Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEET પેપર લીક: પાલનપુરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન:ધારાસભ્યો કાંતિભાઈ ખરાડી, અમૂર્તજી ઠાકોર સહિત અનેક કાર્યકરો અટકાયતમાં

    1 day ago

    NEET સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલા પેપર લીક અને વિદ્યાર્થીઓ સાથેના અન્યાયના વિરોધમાં બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન પોલીસે ધારાસભ્ય દાતા કાંતિભાઈ ખરાડી અને કાંકરેજ ધારાસભ્ય અમૂર્તજી ઠાકોર સહિત અનેક કાર્યકરોની અટકાયત કરી હતી. કોંગ્રેસે દેશભરમાં વધી રહેલા પેપર લીકના બનાવો, દિલ્હીના જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ પર થયેલા પોલીસ બળપ્રયોગ અને કોંગ્રેસના આગેવાનોની ધરપકડના વિરોધમાં આ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. વિરોધ પ્રદર્શનકારીઓ પોલીસ વાન પર ચડીને બેનરો દર્શાવી રહ્યા હતા. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે પૂતળા દહન કરવાનો પ્રયાસ થાય તે પહેલા જ કાર્યકરોને અટકાયતમાં લીધા હતા, જેથી પરિસ્થિતિ વધુ વણસે નહીં. આ અંગે કોંગ્રેસ નેતા ઈશ્વરભાઈ ડામોરે સરકાર અને પોલીસ પ્રશાસન પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, "દિલ્હીમાં પોતાના હક, અધિકાર અને ભવિષ્યની રક્ષા માટે શાંતિપૂર્વક ઘેરાવ કરી રહેલા વિદ્યાર્થીઓ પર સરકારના ઇશારે પોલીસે અમાનુષી લાઠીચાર્જ કર્યો હતો. વિદ્યાર્થીઓને રોડ પર ઢસડવામાં આવ્યા, જેમાં અનેક વિદ્યાર્થીઓને ફ્રેક્ચર થવા સહિત માથામાં ગંભીર ઇજાઓ પહોંચી છે. પોલીસે બળપ્રયોગ કરીને વિદ્યાર્થીઓનું મનોબળ તોડવાનો પ્રયાસ કર્યો છે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, દિલ્હીના વિદ્યાર્થીઓના સમર્થનમાં પાલનપુર ખાતે શાંતિપૂર્વક યોજાયેલા કાર્યક્રમને અટકાવવા માટે પણ સરકારે પોલીસને આગળ ધરીને તેમની અટકાયત કરી છે. ખેડૂત, યુવાન, વિદ્યાર્થી, ગરીબ, મધ્યમ વર્ગ કે કર્મચારીઓ જ્યારે પણ પોતાની વ્યાજબી માંગણીઓ માટે શાંતિપૂર્વક વિરોધ નોંધાવે છે, ત્યારે સરકાર પોલીસ બળનો ઉપયોગ કરીને તેમનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે, જે અત્યંત શરમજનક અને નિંદનીય છે.
    Click here to Read More
    Previous Article
    વડનગરમાં ગર્ભવતી મહિલાની છેડતી બાદ દાદાગીરી:જૂની અદાવતમાં ગાળાગાળી કરીને થારથી કચડવાનો પ્રયાસ કર્યો, 7 લોકો સામે ફરિયાદ
    Next Article
    US Alleges China's Moonshot Used Anthropic To Build Powerful AI

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment