Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NDPS કેસમાં બે આરોપીઓને 20 વર્ષની સજા:બનાસકાંઠાની પાલનપુર કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો; રીક્ષામાં હેરોઈનની હેરાફેરી કરતા ઝડપાયા હતા

    8 hours ago

    બનાસકાંઠામાં NDPS કેસમાં પાલનપુર કોર્ટે બે આરોપીઓને 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, તેમને પ્રત્યેકને 2-2 લાખ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો છે. પરેશ ભરત ઠાકોર અને મનોજગર મુકનગર ગૌસ્વામીને 256.890 ગ્રામ હેરોઈનની હેરાફેરીના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ આરોપીઓને 16 ઓગસ્ટ, 2024ના રોજ ધાનેરા હાઈવે ત્રણ રસ્તા પાસે SOG પોલીસે વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડ્યા હતા. તેઓ એક રીક્ષામાં હેરોઈનની હેરાફેરી કરી રહ્યા હતા, જે શંકાસ્પદ જણાતા પોલીસે તેમને રોક્યા હતા. તપાસ દરમિયાન, તેમની પાસેથી 12 લાખ 84 હજાર 450 રૂપિયાની કિંમતનો હેરોઈન માદક પદાર્થ મળી આવ્યો હતો. SOG PI એમ. એન. ચૌધરીએ આ મામલે કાર્યવાહી કરી હતી અને ચાર્જશીટ દાખલ કરી હતી. કેસની સુનાવણી એડિશનલ સેશન જજ ડી. એસ. શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી હતી. સરકારી વકીલ ડી. કે. પુરોહિતે લગભગ 70 જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. આ કેસમાં અન્ય આરોપીઓ અનિકેત ઠાકોર, પ્રવીણ ઠાકોર અને ભરત અર્જણજી ઠાકોરને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. કોર્ટે રીક્ષા ચાલક પરેશકુમાર ઠાકોર (વાડી રોડ, ડીસા) અને મનોજકુમાર મુકુંદગીરી ગોસ્વામી (સિંધી કોલોની, ડીસા) ને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને 2 લાખ રૂપિયા દંડનો હુકમ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 821 મુખ્ય શિક્ષકોને આધુનિક શિક્ષણ તાલીમ અપાઈ:સાયન્સ સેન્ટર અને DIET દ્વારા ત્રણ દિવસીય આયોજન
    Next Article
    इथेनॉल मिेले पेट्रोल के विरोध का सच क्या है? कार कंपनियाँ आकर क्यों नहीं बता रही हैं?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment