Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પ બોલ્યા- NATO દેશો ઈરાન જંગમાં સાથ આપવા નથી માંગતા:અમે તેમનું રક્ષણ કરીએ છીએ, તેઓ મદદ નથી કરી રહ્યા, હવે કોઈની જરૂર નથી

    1 day ago

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે NATO ના મોટાભાગના સહયોગી દેશો ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા અમેરિકી સૈન્ય અભિયાનમાં સામેલ થવા માંગતા નથી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે અમેરિકા વર્ષોથી આ દેશોની સુરક્ષા પર અબજો ડોલર ખર્ચ કરી રહ્યું છે, પરંતુ જરૂરિયાતના સમયે તેઓ સાથ આપતા નથી. તેમણે NATO ને ‘વન-વે સ્ટ્રીટ’ ગણાવ્યું. ટ્રમ્પે કહ્યું કે તેમને આ વલણ પર નવાઈ નથી લાગતી અને અમેરિકાને હવે સહયોગી દેશોની મદદની જરૂર પણ નથી. તેમણે દાવો કર્યો કે અમેરિકી સેનાએ ઈરાનની સૈન્ય શક્તિને ઘણી હદ સુધી ખતમ કરી દીધી છે અને હવે તે કોઈના સમર્થન વગર પણ પરિસ્થિતિ સંભાળી શકે છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે જાપાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયા જેવા દેશોની મદદની પણ અમેરિકાને જરૂર નથી. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ટ્રમ્પનું આ નિવેદન સહયોગી દેશો સાથે અમેરિકાના સંબંધોમાં વધી રહેલા અંતર તરફ ઈશારો કરે છે. અમેરિકાના ટોચના કાઉન્ટર-ટેરરિઝમ અધિકારી જો કેન્ટે રાજીનામું આપ્યું અમેરિકાના ટોચના કાઉન્ટર-ટેરરિઝમ અધિકારી જો કેન્ટે ઈરાન સામે ચાલી રહેલા યુદ્ધને લઈને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે જણાવ્યું કે તેઓ આ યુદ્ધનું સમર્થન કરી શકે નહીં. જો કેન્ટે સ્પષ્ટપણે કહ્યું કે ઈરાન તરફથી અમેરિકાને તાત્કાલિક કોઈ ખતરો નહોતો. તેમના મતે, એવી સ્થિતિ નહોતી કે યુદ્ધ અનિવાર્ય હોય. તેમણે આરોપ લગાવ્યો કે ઈઝરાયલના દબાણમાં આવીને ટ્રમ્પે આ યુદ્ધ શરૂ કર્યું છે. તેમણે કહ્યું કે આ યુદ્ધ યોગ્ય કારણોસર શરૂ કરવામાં આવ્યું નથી અને તેના પર સવાલો ઉઠાવવા જોઈએ. કેન્ટે લખ્યું કે તેઓ પોતાના અંતરાત્મા વિરુદ્ધ જઈને આ યુદ્ધનું સમર્થન કરી શકે નહીં, તેથી તેમણે પદ છોડવાનો નિર્ણય લીધો છે. કેન્ટના જણાવ્યા મુજબ, કેટલાક વરિષ્ઠ ઈઝરાયલી અધિકારીઓ અને અમેરિકન મીડિયાના પ્રભાવશાળી લોકોએ મળીને એક પ્રકારનું ખોટી માહિતી ફેલાવવાનું અભિયાન ચલાવ્યું, જેથી એવું વાતાવરણ ઉભું થાય કે ઈરાન વિરુદ્ધ યુદ્ધ શરૂ કરવું જરૂરી છે. આ દરમિયાન ઈરાનના સુપ્રીમ લીડર મુજતબા ખામેનીએ કડક વલણ અપનાવતા કહ્યું છે કે, પહેલા અમેરિકા અને ઈઝરાયલ સાથે હિસાબ થશે, ત્યારબાદ જ શાંતિની વાત કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે ઈરાન તેના દુશ્મનો સામે કાર્યવાહી ચાલુ રાખશે અને વર્તમાન સંઘર્ષ જલ્દી થંભવાનો નથી. બીજી તરફ, ઈઝરાયલે દાવો કર્યો છે કે તેણે ઈરાનના સિક્યુરિટી ચીફ અલી લારીજાનીને મારી નાખ્યા છે. જોકે, આ દાવાની ઈરાન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Why ‘admin night’ is the viral psychological hack you need to stop procrastinating
    Next Article
    અમદાવાદના 'Komo by Kaffa'ની ગ્રાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી:સિંધુભનવના હાઈફાઈ કાફેનો ગ્રાહકને કડવો અનુભવ; ઇશાન કિશન, અભિષેક સહિતના ક્રિકેટરોએ મુલાકાત લીધી'તી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment