Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના 'Komo by Kaffa'ની ગ્રાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી:સિંધુભનવના હાઈફાઈ કાફેનો ગ્રાહકને કડવો અનુભવ; ઇશાન કિશન, અભિષેક સહિતના ક્રિકેટરોએ મુલાકાત લીધી'તી

    1 day ago

    અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પરનું જાણીતું અને મોંઘીદાટ 'Komo by Kaffa' નામના કેફેમાં એક ગ્રાહકને કડવો અનુભવ થયો છે. ગ્રાહકે જમવામાં પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ મંગાવી હતી, જેમાં ગાર્લિક બ્રેડમાંથી મરેલી માખી નીકળી હતી. ગ્રાહકે આ અંગે કેફેમાં ફરિયાદ કરતા બિલ ન આપીને કોમ્પ્લોમેન્ટ્રી પેસ્ટ્રી આપી વાત પૂરી કરી દેવામાં આવી હતી. ગ્રાહકે આ અંગે AMCને પણ ફરિયાદ કરી છે. સેલિબ્રિટી અને ક્રિકેટરો પણ 'Komo by Kaffa' આવ્યા'તા ‘Komo by Kaffa’ અમદાવાદનું ખૂબ જ જાણીતું કેફે છે. અમદાવાદમાં આવતા મોટાભાગના સેલિબ્રિટી અહીંયા એક વખત મુલાકાત લેતા જ હોય છે. તાજેતરમાં ટીમ ઇન્ડિયા જ્યારે અમદાવાદ મેચ રમવા આવી ત્યારે ટીમના પ્લેયર પણ આ કેફેમાં ગયા હતા. સામાન્ય દિવસમાં પણ આ કેફેમાં 20થી 30 મિનિટનું લાંબુ વેઈટીંગ હોય છે. ત્યારે આટલા મોંઘા અને જાણીતા કેફેની આ પ્રકારની બેદરકારીને લઈને અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે. ગાર્લિક બ્રેડમાં મરેલી માખી જોઈ યુવક ચોંકી ગયો મળતી માહિતી અનુસાર, શહેરના શાહીબાગ વિસ્તારમાં રહેતો ધ્રુવિલ પટેલ નામનો યુવક પત્ની સાથે જમવા માટે જાણીતા 'Komo by Kaffa' માં ગયો હતો. ધ્રુવિલે કોમોમાંથી પાસ્તા વિથ ગાર્લિક બ્રેડ, રાઈસ વિથ કરી અને આઈસ કોફી મંગાવી હતી. ધ્રુવિલના ટેબલ પર આઈસ કોફી અને પાસ્તા આવ્યા હતાં. જમવાની શરૂઆત કર્યાના થોડા સમયમાં જ ધ્રુવિલ અચાનક ટેબલ પરથી ઉભો થઈ ગયો હતો. સ્ટાફે માફી માંગીને કોમ્પ્લોમેન્ટ્રી પેસ્ટ્રી ઓફર કરી ધ્રુવિલે મંગાવેલા પાસ્તામાં આવેલી ગાર્લિક બ્રેડમાં મરેલી માખી હતી. ધ્રુવિલે જમવાનું ટેબલ છોડીને હોબાળો કર્યો હતો, જેથી સ્ટાફ ભેગો થયો હતો. ધ્રુવિલે આટલી મોટી બેદરકારી અંગે ફરિયાદ કરી તો કેફેના સ્ટાફે માફી માગી લીધી હતી. કેફેના સ્ટાફે બિલ માફ કરીને ધ્રુવિલને કોમ્પ્લોમેન્ટ્રી પેસ્ટ્રી ઓફર કરી હતી. ધ્રુવિલે આ અંગે AMCના ફૂડ વિભાગને ફરિયાદ કરી છે. 'જેટલી મોંઘી રકમ ફૂડની વસૂલે છે તેને તેટલી જ મોંઘી સજા કરવામાં આવે' ધ્રુવિલે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે જમવા ગયા ત્યારે વેઈટિંગ હતું, અમે રાહ જોઈને અંદર ગયા હતા. જે પાસ્તાનો ઓર્ડર આપ્યો તેની કિંમત 850 રૂપિયા હતી. કહેવાતા હાઈફાઈ કેફેમાં આટલી મોટી રકમ લઈને પણ ફૂડમાં ધ્યાન રાખવામાં આવતું ન હોય તો બંધ કરી દેવું જોઈએ. અમારી માંગ છે કે આ કેફે જેટલી મોંઘી રકમ ફૂડની વસૂલે છે તેને તેટલી જ મોંઘી સજા કરવામાં આવે. અગાઉ ક્રિકેટર 'Komo by Kaffa' આવ્યા'તા ઉલેખ્ખનીય છે કે, 7 માર્ચ, 2026ના ટીમ ઈન્ડિયાના ક્રિકેટર અભિષેક શર્મા, અર્શદીપ સિંઘ અને ઈશાન કિશન અને તેની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા 'Komo by Kaffa' માં મોડી રાતે જોવા મળ્યા હતાં. આ પણ વાંચો અમદાવાદની MOCHA રેસ્ટોરન્ટમાં રોટલીની બાસ્કેટમાંથી જીવડાં નીકળ્યાં, VIDEO 4 મહિના પહેલાં અમદાવાદની સીજી રોડ પર આવેલી MOCHA રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા એક પરિવારને કડવો અનુભવ થયો હતો. વેઇટર જે વાંસની બાસ્કેટમાં રોટલી લઈને આવ્યો હતો એમાંથી જીવડાં નીકળીને ટેબલ પર ફરવા લાગ્યાં હતાં. આ મામલે ગ્રાહકે મેનેજમેન્ટને ફરિયાદ કરી હોવા છતાં કોઈ સંતોષકારક પગલાં કે જવાબ ન મળતાં આખરે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી, જેના પગલે AMCના ફૂડ વિભાગે MOCHA રેસ્ટોરન્ટમાં તપાસ કરી હતી અને સ્વચ્છતાના અભાવ બદલ રેસ્ટોરન્ટને રૂ. 25,000નો દંડ ફટકાર્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર)
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ બોલ્યા- NATO દેશો ઈરાન જંગમાં સાથ આપવા નથી માંગતા:અમે તેમનું રક્ષણ કરીએ છીએ, તેઓ મદદ નથી કરી રહ્યા, હવે કોઈની જરૂર નથી
    Next Article
    18 IAS અધિકારીઓ આગામી ચૂંટણીની ફરજમાં:રાજ્યમાં ચાર્જની વૈકલ્પિક વ્યવસ્થા જાહેર, સુરત મ્યુ. કમિશનર નાગરાજન એમ.ની જવાબદારી સુરત કલેક્ટર સંભાળશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment