Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 821 મુખ્ય શિક્ષકોને આધુનિક શિક્ષણ તાલીમ અપાઈ:સાયન્સ સેન્ટર અને DIET દ્વારા ત્રણ દિવસીય આયોજન

    9 hours ago

    ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજિયોનલ સાયન્સ સેન્ટર-પાટણ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET)-પાટણના સંયુક્ત ઉપક્રમે તા. 1 થી 3 જુલાઈ, 2026 દરમિયાન પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષકો માટે ત્રણ દિવસીય વ્યાવસાયિક સજ્જતા તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં પાટણ જિલ્લાના ૯ તાલુકાઓમાંથી કુલ 821 પ્રાથમિક મુખ્ય શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમના પ્રારંભે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના આચાર્ય ડૉ. પિંકીબેન રાવલ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયરમભાઈ જોશી તથા સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ ઉપસ્થિત રહી તાલીમાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. તાલીમનો મુખ્ય હેતુ મુખ્ય શિક્ષકોને વર્તમાન શિક્ષણ પ્રવાહો, નવીન શૈક્ષણિક અભિગમો અને શાળાકીય અમલીકરણ માટે સજ્જ કરવાનો હતો. આ તાલીમ દરમિયાન વિવિધ વિષયો પર નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના અધ્યાપક ડૉ. દશરથ આર. ઓઝા દ્વારા પરખ (PARAKH)-2024 અને બ્રિજ કોર્સ, સાયન્સ સેન્ટર, પાટણના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રી દ્વારા સ્ટેમ (STEM) આધારિત શિક્ષણ, સીઆરસી કો-ઓર્ડિનેટર ડૉ. પ્રજ્ઞેશભાઈ વ્યાસ દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, આચાર્ય રામશીભાઈ ચૌધરી (પ્રાથમિક શાળા, રોડા) દ્વારા SIC (Science Innovation Council) તેમજ પૂજાબેન રાવલ દ્વારા સંબંધિત શૈક્ષણિક વિષય પર વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. ત્રણ દિવસ દરમિયાન શિક્ષકોને માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન જ નહીં, પરંતુ STEM આધારિત પ્રવૃત્તિઓ, નવીન શિક્ષણ પદ્ધતિઓ, વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાના ઉપાયો તથા ગુણવત્તાયુક્ત શિક્ષણ માટેના વ્યવહારુ અભિગમ અંગે પણ વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, આ તાલીમ શિક્ષકોને આધુનિક શિક્ષણ પદ્ધતિઓથી સજ્જ બનાવવાની સાથે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક વિચારસરણી, સર્જનાત્મકતા અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ATSએ જૈશ એ મોહમ્મદના 8 આતંકીઓને દબોચી લીધા, વાંચમાં ગેસ એજન્સીના કર્મચારી પણ જીવલેણ હુમલો
    Next Article
    NDPS કેસમાં બે આરોપીઓને 20 વર્ષની સજા:બનાસકાંઠાની પાલનપુર કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો; રીક્ષામાં હેરોઈનની હેરાફેરી કરતા ઝડપાયા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment