Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ રોટરી ક્લબ દ્વારા 'હેલ્થી બેબી કોમ્પિટિશન' યોજાઈ:1 થી 6 વર્ષના 70 બાળકોનું હેલ્થ ચેકઅપ કરાયું અને વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું

    12 hours ago

    રોટરી ક્લબ ઓફ વેરાવળ દ્વારા ક્રિસ્ટલ સીબીએસ સ્કૂલના હોલ ખાતે 'હેલ્થી બેબી કોમ્પિટિશન'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ક્લબના નવા પ્રમુખ રાજેશભાઈ જયસ્વાલ, સેક્રેટરી રવિભાઈ રામાણી, પ્રોજેક્ટ ચેરમેન ભીખુભાઈ જેઠવા, ભાવિનભાઈ નથવાણી અને ચીફ ગેસ્ટ પી.આઈ. દિલીપ વંશ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા. આ સ્પર્ધાનો મુખ્ય હેતુ 1 થી 6 વર્ષના બાળકોના આરોગ્ય અને સ્વાસ્થ્યને સુધારવાનો, તેમજ તેમના ખાનપાન અને દિનચર્યામાં સુધારો લાવવા વાલીઓને માર્ગદર્શન આપવાનો હતો. ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગની વેરાવળ આરબીએસકે ટીમ, તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર ઈશ્વર ડાકી, ડો. વીનાબેન જીજુવાડીયા (મેડિકલ ઓફિસર), દિવ્યાબેન મહેતા (ફાર્માસિસ્ટ) અને કવિબેન રામ (નર્સ) સહિતના સ્ટાફે બાળકોનું હેલ્થ ચેકઅપ કર્યું હતું. સ્પર્ધામાં કુલ 70 બાળકોએ ભાગ લીધો હતો, જેમાં 12 સ્કૂલ ડ્રોપઆઉટ બાળકોનો પણ સમાવેશ થતો હતો. બાળકોની ઊંચાઈ, વજન અને સામાન્ય સ્વાસ્થ્ય તપાસીને માર્કસ આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે ઋષિકા રવિન્દ્ર સિંઘ અને બીજા ક્રમે શ્રીધર બી. પાંજરી વિજેતા જાહેર થયા હતા. વિજેતા બાળકોને રોટરી ક્લબ ઓફ વેરાવળના પ્રમુખ રાજેશ જયસ્વાલ, સેક્રેટરી રવિ સામાણી, ચીફ ગેસ્ટ PSI દિલીપ વંશ, પાસ્ટ પ્રેસિડેન્ટ મનસુખભાઈ સુયાણી, ડો. ઇશ્વર ગોડસે, ભરતભાઈ શાહ, હિતેશભાઈ ચુડાસમા, ગીરીશ ઠક્કર, જશ્માબેન ઠક્કર, હાર્દિક જયસ્વાલ, અનિસ રાચ્છ તેમજ ક્રિસ્ટલ સ્કૂલના પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટ સ્ટાફ સહિતના મહાનુભવોએ બિરદાવ્યા હતા. તેમણે તમામ સહભાગી બાળકોના વાલીઓને તેમના બાળકોના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ વેરાવળના પ્રમુખ રાજેશ જયસ્વાલે આગામી પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, 25મી તારીખે શનિવારના રોજ ક્રિસ્ટલ સ્કૂલ ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સહયોગથી એક મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે. આ સાથે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર સહિતની પ્રાથમિક સારવાર અને મેડિકલ ચેકઅપ કેમ્પ પણ નિઃશુલ્ક યોજાશે. તેમણે વેરાવળ શહેરના નાગરિકો અને ક્રિસ્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા વાલીઓને આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 'રેડ એલર્ટ' વચ્ચે તમામ સ્કૂલોમાં રજા જાહેર:ભેદવાડ ખાડીએ ભયજનક સપાટી વટાવી, કાંકરા ખાડી પાસે સ્પીકરથી એલર્ટ, NDRF-SDRF ની 6 ટીમો હાઇ એલર્ટ પર
    Next Article
    દિલ્હીની ઘટનાના વિરોધમાં પાટણમાં કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન:શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ સાથે પૂતળાદહન, ચક્કાજામ બાદ કાર્યકરોની અટકાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment