Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપી જિલ્લામાં ભારે વરસાદ:49 માર્ગો બંધ થતાં 10થી વધુ ગામોનો સંપર્ક તૂટ્યો, જનજીવન પ્રભાવિત

    9 hours ago

    તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના પગલે જિલ્લામાં કુલ 49 માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેનાથી 10થી વધુ ગામોનો સંપર્ક પ્રભાવિત થયો છે. વ્યારાથી નાની ચીખલીને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ માર્ગ પર કમરકાંઠા સુધીના પાણી વહી રહ્યા હોવાથી સુરક્ષાના કારણોસર તેને તાત્કાલિક બંધ કરાયો છે. આનાથી આશરે 10 જેટલા ગામોના વાહનચાલકો અને સ્થાનિકોને લાંબા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે. જિલ્લા પંચાયત અને માર્ગ-મકાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, ડોલવણ તાલુકામાં સૌથી વધુ 16 માર્ગો બંધ છે. આ ઉપરાંત, વ્યારા અને વાલોડ તાલુકામાં 13-13 માર્ગો, જ્યારે સોનગઢ તાલુકામાં 7 માર્ગો બંધ કરવામાં આવ્યા છે. માર્ગો બંધ થવાને કારણે ગ્રામીણ જનજીવન ખોરવાયું છે. કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. તંત્ર દ્વારા બેરિકેડિંગ કરીને લોકોને પૂરના પાણીમાંથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે અને પાણીના સતત વધી રહેલા સ્તર પર ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં 'MY Bharat' યુવા નોંધણી અભિયાન શરૂ:કલેક્ટરના અધ્યક્ષસ્થાને 15 થી 29 વર્ષના યુવાનોની નોંધણી માટે બેઠક
    Next Article
    Parliament Monsoon Session Live Updates: Government Open To NEET Paper Leak Debate, House Adjourned Amid Opposition Protests

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment