Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર યુનિ. ખાતે ‘My ભારત યુવા સંવાદ’ યોજાયો:કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ યુવાનો સાથે કર્યો સંવાદ, ખેલાડીઓ સાથે સિદ્ધિઓ અને અનુભવો અંગે ચર્ચા કરી

    1 day ago

    મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી અને રાષ્ટ્રીય સેવા યોજના (NSS) વિભાગના સંયુક્ત ઉપક્રમે ‘નશામુક્ત યુવા, નશામુક્ત ભારત’ ની થીમ હેઠળ ‘માય ભારત યુવા સંવાદ’ કાર્યક્રમનું આયોજન યુનિવર્સિટીના અટલ ઓડિટોરીયમ ખાતે કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના કુલપતિના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં ભારત સરકારના કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રીનું ભાવભીનું સ્વાગત અને ખેલાડીઓ સાથે સંવાદ કાર્યક્રમના પ્રારંભે યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ભરત બી. રામાનુજ દ્વારા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યુનિવર્સિટીના રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓએ પણ તેમનું સ્વાગત કર્યું હતું. ડૉ. માંડવિયાએ યુનિવર્સિટીના ખેલાડીઓ સાથે તેમની સિદ્ધિઓ અને અનુભવો અંગે ચર્ચા કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. વિકસિત ભારત અને વિરાસત અંગે માર્ગદર્શન પોતાના સંબોધનમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, યુવાશક્તિ અને શ્રમશક્તિના બળે જ દેશ 'વિકસિત ભારત'ની સંકલ્પના સાકાર કરશે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન તેમજ પ્રાચીન ભારતની સંસ્કૃતિ, વોટર હાર્વેસ્ટિંગ અને સિટી પ્લાનિંગ જેવા વિષયો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ધોળાવીરા અને લોથલ જેવી ઐતિહાસિક વિરાસતોનો ઉલ્લેખ કરી યુવાનોને દેશની ધરોહર સાથે જોડાવા અને રાષ્ટ્રનિર્માણમાં સક્રિય યોગદાન આપવા પ્રેરિત કર્યા હતા. યુવાશક્તિની ભૂમિકા અને ‘My ભારત’ પહેલ ડૉ. મનસુખ માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશની મોટાભાગની વસ્તી ૩૫ વર્ષથી ઓછી વયની છે. જો આ યુવાશક્તિને યોગ્ય દિશા અને તક મળે, તો તેઓ ભવિષ્યના ભારત નિર્માણમાં મહત્વપૂર્ણ ફાળો આપી શકે છે. તેમણે ‘My ભારત’ પોર્ટલ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. નોંધનીય છે કે ડૉ. માંડવિયા પોતે પણ આ યુનિવર્સિટીના ભૂતપૂર્વ અનુસ્નાતક અને પીએચ.ડી.ના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. કુલપતિનું અધ્યક્ષીય સંબોધન અને નશામુક્તિના શપથ કાર્યક્રમના અધ્યક્ષીય સંબોધનમાં કુલપતિ ડૉ. ભરત બી. રામાનુજે જણાવ્યું હતું કે, “યુવાની માત્ર ઉંમર નથી, પરંતુ વિચાર, ઊર્જા અને પરિવર્તન લાવવાની ક્ષમતા છે.” તેમણે વિદ્યાર્થીઓને જ્ઞાન, સંસ્કાર અને સંકલ્પ સાથે આગળ વધી રાષ્ટ્રવિકાસમાં ભાગીદાર બનવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓએ દેશને નશામુક્ત બનાવવાના શપથ ગ્રહણ કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હિલસ્ટેશન સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ:વરસાદી માહોલમાં આદીવાસી નૃત્ય, હુડા રાસ, ભાંગડા, સીદીના ધમાલ સહિતના લોકનૃત્યએ આકર્ષણ જમાવ્યું; પરેડમાં લોકો ઉમટ્યાં
    Next Article
    રાજ્યમાં ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી:અમદાવાદ-ગાંધીનગર સહિતના શહેરોમાં 30-40 કિમીની ઝડપે પવન ફૂકાશે; સૌરાષ્ટ્ર-કચ્છમાં 16% વરસાદની ઘટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment