Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં NEET રી-એક્ઝામને લઈ 17 સેન્ટર હાઇ સિક્યુરીટી ઝોન:6 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા; રેલવેએ ઉમેદવારો માટે હેલ્પ ડેસ્ક અને સ્પે. ટ્રેનો શરૂ કરી

    1 day ago

    દેશભરમાં મેડિકલ પ્રવેશ માટેની સૌથી મોટી અને વિવાદોમાં રહેલી NEET-UGની પુનઃ પરીક્ષા 21 જૂન, 2026ને રવિવારના રોજ યોજાનાર છે. આ પરીક્ષાને સંપૂર્ણપણે પારદર્શી, સુરક્ષિત અને ક્ષતિરહિત બનાવવા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અભૂતપૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. વડોદરાના 17 પરીક્ષા કેન્દ્રો પર 6048 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હોવાથી, તમામ કેન્દ્રોને 24 કલાક પહેલાંથી જ 'હાઈ સિક્યુરીટી ઝોન'માં ફેરવી દઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે જ પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓની સુવિધા માટે સ્પેશિયલ ટ્રેનો અને સ્ટેશનો પર વિશેષ હેલ્પ ડેસ્કની જાહેરાત કરવામાં આવી છે. પરીક્ષા પદ્ધતિમાં બદલાવ, હવે 195 મિનિટ મળશે, રફ વર્કના પેજ ડબલ કરાયા NTAએ આ વખતે વિદ્યાર્થીઓની સુવિધા માટે પરીક્ષાના નિયમોમાં કેટલાક મહત્વના ફેરફાર કર્યા છે. પરીક્ષાનો સમય 180 મિનિટથી વધારીને 195 મિનિટ (3 કલાક 15 મિનિટ) કરવામાં આવ્યો છે. આ વધારાની 15 મિનિટનો ઉપયોગ વિદ્યાર્થીઓના બાયોમેટ્રિક વેરિફિકેશન અને અટેન્ડન્સની પ્રક્રિયા માટે કરાશે, જેથી તેમનો મુખ્ય સમય ન બગડે. આ ઉપરાંત, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના દાખલા ગણવા માટે રફ વર્કના પેજ 2થી વધારીને 4 કરવામાં આવ્યા છે, જેમાંથી 2 પેજ પ્રશ્નપત્રની શરૂઆતમાં અને 2 પેજ અંતમાં રહેશે. ધાર્મિક પ્રતીકો પર પ્રતિબંધ નથી, પરંતુ ડ્રેસ કોડ ચકાસણી માટે વહેલા પહોંચવું પડશે NEET-UGની પુનઃપરીક્ષા માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ ડ્રેસ કોડ અને સુરક્ષા વ્યવસ્થા અંગે મહત્વની માર્ગદર્શિકા જાહેર કરી છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે, પાઘડી, હિજાબ, સિંદૂર, મંગળસૂત્ર કે અન્ય ધાર્મિક પ્રતિકો સાથે જોડાયેલી વસ્તુઓ પર કોઈ પ્રતિબંધ નથી. જો કે, આવા ઉમેદવારોને વધારાની સુરક્ષા તપાસને ધ્યાનમાં રાખીને નિર્ધારિત સમય કરતાં વહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાની સલાહ આપવામાં આવી છે. વડોદરા વિભાગ દ્વારા NEET ઉમેદવારો માટે મુખ્ય સ્ટેશનો પર ખાસ વ્યવસ્થા પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગે 21 જૂન, 2026ના રોજ રવિવારના રોજ યોજાનારી NEET પરીક્ષામાં બેસતા ઉમેદવારો અને તેમના માતા-પિતાને સુવિધા આપવા અને સલામત અને સુગમ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે વિભાગના અધિકારક્ષેત્ર હેઠળના મુખ્ય સ્ટેશનો પર વ્યાપક વ્યવસ્થા કરી છે. રેલવે સ્ટેશનો પર વધારાના UTS કાઉન્ટર ખૂલ્યા, હેલ્પ ડેસ્ક પણ શરૂ પશ્ચિમ રેલ્વેના વડોદરા વિભાગ દ્વારા ઉમેદવારોને જરૂરી માર્ગદર્શન અને સહાય પૂરી પાડવા માટે વડોદરા, આણંદ અને ભરૂચ સ્ટેશનો પર ખાસ હેલ્પ ડેસ્કની સ્થાપના કરવામાં આવી રહી છે. આ હેલ્પ ડેસ્ક પર તૈનાત રેલવે કર્મચારીઓ ટ્રેન કનેક્ટિવિટી, ખાસ ટ્રેનો અને અન્ય જરૂરી માહિતી અંગે માહિતી અને સહાય પૂરી પાડશે. સ્ટેશનો પર વધારાની ભીડને ધ્યાનમાં રાખીને, ઉમેદવારોની સુવિધા માટે વડોદરામાં ત્રણ વધારાના UTS કાઉન્ટર અને આણંદ, ગોધરા, ભરૂચ અને ખેડા-નડિયાદમાં એક-એક UTS કાઉન્ટર ખોલવામાં આવી રહ્યા છે. સ્ટેશનો પર RPFનો સ્પેશિયલ બંદોબસ્ત વધુમાં, વાણિજ્યિક અને કર્મચારી વિભાગના કર્મચારીઓ અને RPFના કર્મચારીઓની ખાસ તૈનાતી સ્ટેશનો પર કરવામાં આવી રહી છે. તૈનાત અધિકારીઓ અને કર્મચારીઓ મુસાફરોને માર્ગદર્શન આપશે. તેમજ અસરકારક ભીડ વ્યવસ્થાપન, સુરક્ષા વ્યવસ્થા, માહિતી પ્રસાર અને મુસાફરોની સહાય સુનિશ્ચિત કરશે. મુસાફરોની સુવિધા માટે, ઉમેદવારો અને તેમના માતા-પિતા માટે સલામત, વ્યવસ્થિત અને સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે સ્ટેશનો પર સમયાંતરે જાહેર જાહેરાતો અને મુસાફરોની માહિતી પ્રસારિત કરવામાં આવશે. પરીક્ષા સમયગાળા દરમિયાન, ઉમેદવારો અને તેમના માતા-પિતાની સરળ અવરજવર સુનિશ્ચિત કરવા અને કોઈપણ અસુવિધાને ઓછી કરવા પર ખાસ ધ્યાન આપવામાં આવશે. વરિષ્ઠ અધિકારીઓ સતત આનું નિરીક્ષણ કરશે અને સ્ટેશન મેનેજમેન્ટ અને સંબંધિત વિભાગો સાથે સંકલનમાં જરૂરી સહાય પૂરી પાડશે. વડોદરા વિભાગ એ પણ સુનિશ્ચિત કરશે કે ટ્રેનો શક્ય તેટલી સમયસર ચાલે, જેથી ઉમેદવારો સમયસર તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચે. વિદ્યાર્થીઓ માટે રેલવેની આ 2 સ્પેશિયલ ટ્રેનો દોડશે
    Click here to Read More
    Previous Article
    હિંમતનગર નગરપાલિકામાં પ્રી-મોન્સૂન કામગીરી અંગે બેઠક:બાંધકામ સમિતિ ચેરમેનની અધ્યક્ષતામાં તંત્ર-કોન્ટ્રાક્ટરોને સંકલનનો અનુરોધ
    Next Article
    વેરાવળમાં વિશ્વ યોગ દિવસ પૂર્વે ભાજપનો યોગાભ્યાસ:શહેરના આગેવાનો, મહિલા મોરચા અને કાર્યકરો ઉત્સાહભેર જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment