Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં જાહેર રસ્તો ગેરકાયદેસર બંધ કરાતા સ્થાનિકોમાં રોષ:વિહળ આઈસ ફેક્ટરી પાસે પોલ નખાતા 1000થી વધુ રહીશોને હાલાકી

    19 hours ago

    બોટાદ શહેરના હનુમંતપુરી વિસ્તારમાં વિહળ આઈસ ફેક્ટરી નજીકનો જાહેર રસ્તો ગેરકાયદેસર રીતે બંધ કરી દેવાયો હોવાના આક્ષેપો વચ્ચે સ્થાનિક રહીશોમાં રોષ વ્યાપી ગયો છે. આ મામલે વિસ્તારના રહીશોએ બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે. આક્ષેપ છે કે શેરીના લોકોએ જ આ રસ્તો બંધ કર્યો છે. રહીશોના જણાવ્યા અનુસાર, આ જાહેર રસ્તા પર લોખંડના પોલ ખોદીને ઉભા કરી દેવામાં આવ્યા છે, જેના કારણે રસ્તો સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આના પરિણામે હનુમંતપુરી વિસ્તારના 700થી વધુ સ્કૂલ જતા બાળકોને રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના કહેવા મુજબ, આ રસ્તો વિસ્તાર માટે એક મહત્વપૂર્ણ કનેક્ટિંગ માર્ગ છે. હાલમાં તુરખા રોડ પર કામગીરી ચાલુ હોવાથી, આ માર્ગ એકમાત્ર વૈકલ્પિક રસ્તો હતો. રસ્તો બંધ થવાને કારણે એમ્બ્યુલન્સ સહિતની ઇમરજન્સી સેવાઓને પણ અવરજવરમાં અવરોધ સર્જાઈ રહ્યો છે, જે ગંભીર ચિંતાનો વિષય બન્યો છે. રસ્તો બંધ થવાથી 1000થી વધુ રહીશો જાણે બંધક જેવી સ્થિતિમાં જીવન જીવવા મજબૂર બન્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. રહીશોએ તાત્કાલિક રસ્તો ખુલ્લો કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ અંગે બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર એચ. કે. પટેલે રહીશોની રજૂઆત સ્વીકારી હતી. તેમણે સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરીને નિયમ મુજબ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. સ્થાનિકોમાં હવે વહીવટી તંત્રની કાર્યવાહી પર સૌની નજર મંડાઈ છે અને વહેલી તકે રસ્તો ખુલ્લો થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ‘For safe, accessible, victim-centric policing’: Delhi gets its first women police station in North district
    Next Article
    SMC સંચાલિત હોસ્પિટલમાં ભારે વિવાદ:સ્મીમેર હોસ્પિટલના માનદ ડોક્ટરે ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કર્યા બાદ મહિલાનું મોત, પરિવારનો બેદરકારીનો આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment