Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપીમાં NCB દ્વારા સેમિનાર:ડ્રગ્સ ઉત્પાદનમાં વપરાતા કેમિકલ્સનું ડાયવર્ઝન રોકવા 'સ્વૈચ્છિક આચારસંહિતા' જાહેર

    4 days ago

    વાપીમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના અમદાવાદ ઝોનલ યુનિટ અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન (VIA) દ્વારા સંયુક્ત રીતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ડ્રગ્સના ગેરકાયદે ઉત્પાદનમાં વપરાતા પૂર્વવર્તી રસાયણો (Precursor Chemicals) અને નિયમનકારી પદાર્થોના ડાયવર્ઝનને રોકવા માટે 'સ્વૈચ્છિક આચારસંહિતા' જાહેર કરવામાં આવી હતી. આ પહેલ 'નશા મુક્ત ભારત' રાષ્ટ્રીય સંકલ્પનો એક ભાગ છે. આ સેમિનાર NCBના ડાયરેક્ટર જનરલ અનુરાગ ગર્ગના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ચાલી રહેલા આઉટરીચ પ્રોગ્રામનો એક ભાગ હતો. NCBના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ મનીષ કુમાર (IRS) એ કેમિકલ ઉદ્યોગ માટે આ સ્વૈચ્છિક આચારસંહિતા રજૂ કરી હતી. મનીષ કુમારે ભારપૂર્વક જણાવ્યું હતું કે, સિન્થેટિક ડ્રગ્સના વધતા દૂષણને રોકવા માટે માત્ર કાયદાકીય કડકાઈ કે તપાસ એજન્સીઓની કાર્યવાહી પૂરતી નથી. તેમણે કેમિકલ ઉદ્યોગ અને વહીવટી તંત્ર વચ્ચે મજબૂત પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપની અનિવાર્યતા પર ભાર મૂક્યો હતો. NCBના અધિકારીઓએ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપી હતી કે ડ્રગ માફિયાઓ કાયદાની પકડથી બચવા માટે સતત નવા રસાયણો અને વૈકલ્પિક પદાર્થોનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કેમિકલ ઉત્પાદકો, નિકાસકારો, ટ્રાન્સપોર્ટર્સ અને વેપારીઓને શંકાસ્પદ પ્રવૃત્તિઓ, અસામાન્ય ઓર્ડર અથવા અંતિમ ઉપયોગ (End-use) છુપાવવાના પ્રયાસોને ઓળખવા જણાવ્યું હતું. ઉદ્યોગોને આચારસંહિતા અપનાવીને ગ્રાહક વેરિફિકેશન અને ઇન્ટરનલ ઓડિટ સિસ્ટમ મજબૂત કરવા તેમજ શંકાસ્પદ લેવડદેવડની માહિતી તુરંત NCB સાથે શેર કરવા વિનંતી કરવામાં આવી હતી. આ સેમિનારમાં NCBના એડિશનલ ડાયરેક્ટર પાટીલ કેતન બલિરામ, VIAના પ્રમુખ સતીષ પટેલ, ટ્રેઝરર રાજુ શાહ, જોઈન્ટ સેક્રેટરી ચંદ્રેશ મારુ અને અવીક ફાર્માસ્યુટિકલના પ્રમુખ ડૉ. છેડા અભયકુમાર સહિત અગ્રણી કેમિકલ અને ફાર્મા ઉદ્યોગોના 200થી વધુ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્યોગજગતના આગેવાનોએ આ પહેલને આવકારી હતી અને કેમિકલ સપ્લાય ચેનને સુરક્ષિત રાખવી એ તેમની સામાજિક જવાબદારી હોવાનું સ્વીકાર્યું હતું. સેમિનારમાં પ્રશ્નોત્તરી સેશન પણ યોજાયું હતું, જેમાં કાયદાકીય અને વ્યવહારિક મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    'વિકસિત ગુજરાત @2047' હવે વિઝન નહીં, અમલીકરણનો રોડમેપ:26 વિભાગો માટે 900 સ્ટેપ્સ, પ્રગતિ પર રહેશે ડિજિટલ મોનિટરિંગ
    Next Article
    Eetha title row: Actor claims makers didn’t use Vithabai’s real name to ‘protect themselves’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment