Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં આર્મ્સ, NDPS કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો:વલસાડ SOGએ રીઢા ગુનેગારને દબોચી મોટી સફળતા મેળવી

    22 hours ago

    વલસાડ SOG ટીમે વાપીમાં આર્મ્સ એક્ટ અને NDPS (ડ્રગ્સ)ના ગંભીર ગુનામાં લાંબા સમયથી ફરાર એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે. આ રીઢો ગુનેગાર ગેરકાયદે હથિયાર અને ડ્રગ્સના નેટવર્કમાં સંડોવાયેલો હતો. વલસાડ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે પોલીસ સક્રિય બની છે. સુરત વિભાગના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ SOG ટીમે આ સફળ ઓપરેશન પાર પાડ્યું. SOGના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમારના નેતૃત્વ હેઠળ ટીમ વોન્ટેડ આરોપીઓની શોધખોળ કરી રહી હતી. તે દરમિયાન SOGના આર્મ્સ હેડ કોન્સ્ટેબલ અરશદ યુસુફને ચોક્કસ બાતમી મળી હતી કે, ડુંગરા પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલો આરોપી વલસાડ વિસ્તારમાં છુપાયેલો છે. આ બાતમીના આધારે, SOG ટીમે વડીયાવાડ નાકા પાસેથી આરોપીને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા આરોપીનું નામ વિશાલ જીપુ ગંજુ (ઉંમર 25 વર્ષ) છે, જે મજૂરીનો ધંધો કરે છે. તેનું હાલનું સરનામું રૂમ નં.106, ધીરૂભાઇની ચાલી, વડીયાવાડ નાકા, કોચરવા, તા.નાનાપોંઢા, જી.વલસાડ છે. તેનું મૂળ વતન જકાતનાકા, માનફરપાડા, સાંઇબાબા મંદિર પાછળ, તા.દહાણુ, જી.પાલઘર, મહારાષ્ટ્ર છે. 25 વર્ષીય વિશાલ ગંજુ રીઢો ગુનેગાર છે અને તેની સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેમાં વર્ષ 2021માં વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં લૂંટ/ચોરીનો ગુનો (IPC કલમ 379(એ)(1)(3) અને 114), વર્ષ 2024માં વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ગેરકાયદે હથિયાર રાખવાનો ગુનો (આર્મ્સ એક્ટ કલમ 25(1)બી(એ), 29 તથા જી.પી.એક્ટ કલમ 135(1)) અને વર્ષ 2026માં નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ (ડ્રગ્સ કેસ) અંતર્ગત ગુનો સામેલ છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં બુટલેગર સામે પાસા હેઠળ કાર્યવાહી:LCB એ આરોપીને સુરતની લાજપોર જેલમાં મોકલ્યો
    Next Article
    સોમનાથ કિનારે અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો:પોલીસ તપાસ શરૂ, પોસ્ટમોર્ટમથી ઓળખ અને મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment