Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટરની અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન અરજી ફગાવી:જમીન NA કરવાના કૌભાંડમાં રાજેન્દ્ર પટેલ જેલમાં બંધ

    2 days ago

    સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલનો જેલવાસ લંબાયો છે. જમીન કૌભાંડ કેસમાં જામીન મુક્ત થવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં કરવામાં આવેલી જામીન અરજી નકારી દેવામાં આવી છે. જમીન કૌભાંડ કેસમાં EDએ ધરપકડ કરી હતી સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલના અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. જેમના રિમાન્ડ બાદ તેઓ જેલમાં છે. કલેકટર સહિતના સરકારી અધિકારીઓ ઉપર આક્ષેપ છે કે તેઓ જમીન NA કરવાના કરોડો રૂપિયા લેતા હતા. કલેકટર રાજેન્દ્ર પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. અગાઉ ED વતી રિમાન્ડ માંગતા રજૂઆત કરાઈ હતી કે જમીન NA કરવા માટે ભાવ ફિક્સ કરાતો હતો.સરકારી વેબસાઇટ ઉપર આવેલી એપ્લિકેશનની બાજુમાં એક કોલમ ઉમેરી ભાવ લખાતો હતો.આવી 800 અરજીઓ મળી આવી છે. 10 કરોડથી વધુની રકમ ભ્રષ્ટાચારથી એકઠી કરાઈ છે. આરોપીના બે ફોન સહિત હાર્ડ ડિસ્ક, મેક બુક વગેરે 10 ડિવાઈઝ કબ્જે લીધા છે.જમીન NA કરવાના ભાવની 50 ટકા રકમ કલેક્ટરને જતી અને વહીવટ કલેકટરનો PA કરતો હતો. જ્યારે બાકીની રકમ અન્ય અધિકારીઓ વચ્ચે વહેંચાતી હતી. ચેતન કણજારીયા નામના વ્યક્તિએ જમીન NA કરવા 65 લાખ જેટલી રકમ ચૂકવ્યાનું સ્વીકાર્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીની તબિયત લથડી:ઝોનલ ઓફિસર પોતાની દેખરેખ હેઠળ ફરી પરીક્ષા કેન્દ્ર પર લાવ્યા, વિદ્યાર્થીનીનું વર્ષ બગડતું બચ્યું
    Next Article
    ભારે કરી, ચોર ભરેલો ગેસ સિલિન્ડર ચોરી ગયો!:ગેસ સિલિન્ડરની અછત અને વધતા ભાવ વચ્ચે પુણામાં બંધ મકાનમાંથી ગેસ સિલિન્ડર સહિત 1.95 લાખની મતાની ચોરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment