Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આણંદમાં 'MY Bharat' સમિતિની બેઠક:કલેક્ટર પ્રવીણ ચૌધરીએ યુવાનોને નોંધણી કરાવવા અપીલ કરી

    1 day ago

    આણંદ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને "મેરા યુવા ભારત" (MY Bharat) જિલ્લા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર દ્વારા ૨૫થી ૨૯ વર્ષની વયના વધુમાં વધુ યુવાનોને 'MY Bharat' પોર્ટલ પર નોંધણી કરાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરએ આ અભિયાનને વેગવંતું બનાવવા માટે જિલ્લાની સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ અને સંગઠનોને આ પોર્ટલ સાથે જોડીને મહત્તમ યુવાનોની નોંધણી કરાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્ય સ્તરે સૌથી વધુ નોંધણી કરનાર ટોચના ત્રણ જિલ્લાઓને આગામી ૧૫મી ઓગસ્ટના રોજ સન્માનિત કરવામાં આવશે. આથી, આણંદ જિલ્લો આ લક્ષ્યાંક સમયસર પૂર્ણ કરે તે માટે તમામ વિભાગો અને સંસ્થાઓએ સંકલિત પ્રયાસો કરવા જિલ્લા કલેક્ટરએ અનુરોધ કર્યો હતો. આ પોર્ટલ પર નોંધાયેલા યુવાનો આગામી સમયમાં વિવિધ સેમિનાર, વર્કશોપ અને અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકશે. બેઠકમાં જણાવાયું હતું કે જિલ્લાના યુવાનોને પોલીસ સ્ટેશન, કલેક્ટર કચેરી સહિતની વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત લેવડાવવામાં આવે, જેથી તેઓ શાસન અને વહીવટી તંત્રની કામગીરીને નજીકથી અને પ્રત્યક્ષ રીતે સમજી શકે. આ પોર્ટલના માધ્યમથી યુવાનોને તેમની પસંદગીના ક્ષેત્રમાં કારકિર્દી અને તાલીમ અંગેનું સચોટ માર્ગદર્શન અને સહયોગ મળી રહેશે. આ બેઠકમાં જિલ્લાની તમામ કોલેજો અને યુનિવર્સિટી કેમ્પસમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમો અને ખાસ નોંધણી ઝુંબેશ યોજીને યુવા શક્તિને આ ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આ બેઠકનો મુખ્ય હેતુ યુવાનોના સર્વાંગી વિકાસ માટે આ પોર્ટલના માધ્યમથી વિવિધ ક્ષેત્રોમાં જરૂરી માર્ગદર્શન, તાલીમ અને ઉત્કૃષ્ટ તકો ઉપલબ્ધ કરાવવાનો છે. બેઠકના પ્રારંભમાં 'MY Bharat' જિલ્લા સલાહકાર સમિતિની ભૂમિકા અને તેના ઉદ્દેશ્યો વિશે ઉપસ્થિત સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, નિવાસી અધિક કલેકટર લલીતકુમાર પટેલ, અધિક કલેકટર ગમારા અને મેરા યુવા ભારત-આણંદના જિલ્લા યુવા અધિકારી સહિત સરદાર પટેલ યુનિવર્સિટી, ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટી તેમજ આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી સહિત જિલ્લાની વિવિધ નામાંકિત શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
    Click here to Read More
    Previous Article
    Ram Temple Trust hands key role to new 3-member panel
    Next Article
    સોમનાથ સ્વાભિમાન પર્વ:મહારાષ્ટ્રથી 1000થી વધુ શ્રદ્ધાળુઓ વિશેષ ટ્રેનમાં સોમનાથ પહોંચ્યા, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉષ્માભેર સ્વાગત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment