Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી-NCRમાં વરસાદ, રસ્તા પર વાહનો ફસાયા, જામ લાગ્યો:બિહારના બગાહામાં 300 ઘર ડૂબી ગયા; આગ્રામાં રસ્તો ધસી પડતાં 20 ફૂટ ઊંડો ખાડો

    2 days ago

    રાજધાની દિલ્હીમાં શુક્રવારે ભારે વરસાદ થયો. દિલ્હી-ગુરુગ્રામને જોડતા હાઈવે સહિત અનેક મુખ્ય રસ્તાઓ પર ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયું. જેના કારણે વાહનો રસ્તામાં ફસાઈ ગયા. ઘણા વિસ્તારોમાં લાંબો ટ્રાફિક જામ સર્જાયો. હવામાન વિભાગ (IMD) એ શનિવારે પણ દિલ્હી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં દિલ્હીમાં અત્યાર સુધીમાં 127 મિમી વરસાદ નોંધાયો છે, જે 2011 પછીનો સૌથી વધુ વરસાદ છે. યુપીમાં 25 દિવસથી ચાલુ ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. કાશીમાં ગંગાનું જળસ્તર વધવાથી ઘાટ ડૂબી ગયા છે અને 84 ઘાટોનો સંપર્ક તૂટી ગયો છે. 50-60 નાના મંદિરોમાં પણ પાણી ઘૂસી ગયું છે. આગ્રામાં રસ્તો ધસી પડતાં 20 ફૂટ ઊંડો ખાડો પડી ગયો. ફર્રુખાબાદમાં ધોવાણને કારણે બે દિવસમાં 8 ઘર નદીમાં સમાઈ ગયા અને 10 થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો. બલિયામાં સરયૂ નદીમાં 27 ઘર સમાઈ ગયા છે. બિજનૌરમાં 10 દિવસથી ગંગાનું પાણી બહસુમા-ઠાકુરદ્વારા સ્ટેટ હાઈવે ઉપરથી વહી રહ્યું છે. નેપાળમાં થઈ રહેલા વરસાદને કારણે બિહારના મુઝફ્ફરપુરમાં બાગમતી નદી બે કાંઠે વહી રહી છે. બગાહામાં ગંડક નદીનું પાણી 300 ઘરોમાં ઘૂસી ગયું છે. લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં શુક્રવારે પણ રાજ્યના ઘણા ભાગોમાં ધોધમાર વરસાદ થયો. જેના કારણે બિયાસ નદીનું જળસ્તર ઝડપથી વધી રહ્યું છે. ચંદીગઢ-મનાલી, મંડી-પઠાણકોટ હાઈવે સહિત 162 રસ્તાઓ બંધ થઈ ગયા છે. સેટેલાઇટ મેપમાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દિલ્હીમાં વરસાદ-ટ્રાફિકની 2 તસવીરો… દેશભરમાંથી હવામાનની તસવીરો
    Click here to Read More
    Previous Article
    દીપકે કહ્યું- પીએમ સ્વતંત્રતા દિવસ પર યુવાનોને સંબોધિત કરે:સરકાર જણાવે શિક્ષણ-બેરોજગારી પર શું પગલાં લીધાં; લોકોને પિટિશન સાઇન કરવા કહ્યું
    Next Article
    દુકાનદાર ગાઢ નિંદ્રામાં ને સાવ પાસેથી સિંહો નીકળ્યા, CCTV:સોનાપુરી સ્મશાન ચોક નજીક 4 સિંહના બિન્દાસ આંટાફેરા, અશોક શિલાલેખની દીવાલ પર ચડી મોજમસ્તી કરી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment