Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં NCC યુનિટ દ્વારા ત્રિ-દિવસીય યોગ શિબિર:NGES કોલેજોના કેડેટ્સ અને અધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો

    23 hours ago

    નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES), પાટણ સંચાલિત શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ, શેઠ એમ. એન. સાયન્સ કોલેજ અને ટી. એસ. આર. કોમર્સ કોલેજના NCC યુનિટ અને 7 BN. Guj. NCC, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ત્રિ-દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર 18, 19 અને 20 જૂન 2026 દરમિયાન કોલેજ કેમ્પસ ખાતે યોજાઈ હતી. આ યોગ શિબિર દરરોજ વહેલી સવારે 06:00 થી 08:00વાગ્યા દરમિયાન યોજાઈ હતી. ત્રણેય કોલેજના NCC કેડેટ્સ અને વિદ્યાર્થીઓ સહિત કુલ 74 જેટલા લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શિબિરના અંતિમ દિવસે, NSS ના સ્વયંસેવકો ઉપરાંત આશરે 30 જેટલા અધ્યાપકગણે પણ યોગાભ્યાસ કર્યો હતો. શિબિરમાં મુખ્ય યોગ ટ્રેનર તરીકે NCC ના ભૂતપૂર્વ વિદ્યાર્થી ઠાકોર રસિકજી અને તેમના સહયોગીઓએ સેવાઓ આપી હતી. તેઓએ કેડેટ્સ અને અધ્યાપકોને વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિઓનું સચોટ માર્ગદર્શન અને પ્રશિક્ષણ પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત, તેમણે સ્વાસ્થ્ય માટે યોગના મહત્વ વિશે પણ સમજાવ્યું હતું. આ સફળ આયોજન માટે NGES કેમ્પસના સી.ડી.ઓ. ડો. જે. યુ. ધ્રુવે પ્રેરણા પૂરી પાડી પ્રોત્સાહિત કર્યા હતા. શેઠ એમ. એન. સાયન્સ કોલેજના એ.એન.ઓ. મેજર ડો. એલ. એસ. ભુતડીયા, ટી.એસ.આર. કોમર્સ કોલેજના એ.એન.ઓ. લેફ્ટેનન્ટ ડો. જી. વાય. રામી અને શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટ્સ કોલેજના સી.ટી.ઓ. ડો. પી. ડી. રાવ દ્વારા સમગ્ર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરના સમાપન પ્રસંગે, સંસ્થાના હોદ્દેદારો અને આચાર્યશ્રીઓએ તમામ આયોજકો, યોગ ટ્રેનર્સ અને ઉત્સાહભેર ભાગ લેનાર NCC કેડેટ્સ તેમજ અધ્યાપકોને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ટ્રક પુલ પરથી 30 ફૂટ નીચે ખાબક્યો, ચાલક જીવતો ભૂંજાયો:આગની લપેટમાં આવી જતાં માત્ર અવશેષો જ હાથ લાગ્યા, પોટલામાં ભરી પોસ્ટમોર્ટ માટે ખસેડાયા
    Next Article
    El Nino Alert in Gujarat | રાજયમાં અલનીનોની સંભવિત અસરને લઈ સરકાર એલર્ટ | Government | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment