ પડશે. આ માસ્કમેન વોર્ડ 10માં હંમેશા જીવતો જ રહેશે. જો કામ કરવાની ગણતરી હોય તો જ પ્રચાર કરજો. જીત્યા પછી કામ નહીં કરો તો આ જ તેવરમાં કામ કરાવીશું. મને મામાએ બોલાવ્યો હતો અને કહ્યું હતું કે, અવનીબેન વિરૂધ્ધમાં પોસ્ટર ન લગાવીશ. પાર્ટીમાં ખોટી નોંધ લેવાય છે. મેં એમને કહ્યું કે એ તમારો વિષય છે. તમે પાર્ટીને જણાવો કે અવનીબેનને ટિકિટ કેવી રીતે આપી? અમે ભાજપ વિરોધી નથી. પણ એ મને કોંગ્રેસી જાહેર કરે છે. હું કોંગ્રેસી નથી. વિરોધ કરે એ બધા કોંગ્રેસી ન હોય, કહેતા પહેલા મારો ઇતિહાસ જાણી લેવો જોઈએ. મેં કહ્યું કે હું આ અભિયાન ચાલુ જ રાખીશ. 'તું હરાવવા બધા પ્રયત્ન કરી લે, તારો પર્સનલ હિસાબ કરીશ':વોર્ડ-10ના ભાજપ ઉમેદવાર નીતિન દોંગાનો આડિયો વાઈરલ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટેનો જંગ જામ્યો છે. શહેર પોસ્ટર વોર, સોશિયલ મીડિયા વોર હવે ખુલીને જોવા મળી રહી છે. બે દિવસ પહેલા શહેરના વોર્ડ 10ના ભાજપના ઉમેદવાર નીતિન દોંગા વિરુદ્ધ પોસ્ટર લાગ્યા હતા. જે બાદ નીતિન દોંગા અને ક્રાંતિકારી સેનાના યુવાન કે જેને આ પોસ્ટર લગાવ્યા હોવાનું કહેવાય છે તેઓ વચ્ચેનો વાતચીતનો ઓડિયો વાઇરલ થયો છે. જેમાં નીતિન દોંગા યુવકને એવું કહેતા સાંભળવા મળે છે કે, તું મને હરાવવાના બધા પ્રયત્ન કરી લે. જો તું મને નહીં હરાવી શક્યો તો તું બહુ દુઃખી થઈશ. (સંપૂર્ણ સમાચાર વાંચો)
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં NEET-2026 પરીક્ષા માટે જાહેરનામું:કાયદો અને વ્યવસ્થા જાળવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ, 3મે ના રોજ યોજાશે પરીક્ષા
    Next Article
    Kheda Crime News | સગીર વયની દીકરી સાથે ગંભીર શોષણ અને બ્લેકમેલિંગ | Chandana | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment