Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પેટ્રોલ પંપને મળતા પેટ્રોલ-ડીઝલના જથ્થામાં 50 ટકાનો કાપ:બલ્ક સપ્લાય બંધ કરવામાં આવી, રાજકોટમાં IOCના 7 પંપ બંધ

    5 days ago

    ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચેં ચાલી રહેલા યુદ્ધના કારણે ક્રુડ સપ્લાયને માઠી અસર પડી છે.ત્યારે હવે ગુજરાતના પેટ્રોલ પંપ પર પણ તેની અસર દેખાવા લાગી છે. પેટ્રોલિયમ કંપની તરફથી પેટ્રોલ પંપને સપ્લાય થતા પેટ્રોલ-ડીઝલના જથ્થામાં 50 ટકાનો કાપ મૂકી દેવામાં આવ્યો છે. એટલે કે, જે પેટ્રોલ પંપ પર દરરોજની 4 ગાડી માલ આવતો હતો ત્યાં હવે બે જ આવે છે. સાથે સાથે પેટ્રોલ પંપ દ્વારા જે કન્ઝ્યુમરને બલ્ક સપ્લાય કરવામાં આવતી હતી તે પણ બંધ કરી દેવામાં આવી છે. જેના કારણે જે ઉદ્યોગો બલ્કમાં માલ ખરીદતા હતા તેના કામકાજ પર અસર થવાની સ્થિતિ છે. તો બીજી તરફ રાજકોટમાં પણ IOCના પંપને મળતી સપ્લાય ખોરવાતા ડીલર દ્વારા કંપનીને રજૂઆત કરવામાં આવી છે. જો કે, એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજકોટમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. જે સપ્લાય ખોરવાઈ છે તે રજાના કારણે ખોરવાઈ છે. જે આઠ દિવસમાં સામાન્ય થઈ જશે. પેટ્રોલ સપ્લાયમાં 50% કાપ અને અછતની સ્થિતિ સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત વર્તાઈ રહી છે. ઓઈલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં અચાનક ઘટાડો કરવામાં આવ્યો છે. અગાઉ જે પેટ્રોલ પંપ પર દિવસની ત્રણ ગાડીઓ માલ ભરાતો હતો, ત્યાં હવે માત્ર એક કે દોઢ ગાડી જ માલ આપવામાં આવી રહ્યો છે. આ ઘટાડાને કારણે પંપ સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. બલ્ક કન્ઝ્યુમર્સનો પેટ્રોલ પંપ તરફ ધસારો ઇન્ડસ્ટ્રીયલ કન્ઝ્યુમર્સ પહેલા સીધો કંપની પાસેથી માલ ખરીદતા હતા, પરંતુ ભાવમાં અચાનક 12 રૂપિયાનો તોતિંગ વધારો થતાં સમીકરણો બદલાયા છે. હવે આ કન્ઝ્યુમર્સ ડાયરેક્ટ કંપનીને બદલે પેટ્રોલ પંપ પરથી માલ લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ ફેરફારને કારણે સામાન્ય જનતા માટેના રિટેલ સ્ટોક પર પણ ભારે દબાણ વધી રહ્યું હોવાનું જણાય છે. બલ્ક સપ્લાય પર પ્રતિબંધ અને ઉદ્યોગો પર અસર સુરત એન્ડ તાપી ડિસ્ટ્રિક્ટ પેટ્રોલિયમ એસોસિએશનના જોઇન્ટ સેક્રેટરી અનિલ દેસાઈના જણાવ્યા મુજબ, કંપનીઓએ એક્સ્ટ્રા કસ્ટમરને માલ આપવાની ના પાડી છે. ઇન્ડસ્ટ્રીમાં જે 2000 થી 5000 લીટર બલ્ક માલ જતો હતો, તેના પર રોક લગાવાઈ છે. આ માલ હવે 20 જેટલી નાની ગાડીઓને વહેંચીને આપવામાં આવશે, જેની સીધી માઠી અસર સ્થાનિક ઉદ્યોગો પર પડશે. 1992 જેવી ક્વોટા સિસ્ટમ લાગુ થવાની ભીતિ વર્તમાન પરિસ્થિતિ જોતા પેટ્રોલ પંપ સંચાલકોમાં ફાળ ફેલાઈ છે કે આગામી દિવસોમાં 1992ના યુદ્ધ સમય જેવી ક્વોટા સિસ્ટમ ફરી લાગુ થઈ શકે છે. જો સપ્લાયમાં સુધારો નહીં થાય તો વાહનચાલકોને મર્યાદિત જથ્થામાં જ ઇંધણ આપવાની ફરજ પડી શકે તેમ છે. ઇંધણની આ ખેંચને લીધે ટ્રાન્સપોર્ટ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઓઈલ કંપનીઓના કામકાજના સમયમાં ફેરફાર સપ્લાય પર નિયંત્રણ રાખવા માટે ઓઈલ કંપનીઓએ તેમના ડેપોના સમયમાં પણ ફેરફાર કર્યો છે. અગાઉ ગાડીઓ વહેલી સવારે 7 વાગ્યે ભરાવવાની શરૂ થઈ જતી હતી, જે હવે સવારે 8 વાગ્યા પછી જ ભરાય છે. કંપનીઓએ કામકાજનો સમય મર્યાદિત કરી દીધો છે જેથી સ્ટોક જળવાઈ રહે અને કોઈને સત્તાવાર રીતે ના પાડવી ન પડે. યુદ્ધની સ્થિતિ અને ઇંધણ બજારનું ભવિષ્ય વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે ક્રૂડ ઓઈલના પુરવઠા સાંકળ પર અસર પડી રહી છે. સુરત જેવા મોટા ઔદ્યોગિક શહેરમાં જો 50% સપ્લાય કાપ લાંબો સમય ચાલશે, તો તેની અસર ચીજવસ્તુઓના ભાવ વધારા પર પણ પડી શકે છે. હાલમાં એસોસિએશન પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને કલેક્ટરના આદેશની રાહ જોઈ રહ્યું છે. રાજકોટમાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી- ધીમંત ઘેલાણી ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ-ડીઝલ ડીલર એસોસિએશનના સેક્રેટરી ધીમંત ઘેલાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના હાલ 7 પંપ બંધ છે. બે દિવસ રજા હોવાના કારણે સપ્લાય ચેઈનને અસર પડી છે. બાકી પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી. અમારા દ્વારા એસોસિએશન દ્વારા ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે. તેમણે જણાવ્યુ હતુ કે, IOC દ્વારા ઘણા બધા ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં એક સાથે એક ડીલર 20000 લિટર પેટ્રોલ કે ડીઝલનો જથ્થો ન ઉપાડી શકે તો બે ડીલર જથ્થો ઉપાડી શકશે. જોકે સપ્લાય મળતી રહેશે જેથી કોઈને પણ તકલીફ પડવા નહીં દે તેવી ખાતરી આપવામાં આવી છે. અગાઉ જેબ બ્લોકેજ હતા તે દૂર કરવામાં આવ્યા છે હવે કોઈ બ્લોકેજ નથી. ડીલરો પોતાની જરૂરિયાત પ્રમાણે માલ મંગાવી શકશે. જે કંઈ પણ પ્રોબ્લેમ થયો છે તે રજાને કારણે થયું છે અને આગામી આઠ દિવસમાં તે ક્લિયર થઈ જશે. આ સાથે જ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરું પાડવામાં 57% નો હિસ્સો IOCનો છે. રાજકોટ શહેરમાં IOC ના 7 જેટલા પેટ્રોલ પંપ બંધ છે જ્યારે અન્ય શહેરમાં 2 જેટલા પેટ્રોલ પંપ બંધ છે. પેટ્રોલમાં હાલ કોઈ તકલીફ નથી ડીઝલની વાત કરવામાં આવે તો નાયરા ના વધારે પેટ્રોલ પંપ બંધ છે અને રિલાયન્સના પણ અમુક પંપ બંધ છે. જે લોકો ડાયરેક્ટ કંપની પાસેથી જથ્થો લેતા હતા તેમાં રૂ.22 નો વધારો કરવામાં આવેલો છે જેનો લોર્ડ રિટેલ આઉટલેટ પર પડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    લોકસભામાં PM મોદી બપોરે 2 વાગ્યે સંબોધન કરશે:મિડલ ઈસ્ટની પરિસ્થિતિ વિશે વાત કરશે: ગઈકાલે કહ્યું હતું- દેશમાં કાળાબજારી ચલાવી દેવામાં આવશે નહીં
    Next Article
    પાટણમાં NCC ‘A’ સર્ટિફિકેટ પરીક્ષા યોજાઈ:શેઠ એમ.એન. હાઈસ્કૂલ ખાતે 111 કેડેટ્સ સહભાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment