Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં મોબાઇલ સ્નેચિંગના વધુ બે આરોપી ઝડપાયા:NDPSના ગુનામાં એક મહિનાથી ફરાર આરોપી પણ પકડાયો; પોલીસે બાઈક અને 6 ફોન સહિત રૂ.97 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

    1 day ago

    ભરૂચ એ ડિવિઝન પોલીસે બે અલગ કાર્યવાહીમાં મોબાઇલ સ્નેચિંગના વધુ બે આરોપી અને NDPSના ગુનામાં એક મહિનાથી ફરાર આરોપીને પકડ્યો છે. મોબાઇલ સ્નેચિંગના કેસમાં પોલીસે બાઈક અને 6 મોબાઇલ ફોન સહિત રૂ.97 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, 25 ઓક્ટોબર, 2026ના રોજ શ્રવણ ચોકડી પાસે ક્રોમા શોરૂમ નજીકથી પસાર થતા રાહદારીનો બાઈક પર આવેલા શખસે મોબાઇલ ઝૂંટવી લીધો હતો. ફરિયાદ નોંધાયા બાદ એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી હતી. આ કેસમાં અગાઉ યામીન અલ્તાફ પટેલની ધરપકડ થઈ હતી. પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. માંગરોલિયાના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમોએ અન્ય આરોપીઓની શોધખોળ કરી હતી. પોલીસે કેન્દ્ર સરકારના ટેલિકોમ મંત્રાલયના CEIR પોર્ટલ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આદિલ જેસુફ સગીર અને અબ્દુલ્લા ઉર્ફે તાહીર આસીફઅલી અંસારીને પકડ્યા હતા. પોલીસે તેમની પાસેથી ગુનામાં વપરાયેલી બાઈક, અલગ-અલગ કંપનીના 6 મોબાઇલ ફોન અને અન્ય મુદ્દામાલ સહિત રૂ.97 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે આદિલ જેસુફ સગીર સામે ભરૂચ તાલુકા પોલીસ મથકે મારામારી અને ધાકધમકી સહિતના ત્રણ ગુના નોંધાયેલા છે. બીજી કાર્યવાહીમાં એ ડિવિઝન પોલીસે NDPS એક્ટ-1985ના ગુનામાં એક મહિનાથી ફરાર આરોપી મોહસીન ઈકબાલ લાકડાવાલાને પકડ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. માંગરોલિયાની સૂચનાથી સર્વેલન્સ ટીમે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ભરૂચના મોહમ્મદપુરા વિસ્તારમાં આવેલા લાલવાડીમાંથી તેને પકડ્યો હતો. મોહસીન ઈકબાલ લાકડાવાલા સામે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ મથકે NDPS એક્ટની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. તે આ કેસમાં એક મહિનાથી વોન્ટેડ હતો. એ ડિવિઝન પોલીસે તેને આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસને સોંપ્યો છે.
    Click here to Read More
    Previous Article
    पेट में थीं आलिया भट्ट, दिनभर में 100 सिगरेट पी गई थीं सोनी राजदान, सालों बाद किया चौंकाने वाला खुलासा
    Next Article
    ભૂતિયા ડિમોલિશન બાદ સુરતમાં 'ભૂતિયા અધિકારી'?:'ઓન ડ્યુટી SMC' લખેલી બાઈક સાથે હપ્તા ઉઘરાવનારનો બીજા દિવસ પણ પત્તો નહિ; ઉચ્ચ અધિકારીઓ-પોલીસ ગોથે ચડ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment