Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુકાનદાર ગાઢ નિંદ્રામાં ને સાવ પાસેથી સિંહો નીકળ્યા, CCTV:સોનાપુરી સ્મશાન ચોક નજીક 4 સિંહના બિન્દાસ આંટાફેરા, અશોક શિલાલેખની દીવાલ પર ચડી મોજમસ્તી કરી

    2 दिन पहले

    જૂનાગઢના ગીરનાર જંગલ વિસ્તારમાં 54થી વધુ સિંહોનો કાયમી વસવાટ હોવાથી ખોરાકની શોધમાં અવારનવાર રેવન્યુ તેમજ રહેણાંક વિસ્તારો તરફ આવી ચડતા હોય છે. દરમિયાન અશોક શિલાલેખ નજીક આવેલા સોનાપુરી સ્મશાન ચોકમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં રાત્રિના સમયે ચાર સિંહો બિન્દાસ રીતે લટાર મારતા નજરે પડ્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. દુકાનદાર બહાર સૂતેલો હતો ને રોડ પર સિંહોની અવરજવર વાઇરલ સીસીટીવી ફૂટેજમાં રાત્રિના અંદાજે 1:30 વાગ્યાના સુમારે સોનાપુરી વિસ્તારમાં આવેલી એક દુકાનની બહાર દુકાનદાર ભરઊંઘમાં સૂતેલો જોવા મળે છે. આ જ સમયે તેમની સાવ નજીકથી ચાર સિંહો કોઈ પણ ડર વગર શાંતિથી પસાર થાય છે. દુકાનદાર ગાઢ નિંદ્રામાં હોવાથી તેમને આ અંગે સહેજ પણ જાણ થઈ નહોતી. રાત્રિના આ સમયે રસ્તા પરથી વાહનચાલકોની અવરજવર પણ વીડિયોમાં જોવા મળી રહી છે. અશોક શિલાલેખની દીવાલ પર ચડી સિંહોએ મોજમસ્તી કરી સોનાપુરી સ્મશાન નજીક આંટાફેરા માર્યા બાદ આ ચારેય સિંહો અશોક શિલાલેખ નજીક પહોંચ્યા હતા અને ત્યાં આવેલી દીવાલ પર ચડીને મોજમસ્તી કરતા કેમેરામાં કેદ થયા હતા. અશોક શિલાલેખ અને સોનાપુરી ચોક જેવા વિસ્તારમાં સિંહો આવ્યાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. વન વિભાગના સ્ટાફે સમયસૂચકતા દાખવીને ચારેય સિંહોને સુરક્ષિત રીતે જંગલ તરફ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી-NCRમાં વરસાદ, રસ્તા પર વાહનો ફસાયા, જામ લાગ્યો:બિહારના બગાહામાં 300 ઘર ડૂબી ગયા; આગ્રામાં રસ્તો ધસી પડતાં 20 ફૂટ ઊંડો ખાડો
    Next Article
    Possibility of adding a new chapter in history | ઇતિહાસમાં નવું અધ્યાય ઉમેરાવાની શક્યતા | Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment