Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં NCC ‘A’ સર્ટિફિકેટ પરીક્ષા યોજાઈ:શેઠ એમ.એન. હાઈસ્કૂલ ખાતે 111 કેડેટ્સ સહભાગી

    5 days ago

    પાટણની શેઠ એમ.એન. હાઈસ્કૂલ ખાતે સેવન ગુજરાત બટાલિયન એનસીસી મહેસાણા દ્વારા એનસીસી ‘A’ સર્ટિફિકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં શેઠ એમ.એન. હાઈસ્કૂલ, સાર્વજનિક હાઈસ્કૂલ અને સરસ્વતી શિશુ મંદિર સહિતની ચાર શાળાઓના કુલ 111 કેડેટ્સે ભાગ લીધો હતો. એનસીસી ગ્રુપ હેડક્વાર્ટર દ્વારા લેવાતી આ પરીક્ષાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના, એકતા અને અનુશાસનના ગુણો કેળવવાનો છે. કેડેટ્સે બે વર્ષના તાલીમ સમયગાળા અને કેમ્પ દરમિયાન પ્રાપ્ત કરેલા સૈન્ય તેમજ નૈતિક શિક્ષણના આધારે તેમનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પરીક્ષાના સંચાલન માટે ચાર વિવિધ શાળાઓના એનસીસી અધિકારીઓ (ANO) ઉપસ્થિત રહ્યા હતા. જેમાં વી.પી. ઠાકોર, શૈલેષભાઈ પ્રજાપતિ, રઘુવીરસિંહ અને દીક્ષિતભાઈ પ્રજાપતિનો સમાવેશ થાય છે. સેવન ગુજરાત બટાલિયન એનસીસી મહેસાણા તરફથી 2 પીઆઈ સ્ટાફના સભ્યો પણ પરીક્ષાના સુચારુ આયોજન અને નિરીક્ષણ માટે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર પ્રક્રિયા કેડેટ્સમાં શિસ્ત અને દેશપ્રેમની ભાવના સુદ્રઢ કરવાના હેતુથી પૂર્ણ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં પેટ્રોલ પંપને મળતા પેટ્રોલ-ડીઝલના જથ્થામાં 50 ટકાનો કાપ:બલ્ક સપ્લાય બંધ કરવામાં આવી, રાજકોટમાં IOCના 7 પંપ બંધ
    Next Article
    Gujarat War Impact LIVE | Petrol અને Diesel નું વેચાણ રાજકોટમાં કેમ થયું બંધ? | Rajkot | Ahmedabad

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment