Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પૂર્વ નોટિસ વિના બાકી રકમ વસૂલવા દબાણ:રાજકોટમાં સફાઇ કામગીરી વગર ચાર્જ બમણો કરાતા શાક માર્કેટના વેપારીઓનો વિરોધ, NEET પરીક્ષા માટે સ્પેશિયલ ટ્રેન દોડવાશે

    12 hours ago

    રાજકોટની મુખ્ય શાક માર્કેટના વેપારીઓએ સફાઇ કામગીરી વગર જ સફાઇ ચાર્જમાં તોતિંગ વધારાનો ઉગ્ર વિરોધ કર્યો છે. શાક માર્કેટ વેપારી મંડળના નેજા હેઠળ એકઠા થયેલા વેપારીઓએ મહાનગરપાલિકા કચેરી ખાતે મેયર નેહલ શુકલ અને સ્ટેન્ડિંગ ચેરમેન પરેશભાઇ પીપળીયાને આવેદનપત્ર આપીને ન્યાયની માગ કરી હતી. ભોજાભગત, જ્યુબીલી માર્કેટ ભાગ 1 અને 2, ગોવિંદબાગ તેમજ હુડકો શાક માર્કેટના કુલ 726 થડા ધારકોએ રજૂઆત કરી હતી કે, મનપા દ્વારા એપ્રિલ 2025થી અમલી બનેલો રૂ. 590નો વધારો કરીને કુલ રૂ. 1180નો સફાઇ ચાર્જ એક સાથે વસૂલવાનો આદેશ તદ્દન અન્યાયી છે. વર્ષ 2025ના આ નિયમની જાણકારી છેક જાન્યુઆરી 2026માં આપવામાં આવી છે, અને હવે પૂર્વ નોટિસ વગર જ બાકી રકમ ભરવા દબાણ કરાઇ રહ્યું છે. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે ગ્રાન્ટ મંજૂર હોવા છતાં માર્કેટોનું રિનોવેશન થતું નથી. આ ઉપરાંત, ગેરકાયદે ફેરીયાઓના દબાણથી રોજગાર ખોરવાયો છે, જેથી આ સફાઇ ચાર્જ વધારો તુરંત પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. NEET પરીક્ષા માટે ઓખા અને ગાંધીનગર કેપિટલ વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે પશ્ચિમ રેલવે દ્વારા NEET-2026 ના ઉમેદવારોની સુવિધા માટે ઓખા અને ગાંધીનગર કેપિટલ વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ટ્રેન સંખ્યા 09554 ઓખા–ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ 20 જૂન 2026 ના રોજ ઓખાથી સવારે 05:00 વાગ્યે ઉપડીને તે જ દિવસે 15:00 વાગ્યે ગાંધીનગર કેપિટલ પહોંચશે. જ્યારે પરતીમાં ટ્રેન સંખ્યા 09553 ગાંધીનગર કેપિટલ–ઓખા સ્પેશિયલ 21 જૂન 2026 ના રોજ ગાંધીનગર કેપિટલથી રાત્રે 20:55 વાગ્યે ઉપડીને 22 જૂન 2026 ના રોજ સવારે 06:40 વાગ્યે ઓખા પહોંચશે ટ્રેન બંને દિશામાં દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, કાનાલુસ, જામનગર, હાપા, પડધરી, રાજકોટ, વાંકાનેર, થાન, મૂળી રોડ, સુરેન્દ્રનગર, વિરમગામ, આંબલી રોડ અને ચાંદલોડિયા બી સ્ટેશનો પર ઊભી રહેશે. સ્લીપર અને જનરલ કોચ ધરાવતી આ ટ્રેનનું બુકિંગ 19 જૂન 2026 થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC ની વેબસાઇટ પર શરૂ થશે. રાજકોટમાં વરસાદ ખેંચાયા છતાં પાણીની મુશ્કેલી નહીં થાય, આજી ડેમમાં નર્મદાનાં નીર ઠાલવવાનું શરૂ રાજકોટ શહેરમાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાવાના કારણે જળાશયોમાં પાણીની ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ હતી. હાલમાં આજી-1 ડેમમાં માત્ર 41 ટકા અને ન્યારી-1 ડેમમાં માત્ર 29 ટકા જેટલો જ પાણીનો જથ્થો બચ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા (મનપા) દ્વારા રાજ્ય સરકાર પાસે નર્મદાનું પાણી આપવા માટે તાકીદની માંગ કરવામાં આવી હતી. સ્થાનિક તંત્રની રજૂઆતને પગલે સરકારે તાત્કાલિક મંજૂરી આપતાં સૌની યોજના મારફતે આજી-1 ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત, આગામી એક સપ્તાહ બાદ ન્યારી-1 ડેમમાં પણ નર્મદાનું પાણી છોડવામાં આવશે. સરકાર દ્વારા રાજકોટની જનતા માટે કુલ 800 MCFT પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેના કારણે ચોમાસું મોડું હોવા છતાં શહેરમાં પાણીની કોઈ કિલ્લત નહીં સર્જાય અને નાગરિકોને નિયમિત પાણી પુરવઠો મળતો રહેશે. રાજકોટમાં પ્રખ્યાત રેસ્ટોરન્ટ અને હોસ્પિટલની કેન્ટીન સહિત 217 સ્થળે ફૂડ વિભાગનું ચેકીંગ, 887 કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 1.08 લાખનો દંડ વસુલાયો રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા ખાણીપીણીની દુકાનો અને રેસ્ટોરન્ટમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સર્વેલન્સ ચેકિંગ અંતર્ગત વેસ્ટ ગેટ-1, 150 ફૂટ રીંગ રોડ, ટાટ ફૂડ્સ, શિવાંશ સેલ્સ એજન્સી, નિરવાના એન્ટરપ્રાઇઝ, S.N હોસ્પિટાલિટી, કે.ટી. ફૂડ વેન્ચર, સંકલ્પ ઢોસા, રેવન્સ ફૂડ, પિઝાહટ, વિશ્વા ફૂડ, ડ્રેઝલર પિઝા, પટેલ વિહાર રેસ્ટોરન્ટ, જે.ઠાકર રેસ્ટોરન્ટ, ક્રિષ્ના દાળ પકવાન, કટક-બટક ફૂડઝોન, બાલાજી રેસ્ટોરન્ટ, તેમજ સ્ટર્લિંગ, HCG અને સિનર્જી હોસ્પિટલની કેન્ટીન સહિત વિવિધ વિસ્તારોની નામાંકિત હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં તપાસ કરવામાં આવી હતી. ઉપરાંત આકાશવાણી ચોક, યુનિવર્સિટી ગેટ, કુંડલીયા કોલેજ, જામ ટાવર, વિરાણી, પીડી માલવિયા, કુવાડવા રોડ, મેઘાણી રંગ ભુવન, હેમુ ગઢવી હોલ, પીડીએમ કોલેજ, રેલનગર આસ્થા અને પારુલ બગીચો સહિતના હોકર્સ ઝોનમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું. ફૂડ વિભાગ દ્વારા કુલ મળી 217 પેઢી, રેસ્ટોરન્ટ અને હોકર્સ ઝોનની તપાસ કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય માટે નુકસાનકારક એવો કુલ 887 કિલો અખાદ્ય વાસી ખાદ્ય પદાર્થોનો જથ્થો મળી આવતા તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે સ્ટોરેજ અને હાઈજેનિક કન્ડિશન જાળવવા બેદરકારી દાખવવા બદલ કુલ 62 પેઢીને નોટિસ ફટકારવામાં આવી છે. અને નિયમોના ઉલ્લંઘન બદલ કુલ રૂ. 1,08,000ની પેનલ્ટી વસૂલ કરવામાં આવી છે. રાજકોટમાં 21 જૂને "વિશ્વ યોગ દિવસ"ની ઉજવણી, પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત યોગ બોર્ડના સંયુક્ત ઉપક્રમે આગામી 21 જૂન 2026ના રોજ સવારે 06:00 કલાકે "વિશ્વ યોગ દિવસ"ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ અને ખાસ મહિલાઓ માટે લોકમાન્ય તિલક સ્નાનાગાર ખાતે યોજાશે. આ ભવ્ય આયોજન પૂર્વે ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા અને શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા સહિતના અધિકારીઓએ 18-06-2026ના રોજ કાર્યક્રમના સ્થળની મુલાકાત લઈને આયોજનની સમીક્ષા કરી હતી.મેયર ડૉ. નેહલ શુક્લ, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને શાસક પક્ષ નેતા ડૉ. હિરેન ખીમાણિયા સહિત પદાધિકારીઓએ નગરજનોને આ ઉજવણીમાં જોડાવા અપીલ કરી છે. નિયમિત યોગ કરવાથી શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે, માનસિક તણાવ ઘટે છે અને આત્મિક વિકાસ થાય છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા ઇચ્છુક નાગરિકો મનપાની મ વેબસાઇટ www.rmc.gov.in પર રજીસ્ટ્રેશન કરાવી શકશે. તેમજ સ્થળ પર QR Code સ્કેન કરીને ડિજિટલ સર્ટિફિકેટ પણ મેળવી શકશે. રાજકોટમાં મેલેરિયા વિરોધી માસની ઉજવણી, 1239 પ્રિમાઇસીસને નોટીસ, રૂ. 11,850નો દંડ વસૂલાયો રાજકોટ મનપા દ્વારા જૂન માસને "મેલેરિયા વિરોધી માસ" તરીકે ઉજવી મચ્છરજન્ય રોગો અટકાવવા સઘન પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરાઈ છે. આ ઝુંબેશ હેઠળ 18 વોર્ડમાં જાહેર પ્રદર્શન, 31 સ્થળોએ જનજાગૃતિ રેલી અને 18 સ્થળોએ રાત્રીસભાઓ યોજવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન મચ્છર ઉત્પત્તિ સબબ 523 બાંધકામ સાઇટમાંથી 275, 341 હોસ્પિટલ ઉપરાંત લેબોરેટરીમાંથી 69, 123 ભંગારના ડેલામાંથી 92, 123 સેલરવાળા બિલ્ડીંગમાંથી 62 અને 213 ઇન્ડસ્ટ્રીઝમાંથી 144 સહિત 1239 પ્રિમાઇસીસને નોટીસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત નિયમોનું ઉલ્લંઘન કરતી વિવિધ ખાનગી અને વ્યાપારી સંસ્થાઓ પાસેથી રૂ. 11,850ના વહીવટી ચાર્જની વસૂલાત કરવામાં આવી છે. મનપાની આરોગ્ય શાખા દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને આયુષ્માન આરોગ્ય મંદિરો ખાતે આરોગ્ય શિક્ષણ, પત્રિકા વિતરણ અને મચ્છરોના પોરાભક્ષક માછલીઓનું જીવંત નિદર્શન પણ યોજાયું હતું. ચોમાસામાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવતા મચ્છરો ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થતા હોવાથી નાગરિકોને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહેવા દેવા, પાણીના પાત્રો ઢાંકીને રાખવા અને મચ્છરદાનીનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે. રાજકોટ મનપાની વેરા વળતર યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 236.53 કરોડની વસુલાયા રાજકોટ મનપા દ્વારા વર્ષ 2026-27ના મિલ્કતવેરા અને પાણી વેરો ભરપાઇ કરવા માટે તારીખ 07-04-2026થી વસુલાત શરૂ કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત તારીખ 17-06-2026 સુધી 3,35,885 કરદાતાઓએ મિલ્કતવેરા તથા પાણી વેરા પેટે રૂ. 236.53 કરોડની માતબર રકમ ભરપાઈ કરી છે. મહાનગરપાલિકાની આ યોજના હેઠળ અત્યાર સુધીમાં એડવાન્સ વેરો ભરપાઇ કરનારા નાગરિકોને કુલ રૂ. 26.79 કરોડ જેટલી રકમનું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. ડિજિટલ ટ્રાન્ઝેક્શનને પ્રાધાન્ય આપતા 2,58,304 કરદાતાઓએ ઓનલાઇન માધ્યમથી રૂ. 172.87 કરોડ ચૂકવ્યા છે, જ્યારે 77,581 કરદાતાઓએ ચેક તથા રોકડા દ્વારા રૂ. 63.66 કરોડની ચુકવણી કરી છે. મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી વિશેષ ડિસ્કાઉન્ટ યોજના આગામી તા. 31-06-2026 સુધી ચાલુ રહેશે. જેમાં એડવાન્સ વેરો ભરનારા સામાન્ય કરદાતાઓને 5% ડિસ્કાઉન્ટ અને મહિલા કરદાતાઓને પ્રોત્સાહિત કરવા માટે 10% ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે. રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવતા તમામ મિલકતધારકોને સમયસર વેરો ભરી આ યોજનાનો મહત્તમ લાભ લેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'તું કોર્ટમાં દાદાગીરી કરે છે, તને જીવતો રહેવા દેવાનો નથી':ધમકી આપીને કોર્ટમાં થયેલી બોલાચાલીની અદાવત રાખીને દંડા-ધારીયા વડે યુવક પર જીવલેણ હુમલો, 5 સામે ફરિયાદ નોંધાઈ
    Next Article
    'લખ્યું હશે કિસ્મતમાં જુદા પડવાનું':સુઈગામના યુવકે પ્રેમપ્રકરણમાં આપઘાત કર્યો, પહેલા ઝાડ પર ગળામાં દોરડા સાથે વિડીયો ઉતાર્યો; રાધનપુર નજીક ખેતરમાં ગળેફાંસો ખાધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment