Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોશીનાથી NDPS ગુનાનો 9 મહિનાથી ફરાર આરોપી ઝડપાયો:કાલંદ ત્રણ રસ્તા પરથી દાંતા પોલીસે પકડ્યો

    9 hours ago

    સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના કાલંદ ત્રણ રસ્તા નજીકથી પોલીસે NDPS ગુનામાં નવ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને દાંતા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે કાલંદ ત્રણ રસ્તા પાસે નાકાબંધી કરવામાં આવી હતી. આ દરમિયાન એક્ટિવા પર પસાર થઈ રહેલા પોશીના તાલુકાના પાલિયાબિયા ગામના મશરૂભાઈ ચુનાભાઈ ગમારને રોકીને પકડવામાં આવ્યો હતો. તે બનાસકાંઠા જિલ્લાના દાંતા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS ગુનામાં છેલ્લા નવ મહિનાથી વોન્ટેડ હતો. પોશીના પોલીસ સ્ટેશનના PI ડી.એન. સાધુએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કોમ્બિંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. સર્વેલન્સ PSI અને સર્વેલન્સ સ્ટાફ પોશીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. લોકરક્ષક દીપકકુમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં CM, ભાજપ પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માની રેલી:રામોલમાં BJPનો ખેસ ફેંકી મત નહીં આપવા લોકોનો નિર્ણય, પ્રચારના છેલ્લા દિવસે એડીચોટીનું જોર
    Next Article
    Unsafe Oil, Aata Worth Rs 64 Lakh Busted In Hyderabad Raids, 38 Arrested In 4 Months

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment