Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર એરફોર્સ સ્ટેશન પર વાયુસેનાનું શક્તિ પ્રદર્શન:ચક્રવાત અને પૂર જેવી આપત્તિમાં રેસ્ક્યુનું મોક ડ્રિલ; આર્મી, નેવી, કોસ્ટ ગાર્ડ, NDRF અને SDRFની ટીમો જોડાઈ

    8 hours ago

    જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ભારતીય વાયુસેના દ્વારા ‘સહાયતા સેતુ’ નામની બહુરાષ્ટ્રીય માનવીય સહાય અને આપત્તિ રાહત (HADR) કવાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. 17થી 19 નવેમ્બર દરમિયાન યોજાયેલી આ કવાયતનો મુખ્ય કાર્યક્રમ આજે 19 નવેમ્બરે યોજાયો હતો. તેમાં ચક્રવાત અને પૂર જેવી કુદરતી આપત્તિની કાલ્પનિક પરિસ્થિતિ ઊભી કરીને વિવિધ સુરક્ષા અને બચાવ એજન્સીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીનું નિદર્શન કરાયું હતું. ભારતીય વાયુસેના, આર્મી, નેવી, કોસ્ટ ગાર્ડ, NDRF અને SDRF સહિતની ટીમોએ સંકલિત રીતે બચાવ અને રાહત કામગીરીમાં ભાગ લીધો હતો. આ કવાયતનો હેતુ આપત્તિ સમયે વિવિધ એજન્સીઓ વચ્ચે સંકલન, ઝડપી પ્રતિસાદ અને બચાવ કામગીરીની ક્ષમતામાં વધારો કરવાનો હતો. ચક્રવાત અને પૂર જેવી પરિસ્થિતિ ઊભી કરી બચાવ અભિયાનનું નિદર્શન કરાયું કવાયત દરમિયાન સૌપ્રથમ ચક્રવાતના કારણે વ્યાપક નુકસાન અને પૂર જેવી પરિસ્થિતિનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવાઈ સર્વે દ્વારા અસરગ્રસ્ત વિસ્તારની સ્થિતિનું મૂલ્યાંકન કરાયું હતું. ભારતીય વાયુસેનાના જગુઆર વિમાન, ડ્રોન અને અન્ય એરક્રાફ્ટની મદદથી અસરગ્રસ્ત વિસ્તારની માહિતી એકત્ર કરવામાં આવી હતી. આ કામગીરીના આધારે બચાવ ટીમોએ કયા સ્થળે અને કેવી રીતે કામગીરી કરી શકાય તેનું નિદર્શન કર્યું હતું. કવાયતના કાર્યક્રમ મુજબ સવારે 10:30 વાગ્યાથી મુખ્ય પ્રદર્શન શરૂ થયું હતું. MI-17 હેલિકોપ્ટરથી જવાનો ઉતારાયા, બામ્બી બકેટથી આગ બુઝાવાઈ બચાવ કામગીરીના પ્રારંભિક તબક્કામાં MI-17 હેલિકોપ્ટર દ્વારા આર્મીની રેસ્ક્યૂ અને મેડિકલ ટીમના 10 જવાનોને અસરગ્રસ્ત વિસ્તારમાં ઉતારવામાં આવ્યા હતા. આ ઉપરાંત એરફોર્સના 5 ગરુડ કમાન્ડોની ટીમે પણ ઇમરજન્સી રિસ્પોન્સ ટીમના ભાગરૂપે કામગીરી કરી હતી. હેલિકોપ્ટર દ્વારા નીચી ઊંચાઈએથી જવાનોને ઉતારવાની કામગીરીનું નિદર્શન કરાયું હતું. ત્યારબાદ MI-17 હેલિકોપ્ટરમાં બામ્બી બકેટ લગાવી આગ પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. ચિનૂક હેલિકોપ્ટર દ્વારા પુલનો મુખ્ય ભાગ પણ નિર્ધારિત સ્થળે પહોંચાડવામાં આવ્યો હતો, જેથી આપત્તિમાં તૂટી ગયેલા માર્ગો પર અવરજવર પુનઃસ્થાપિત કરવાની કામગીરી દર્શાવવામાં આવી હતી. કાટમાળમાં ફસાયેલા લોકોની રોબોટ અને સર્ચ ડોગ્સથી શોધખોળ કરાઈ આ કવાયતના મહત્ત્વના તબક્કામાં કાટમાળમાં ફસાયેલા લોકોને બચાવવાની કામગીરી કરવામાં આવી હતી. આર્મી, NDRF અને SDRFની ટીમોએ કાટમાળ દૂર કરવા, કટિંગ અને લિફ્ટિંગની કામગીરી કરીને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. આ ઉપરાંત રેસ્ક્યૂ રોબોટ અને પ્રશિક્ષિત સર્ચ ડોગ્સની મદદથી કાટમાળમાં ફસાયેલા લોકોની શોધખોળ કરવામાં આવી હતી. આર્મીના હેલિકોપ્ટર દ્વારા દોરડાની મદદથી જવાનોને નીચે ઉતારવાની તેમજ ચિતા હેલિકોપ્ટર દ્વારા મકાનની છત પર ફસાયેલા લોકોને બચાવવાની કામગીરીનું પણ નિદર્શન કરાયું હતું. દરિયામાં ફસાયેલા લોકોને બચાવવા નેવી અને કોસ્ટ ગાર્ડે કામગીરી કરી ચક્રવાત દરમિયાન દરિયામાં ફસાયેલા લોકો અને માછીમારોને બચાવવાની કામગીરી પણ કવાયતનો ભાગ રહી હતી. ભારતીય નૌકાદળના ડોર્નિયર વિમાન દ્વારા દરિયામાં બચાવ માટે ડિંગી બોટ ઉતારવામાં આવી હતી. ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડની ટીમોએ દરિયામાં ફસાયેલા લોકોની શોધખોળ કરીને તેમને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરીનું નિદર્શન કર્યું હતું. કોસ્ટ ગાર્ડના ALH હેલિકોપ્ટર દ્વારા વિન્ચિંગ ઓપરેશન પણ દર્શાવવામાં આવ્યું હતું. બચાવાયેલા લોકોને ઓફશોર હોસ્પિટલ શિપમાં પહોંચાડવાની કામગીરીનું નિદર્શન કરાયું હતું. C-295 અને C-17 વિમાનથી રાહત સામગ્રી અને ભારે સાધનો પહોંચાડાયાં બચાવ કામગીરી બાદ રાહત અને પુનઃસ્થાપનના તબક્કામાં ભારતીય વાયુસેનાના C-295 અને C-17 સહિતનાં વિમાનોની ભૂમિકા દર્શાવવામાં આવી હતી. C-295 વિમાન દ્વારા આર્મીનાં વાહનો અને જવાનોને ઉતારવામાં આવ્યા હતા. આ ઉપરાંત બે સ્ટ્રેચર અને છ બેઠેલા દર્દીઓ સહિત ગંભીર હાલતના નાગરિક દર્દીઓને બહાર કાઢવાની કામગીરીનું નિદર્શન કરાયું હતું. C-17 વિમાન દ્વારા NDRFનાં ભારે સાધનો પહોંચાડવામાં આવ્યાં હતાં. બીજી તરફ આર્મીની ટીમે લોજિસ્ટિક્સ કોરિડોર મારફતે લોહી સહિતની જરૂરી સામગ્રી ફિલ્ડ હોસ્પિટલ સુધી પહોંચાડવાની કામગીરી દર્શાવી હતી. QUAD દેશોની ભાગીદારીથી આંતરરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન મળ્યું આ કવાયતમાં ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા એટલે કે QUAD દેશોના પ્રતિનિધિઓની પણ ભાગીદારી રહી હતી. કવાયત દરમિયાન QUAD HADR વર્કિંગ લેવલ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કવાયતનો ઉદ્દેશ્ય માત્ર આપત્તિ સમયે બચાવ કામગીરીની ક્ષમતા વધારવાનો જ નહીં, પરંતુ વિવિધ દેશો અને એજન્સીઓ વચ્ચે આંતરરાષ્ટ્રીય સહયોગ, સંકલન અને માનવીય સહાયની ભાવનાને વધુ મજબૂત કરવાનો પણ રહ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં સૌથી શ્રેષ્ઠ કોણ?:ઋષિ-મુનિઓના આગ્રહને વશ થઈ ભૃગુ ઋષિએ કરી કઠોર પરીક્ષા, જાણો ત્રિદેવની શું હતી પ્રતિક્રિયા
    Next Article
    'રિફન્ડ નથી જોઈતું, તમને-તમારી કંપનીને ડોનેટ કરૂ છું ભિખારી':અમદાવાદ એરપોર્ટ પર સ્પાઇસજેટની ફ્લાઇટ 10 વખત ડિલે બાદ અડધીરાત્રે કેન્સલ; મુસાફરોનો બાટલો ફાટ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment