Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 'રેડ એલર્ટ' વચ્ચે તમામ સ્કૂલોમાં રજા જાહેર:ભેદવાડ ખાડીએ ભયજનક સપાટી વટાવી, કાંકરા ખાડી પાસે સ્પીકરથી એલર્ટ, NDRF-SDRF ની 6 ટીમો હાઇ એલર્ટ પર

    12 hours ago

    સુરત શહેરમાં વહેલી સવારથી જ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સતત વરસી રહેલા વરસાદને પગલે સુરતની મુખ્ય પાંચ ખાડીઓ પૈકી ભેદવાડ ખાડી ભયજનક સપાટી વટાવી ગઈ છે, જ્યારે અન્ય ખાડીઓ પણ પોતાની ભયજનક સપાટીની ખૂબ નજીક પહોંચી ગઈ છે. શહેર પર ઘેરાયેલા પૂરના વાદળો વચ્ચે સુરત મહાનગરપાલિકાનું તંત્ર સંપૂર્ણપણે 'એક્શન મોડ'માં આવી ગયું છે. સુરતમાં ભારે વરસાદ અને હજુ પણ 'રેડ એલર્ટ'ની આગાહી હોવાને કારણે તકેદારીના ભાગરૂપે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. સ્થિતિની ગંભીરતા જોઈને ખુદ મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન રસ્તા પર ઉતરી આવ્યા હતા. ભેદવાડ ખાડી ભયજનક સપાટી વટાવી 7.20 મીટરે સુરતમાં સળંગ બીજા દિવસે પણ મેઘમહેર જારી રહેતાં ભેદવાડ ખાડી પોતાની ભયજનક સપાટી ઓળંગી ચૂકી છે. ભેદવાડ ખાડીની ભયજનક સપાટી ૭.૨ મીટરની છે, જેની સામે હાલ ખાડીનું વોટર લેવલ ૭.૨૦ મીટર સુધી પહોંચી ગયું છે. ખાડીના પાણી બેક મારતાં જ ભીમરાડ અને બમરોલી વિસ્તારના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે. રહેણાંક સોસાયટીઓમાં પાણી ઘૂસી જતાં સ્થાનિક રહિશોની ચિંતામાં ભારે વધારો થયો છે. તંત્ર દ્વારા ખાડી કિનારાના તમામ વિસ્તારો પર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. કાંકરા ખાડી નજીક લોકોને સુરક્ષિત સ્થળે ખસવા તંત્રની અપીલ પૂરના ભય વચ્ચે સુરતના સંજયનગર વિસ્તારમાં તંત્ર દ્વારા હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કાંકરા ખાડી નજીક આવેલા સંજયનગરના રહિશોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા સ્પીકર/લાઉડસ્પીકર થકી સતત એનાઉન્સમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ખાડીનું વોટર લેવલ વધવાને કારણે નિર્માણ થતી પૂર જેવી સ્થિતિમાં લોકો પોતાનો બચાવ કરી શકે અને સમયસર સલામત સ્થળે પહોંચી જાય તે માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. મનપા દ્વારા તાત્કાલિક ધોરણે ૨ રેસ્ક્યુ ટીમ તૈનાત કરી દેવાઈ છે. જરૂર જણાય તો સ્થળ પર હાજર વાહનો મારફતે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવશે. ઉધના-સચિન રોડ બેટમાં ફેરવાયો: પોશ વિસ્તાર વેસુ અને VIP રોડ પાણીમાં ગરકાવ સુરતમાં અનરાધાર વરસાદના કારણે ઉધના-સચિન રોડ સંપૂર્ણપણે પાણીમાં ઘરકાવ થઈ જતાં આખો રસ્તો બેટમાં ફેરવાઈ ગયો છે. મુખ્ય માર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે કામકાજ અર્થે નીકળેલા હજારો વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આટલું જ નહીં, શહેરના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં પણ પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ભગવાન મહાવીર યુનિવર્સિટી અને તેની નજીક આવેલા શોપિંગ મોલમાં પાણી ભરાવાની સ્થિતિ આજે બીજા દિવસે પણ યથાવત જોવા મળી હતી, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. મ્યુનિ.કમિશનર હાથમાં વોકી-ટોકી સાથે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા શહેરમાં સતત બે દિવસથી સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે VIP રોડ પર ખાટૂ શ્યામ મંદિર નજીક વારંવાર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાની ફરિયાદો ઉઠી હતી. આ સમસ્યાનું સ્થળ પર જ નિરાકરણ લાવવા માટે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજન પોતે હાથમાં વોકી-ટોકી લઈને ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ગયા હતા. તેમણે સ્થળ પર રહીને જણાવ્યું હતું કે, અહીં ખાડીની સફાઈ અને સ્ટોર્મ ડ્રેનેજ લાઈનની કામગીરી તાત્કાલિક ધોરણે કરાવવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે આગામી દિવસોમાં આ વિસ્તારમાં પાણી ન ભરાય તે માટે વધુ ક્ષમતાવાળી સ્ટોર્મ ડ્રેનેજ લાઈનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. NDRF અને SDRFની 6 ટીમ તૈનાત વરસાદી આફત સામે પહોંચી વળવા માટે મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજને આપેલા નિવેદન મુજબ, રાહત અને બચાવ કામગીરી માટે મોટા પાયે આયોજન કરાયું છે. શહેરમાં અગાઉથી જ NDRF ની ૨ અને SDRF ની ૨ ટીમો તૈનાત હતી. જોકે સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગઈકાલે રાત્રે વધુ 2 ટીમ બોલાવી લેવામાં આવી હતી. આ તમામ ટીમોને અતિ સંવેદનશીલ અને नीચાણવાળા વિસ્તારોમાં ડિપ્લોય કરી દેવામાં આવી છે. કોઈ પણ આપાતકાલીન સ્થિતિ માટે તંત્ર સજ્જ શહેરમાં પાણી ભરાવાની કે અન્ય કોઈ પણ અનિચ્છનીય ઘટના બને તો રાહત અને બચાવ કાર્ય માટે NDRF, SDRF અને સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમોને 'સ્ટેન્ડબાય' મોડ પર રાખવામાં આવી છે. જો કોઈ વિસ્તારમાં તાત્કાલિક બચાવ કામગીરીની જરૂર પડશે તો આ ટીમો ક્ષણવારનો પણ વિલંબ કર્યા વિના સ્થળ પર પહોંચીને કામગીરી શરૂ કરી દેશે. તંત્ર દ્વારા નાગરિકોને પણ બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અને ખાડી કિનારાના વિસ્તારોથી દૂર રહેવા ખાસ સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    કોંગ્રેસ કાર્યાલયે વિશ્વકર્મા કાર્યકર્તાઓ લઈ પહોંચ્યા:ચાવડાએ સીડી પર મોરચો સંભાળ્યો, કાર્યકરોના આક્રોશ વચ્ચે પોલીસની ‘અગ્નિપરીક્ષા’
    Next Article
    વેરાવળ રોટરી ક્લબ દ્વારા 'હેલ્થી બેબી કોમ્પિટિશન' યોજાઈ:1 થી 6 વર્ષના 70 બાળકોનું હેલ્થ ચેકઅપ કરાયું અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment