Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફેમસ એક્ટર આયુષ શાહ સાથે છેતરપિંડી મામલો:MyFledgeના ડિરેક્ટર્સ સામે FIR નોંધવા મુંબઈ કોર્ટનો આદેશ, આયુષ શાહે કહ્યું-મને ન્યાય મળવાની પૂરી આશા

    6 hours ago

    મુંબઈની અદાલતે ફેમસ ટીવી સિરિયલ 'મહાભારત'ના અભિનેતા આયુષ શાહ સાથે ₹4.44 કરોડની છેતરપિંડી અને બનાવટના કેસમાં માયફ્લેજ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટરો સામે FIR નોંધવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં બિસ્વજીત બાદલ ઘોષ, પિયાલી શ્યામલેન્દુ ચેટર્જી અને બિજોયા સુબ્રતકુમાર દાસ સામે નકલી બેંક સ્ટેટમેન્ટ્સ, મિલકતના ખોટા દસ્તાવેજો, બોગસ એવોર્ડ્સ અને ખોટા રોકાણના વચનો આપી નાણાં પડાવી લેવાના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત, આયુષ શાહે અગાઉ પણ ગિરગાંવ કોર્ટમાં આ ડિરેક્ટરો સામે ચેક બાઉન્સના છ ગુનાહિત કેસ નોંધાવેલા છે. અદાલતના આ આદેશ બાદ અભિનેતા આયુષ શાહે જણાવ્યું હતું કે, "આ મારો વિશ્વાસઘાત છે અને મારી સાથે મોટી આર્થિક છેતરપિંડી થઈ છે. કોર્ટે મારી ફરિયાદને ધ્યાનમાં લઈને તપાસના આદેશ આપ્યા તે બદલ હું આભારી છું અને મને ન્યાય મળવાની પૂરી આશા છે." શાહના વકીલ ગોવિંદ ઘોગરેએ ઉમેર્યું હતું કે, કોર્ટનો આ નિર્ણય આરોપીઓ સામે કાનૂની જવાબદારી નક્કી કરવા માટેનું મહત્વનું પગલું છે. હવે મુંબઈ પોલીસ આ કેસ સંબંધિત તમામ નાણાકીય લેવડદેવડ અને દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ હાથ ધરશે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટે કહ્યું- અટકાયત બાદ 24 કલાકમાં રજૂ કરવા જરૂરી:વિલંબ થાય તો વ્યક્તિને છોડવી કરવી પડશે; 5 સવાલ અને જવાબોમાં જાણો બધું જ
    Next Article
    2027ની જાહેર રજાઓનું કેલેન્ડર જાહેર:અદાણીનો CNG ફરી મોંઘો થયો, વડોદરામાં હોન્ડા સિટી કારમાં બોમ્બ જેવો ધડાકો, આગ લાગી અને છોતરા ઉડી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment