Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'બજાજ પલ્સર N125' ભારતમાં બંધ થઈ:લોન્ચના 2 વર્ષની અંદર કંપનીએ નિર્ણય લીધો, વિચિત્ર લુક અને ફીચર્સનો અભાવ રાઇડર્સને પસંદ ન પડ્યો

    19 hours ago

    બજાજ ઓટોએ ભારતમાં તેની 'પલ્સર N125' બાઇક બંધ કરી દીધી છે. ઓક્ટોબર 2024માં લોન્ચ થયેલી આ બાઇક ભારતીય બજારમાં બે વર્ષ પણ પૂરા કરી શકી નથી. કંપનીએ દેશના ડીલરોને તેનો સપ્લાય બંધ કરી દીધો છે. ઓછા વેચાણને કારણે કંપનીએ તેને ભારતીય બજારમાંથી હટાવવાનો નિર્ણય કર્યો છે. બજાજ ઓટોનો ઇતિહાસ રહ્યો છે કે, જે બાઇક્સ પૂરતી સંખ્યામાં વેચાતી નથી, તેમને કંપની બંધ કરી દે છે. 'પલ્સર N125' તેનું નવું ઉદાહરણ છે. જોકે, બાઇક હજુ પણ બજાજની ભારતીય વેબસાઇટ પર દેખાઈ રહી છે. બિલકુલ નવા પ્લેટફોર્મ પર તૈયાર થઈ હતી બાઇક વિચિત્ર લુક અને ડિઝાઇન પસંદ ન આવી આ બાઇકનો પાતળો અને ફેલાયેલો લુક ભારતીય ગ્રાહકોને પસંદ ન આવ્યો. તેની સરખામણીમાં બજારમાં હાજર બીજી બાઇક્સ જેવી કે 'હીરો એક્સટ્રીમ 125R' અને 'હોન્ડા CB125 હોર્નેટ' ઘણી લોકપ્રિય છે. આ બાઇક્સ પોતાની વાસ્તવિક ક્ષમતા કરતાં વધુ મોટી અને સ્પોર્ટી દેખાય છે, જે ગ્રાહકોને આકર્ષિત કરે છે. TFT ડિસ્પ્લે અને ABS જેવા ફીચર્સનો અભાવ 'પલ્સર N125'માં લિમિટેડ ફીચર્સ હોવા પણ તેના બંધ થવાનું એક મોટું કારણ બન્યું. આ બાઇકમાં ઘણા એવા ફીચર્સ હાજર નહોતા, જે તેના કોમ્પિટિટર્સમાં મળે છે. ઉદાહરણ તરીકે, આ બાઇકમાં ગ્રાહકોને TFT ડિસ્પ્લે અને ABS (એન્ટી-લોક બ્રેકિંગ સિસ્ટમ)ની સુવિધા મળતી નહોતી. વિદેશી બજારોમાં વેચાતી રહેશે બાઇક ભારતમાં બંધ થયા પછી પણ 'પલ્સર N125'ની સફર સંપૂર્ણપણે સમાપ્ત થઈ નથી. કંપની આ બાઇકને ઘણા વિદેશી બજારોમાં વેચવાનું ચાલુ રાખશે. તેમાં નેપાળ, પેરુ, કોલંબિયા અને મોરોક્કો જેવા દેશો સામેલ છે. જોકે, બદલાયેલા લુક અને વધુ ફીચર્સ સાથે આ બાઇક કે તેનું પ્લેટફોર્મ ભવિષ્યમાં ભારતમાં પાછું ફરશે કે નહીં, તે હજુ સ્પષ્ટ નથી. શું હોય છે TFT ડિસ્પ્લે અને ABS?
    Click here to Read More
    Previous Article
    ઝિમ્બાબ્વેએ બાંગ્લાદેશને ઇનિંગ્સ અને 85 રનથી હરાવ્યું:ટેસ્ટ ઇતિહાસની સૌથી મોટી જીત; મુઝારબાની, નગરાવા અને ન્યામહુરીએ મળીને 17 વિકેટ લીધી
    Next Article
    મહિલા છાણી કેનાલમાં આત્મહત્યા કરવા પહોંચી ગઈ:સ્થાનિકો લોકોની સતર્કતાથી મહિલાનો જીવ બચ્યો, ફતેગંજ પોલીસે મહિલાનું કાઉન્સિલિંગ કરીને પરિવારને સોંપી

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment