Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારે કરી, ચોર ભરેલો ગેસ સિલિન્ડર ચોરી ગયો!:ગેસ સિલિન્ડરની અછત અને વધતા ભાવ વચ્ચે પુણામાં બંધ મકાનમાંથી ગેસ સિલિન્ડર સહિત 1.95 લાખની મતાની ચોરી

    2 days ago

    સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી અને લૂંટફાટની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વધતી જતી મોંઘવારી અને ગેસના ભાવવધારા વચ્ચે હવે તસ્કરોની નજર લોકોના રસોડા સુધી પહોંચી છે. પુણાગામ વિસ્તારમાં એક શાકભાજી વિક્રેતાના બંધ ઘરને નિશાન બનાવી ચોરોએ લાખોની મત્તા સાથે ગેસનો બાટલો પણ ચોરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શું છે સમગ્ર ઘટના? મળતી માહિતી પ્રમાણે, મૂળ સુરેન્દ્રનગરના વતની અને હાલ સુરતના પુણાગામ સ્થિત આશાનગર ઝુપડપટ્ટીમાં રહેતા જીવણભાઈ બચુભાઈ વાઘેલા શાકભાજી વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત રોજ જ્યારે તેઓ પોતાના રોજગાર માટે બહાર ગયા હતા અને ઘર બંધ હતું ત્યારે અજાણ્યા તસ્કરોએ તકનો લાભ ઉઠાવ્યો હતો. ચોરોએ ઘરના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને તિજોરી ફંફોસીને તેમાં રાખેલા કિંમતી સામાન પર હાથ સાફ કર્યો હતો. 1.65 લાખના દાગીનાની ચોરી થઈ તસ્કરો ઘરમાંથી સોના ચાંદીના દાગીના, રોકડા અને ગેસ સિલિન્ડર ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેમાં સોના-ચાંદીના દાગીના અંદાજે 1.64 લાખની કિંમતના, 30,000 રોકડા, એચપી (HP) કંપનીનો ભરેલો ગેસનો બાટલો (કિંમત અંદાજે 1,000) મળી અંદાજે કુલ 1.95 લાખનો સમાવેશ થાય છે. વધતા ભાવ વચ્ચે 'ગેસ સિલિન્ડર' પણ સુરક્ષિત નથી આ ઘટનામાં સૌથી વધુ ચર્ચાસ્પદ બાબત એ છે કે તસ્કરો સોના-ચાંદી અને રોકડની સાથે ભરેલો ગેસનો સિલિન્ડર પણ ઉઠાવી ગયા છે. શહેરમાં ગેસના વધતા ભાવ અને સામાન્ય માણસની આર્થિક ખેંચતાણનો ફાયદો ઉઠાવવા હવે તસ્કરો આવી ઘરવખરીની વસ્તુઓ ચોરતા પણ અચકાતા નથી. તસ્કરોનું પગેરું દબાવવા તજવીજ શરૂ જીવણભાઈએ આ મામલે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 1.95 લાખની ચોરીનો ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ઘટના એ વાતનો સંકેત છે કે, હવે રહેણાંક વિસ્તારોમાં સુરક્ષા અને પોલીસ પેટ્રોલિંગ વધારવું અનિવાર્ય બન્યું છે. પોલીસે હાલ આસપાસના CCTV અને બાતમીદારોના આધારે તસ્કરોનું પગેરું દબાવવા તજવીજ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટરની અમદાવાદ ગ્રામ્ય કોર્ટે જામીન અરજી ફગાવી:જમીન NA કરવાના કૌભાંડમાં રાજેન્દ્ર પટેલ જેલમાં બંધ
    Next Article
    વિલિંગ્ટન ડેમ કાંઠે સિંહ યુગલની રોયલ સવારી:ગિરનારની ગોદમાં પ્રકૃતિનું અદભૂત સૌંદર્ય: ઉનાળાની શરૂઆતે વિલિંગ્ટન ડેમના કિનારે સિંહ યુગલે જમાવ્યો વિસામો, પ્રવાસીઓમાં ભારે કુતૂહલ અને વન વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment