Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં 'MY Bharat' યુવા નોંધણી અભિયાન શરૂ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને 15 થી 29 વર્ષના યુવાનોની નોંધણી માટે બેઠક

    8 hours ago

    પાટણ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને 'MY Bharat' અભિયાન અંતર્ગત સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ 15 થી 29 વર્ષના વધુમાં વધુ યુવાનોની નોંધણી સુનિશ્ચિત કરવાનો હતો. બેઠક દરમિયાન, જિલ્લા યુવા અધિકારીએ 'MY Bharat' પોર્ટલ વિશે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી. જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સંકલન સાધીને આ અભિયાનને યુવાનો સુધી પહોંચાડવા અને પોર્ટલ પર વધુમાં વધુ યુવાનોની નોંધણી કરાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે તમામ વિભાગોના અધિકારીઓને પરસ્પર સંકલનથી કામગીરી કરવા સૂચના આપી હતી. તેમણે 15 થી 29 વર્ષના યુવાનોને 'MY Bharat' પોર્ટલની લિંક દ્વારા નોંધણી કરાવવા માટે જરૂરી માર્ગદર્શન, જાગૃતિ અને પ્રચાર-પ્રસાર કરવા પર ભાર મૂક્યો હતો. આ બેઠકમાં વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લામાં યુવા નોંધણી અભિયાનને વધુ અસરકારક બનાવવા માટેના જરૂરી આયોજન અને અમલીકરણ અંગે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી નહીં:CJIએ કહ્યું- અમારી પાસે વીડિયો જોવાનો ટાઈમ નથી, અમારો સમય ન બગાડો
    Next Article
    તાપી જિલ્લામાં ભારે વરસાદ:49 માર્ગો બંધ થતાં 10થી વધુ ગામોનો સંપર્ક તૂટ્યો, જનજીવન પ્રભાવિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment