Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'વિકસિત ગુજરાત @2047' હવે વિઝન નહીં, અમલીકરણનો રોડમેપ:26 વિભાગો માટે 900 સ્ટેપ્સ, પ્રગતિ પર રહેશે ડિજિટલ મોનિટરિંગ

    4 days ago

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ ના વ્યુહાત્મક વિઝનને સાકાર કરવા માટે ગુજરાત સરકારે એક ઐતિહાસિક અને નિર્ણાયક કદમ ઉઠાવ્યું છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત રાજ્ય ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મેશન (GRIT) અને સામાન્ય વહીવટ વિભાગના આયોજન પ્રભાગ દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયેલા ‘વિકસિત ગુજરાત @2047 ઈમ્પ્લિમેન્ટેશન રોડમેપ’નું ગૌરવપૂર્ણ અનાવરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, આ રોડમેપ માત્ર કાગળ પરના લક્ષ્યાંકો નથી, પરંતુ કયું કામ, કોણ કરશે અને કેટલા સમયમાં પૂરું કરશે તેની સચોટ જવાબદારી નક્કી કરતી અમલીકરણની જીવંત બ્લૂપ્રિન્ટ છે. નાગરિકોનું જીવનધોરણ સુધારવા માઇક્રો પ્લાનિંગ મુખ્યમંત્રીએ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સરકારનું અંતિમ લક્ષ્ય રાજ્યના નાગરિકોને વધુ સારી આજીવિકા, મજબૂત માળખાગત સુવિધાઓ અને સર્વસમાવેશી વિકાસ આપવાનું છે. તંત્ર દ્વારા 'અર્નિંગ વેલ, લિવિંગ વેલ' ના કન્સેપ્ટ હેઠળ ઝીણવટભર્યું માઇક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. તમામ સરકારી વિભાગો અને અધિકારીઓને કડક શબ્દોમાં તાકીદ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, "હવે વહીવટમાં 'ચાલશે' જેવી શિથિલ માનસિકતા બિલકુલ નહીં ચલાવી લેવાય. કામગીરી 100 ટકા ગુણવત્તાયુક્ત હોવી જોઈએ અને ક્વોલિટી બાબતે કોઈપણ પ્રકારનું કોમ્પ્રોમાઇઝ સરકારે સ્વીકાર્ય નથી." બજેટની કોઈ અછત નથી, હવે સક્રિય મોનિટરિંગ જરૂરી: મુખ્ય સચિવ રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસે અધિકારીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે ગુજરાત સરકાર પાસે સંસાધનો અને બજેટની કોઈ કમી નથી. હવે માત્ર સાચી નિષ્ઠા, મજબૂત મોનિટરિંગ અને સમયસર સમીક્ષાની જરૂર છે. તેમણે ખાતરી આપી હતી કે નીતિ વિષયક ફેરફારો કે નવા નિર્ણયો માટે સરકાર તમામ વિભાગોને સંપૂર્ણ સહયોગ આપશે. હેલ્થ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગાર, પોર્ટ અને ટ્રાન્સપોર્ટ જેવા ચાવીરૂપ ક્ષેત્રોમાં હવે KPI (Key Performance Indicator) આધારિત મૂલ્યાંકનને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાશે. શું છે આ અમલીકરણ રોડમેપના મુખ્ય આંકડા અને લક્ષ્યાંકો? GRITના સીઈઓ એસ. અપર્ણાએ રોડમેપની તકનીકી વિગતો રજૂ કરી હતી. જાન્યુઆરી-2024માં રજૂ થયેલા વિઝન ડોક્યુમેન્ટને હવે જમીની સ્તરે ઉતારવા માટેનું આયોજન નીચે મુજબના માળખા પર કામ કરશે. અદ્યતન 'સ્ટ્રેટેજી રૂમ' અને ડિજિટલ ડેશબોર્ડથી થશે વોચ સામાન્ય વહીવટ વિભાગના આયોજન સચિવ આદ્રા અગ્રવાલે માહિતી આપી હતી કે, ગુજરાતને વૈશ્વિક સ્તરે સમૃદ્ધ, સ્પર્ધાત્મક અને સસ્ટેનેબલ બનાવવા માટે ગાંધીનગર સ્થિત GRIT ઓફિસમાં એક અત્યાધુનિક ‘સ્ટ્રેટેજી રૂમ’ની સ્થાપના કરવામાં આવી છે. શિક્ષણ, કૃષિ, પ્રવાસન અને પાણી પુરવઠા સહિતના તમામ મહત્વના વિભાગોની રોજબરોજની કામગીરીનું આ સ્ટ્રેટેજી રૂમમાંથી ડિજિટલ ડેશબોર્ડ દ્વારા રિયલ-ટાઇમ મોનિટરિંગ અને સતત મૂલ્યાંકન કરવામાં આવશે. આ ઉચ્ચ સ્તરીય કાર્યક્રમમાં નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, રાજ્ય મંત્રીમંડળના સભ્યો, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢીયા સહિત રાજ્યના વરિષ્ઠ સચિવો અને ઉચ્ચ વહીવટી અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને ગુજરાતને વૈશ્વિક ફલક પર અગ્રેસર બનાવવાની આ મુસાફરીને આવકારી હતી.
    Click here to Read More
    Previous Article
    Editor's View: પાકિસ્તાનના ટૂકડા થશે?:PoKમાં મહાવિદ્રોહ, પ્રજા ભારતમાં ભળવા માટે તૈયાર, મુનીરને અલ્ટિમેટમ, એક સાથે ત્રણ મોરચે ભરાયા શાહબાઝ
    Next Article
    વાપીમાં NCB દ્વારા સેમિનાર:ડ્રગ્સ ઉત્પાદનમાં વપરાતા કેમિકલ્સનું ડાયવર્ઝન રોકવા 'સ્વૈચ્છિક આચારસંહિતા' જાહેર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment