Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્યમાં ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી:અમદાવાદ-ગાંધીનગર સહિતના શહેરોમાં 30-40 કિમીની ઝડપે પવન ફૂકાશે; સૌરાષ્ટ્ર-કચ્છમાં 16% વરસાદની ઘટ

    1 day ago

    ગુજરાતમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. મોન્સુન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય હોવાના કારણે આગામી 3 દિવસ અમદાવાદ અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદી ઝાપટાં પડી શકે છે. જોકે, આગામી સપ્તાહમાં ક્યાંય પણ અતિભારે વરસાદની શક્યતા નથી. રાજ્યમાં સરેરાશ કરતા 9 ટકા વધુ વરસાદ ચોમાસાની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં ગુજરાતમાં સામાન્ય રીતે 441.8 મિમી વરસાદ થવો જોઈએ, જેની સામે સરેરાશ 481.7 મિમી એટલે કે સામાન્ય કરતાં 9 ટકા વધુ વરસાદ નોંધાયો છે. ગુજરાત રિજનમાં 28 ટકા વધુ, સૌરાષ્ટ્ર-કચ્છમાં 16 ટકાની ઘટ રાજ્યમાં વરસાદનું વિતરણ અસમાન રહ્યું છે. ગુજરાત રિજનમાં સામાન્ય 570 મિમીની સામે 730 મિમી (28 ટકા વધુ) વરસાદ થયો છે. જ્યારે બીજી તરફ સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સામાન્ય 339.7 મિમીની સરખામણીએ 250 મિમી જ વરસાદ નોંધાતાં હજુ પણ 16 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં સક્રિય સિસ્ટમો અને તેની વરસાદ પર અસર 1. મોન્સૂન ટ્રફ શું છે?: 'ટ્રફ' એટલે ઓછા દબાણની એક લાંબી પટ્ટી. ચોમાસા દરમિયાન રાજસ્થાનના ગંગાનગરથી શરૂ થઈને બંગાળની ખાડી સુધી વિસ્તરેલી ઓછા દબાણની રેખાને 'મોન્સૂન ટ્રફ' કહે છે. જો આવી બે અલગ-અલગ પટ્ટીઓ અથવા શાખાઓ (દા.ત. એક ઉત્તર ભારતમાં અને બીજી દક્ષિણ/પશ્ચિમ કિનારે ઓફ-શોર ટ્રફ) સક્રિય હોય, તો તેને બે મોન્સૂન ટ્રફ કહેવામાં આવે છે. વરસાદ પર અસર: મોન્સૂન ટ્રફ ચોમાસા માટેનો મુખ્ય "હાઇવે" ગણાય છે. આ પટ્ટી જ્યાંથી પસાર થાય છે ત્યાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી આવતા ભેજવાળા પવનો ભેગા થાય છે, જેનાથી વ્યાપક અને સાર્વત્રિક ભારે વરસાદ થાય છે. બે ટ્રફ સક્રિય હોય ત્યારે રાજ્ય કે દેશના મોટા ભાગોમાં એકસાથે ચોમાસું ખૂબ જ સક્રિય થઈ જાય છે. 2. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ શું છે?: આ ભારતની ભૂમિ પર ઉત્પન્ન થતી નથી, પરંતુ ભારતથી હજારો કિલોમીટર દૂર ભૂમધ્ય સમુદ્ર પરથી ઉદ્ભવતી એક બિન-ચોમાસુ હવામાન પ્રણાલી છે. આ સિસ્ટમ ઊંચા વાતાવરણમાં વહેતા 'પશ્ચિમી જેટ સ્ટ્રીમ' પવનો દ્વારા પશ્ચિમથી પૂર્વ તરફ ધકેલાય છે અને ઈરાન, અફઘાનિસ્તાન તથા પાકિસ્તાન થઈને ભારતમાં પ્રવેશે છે. પશ્ચિમ દિશામાંથી આવીને શાંત હવામાનમાં વિક્ષેપ ઊભો કરતી હોવાથી તેને 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ' કહેવામાં આવે છે. વરસાદ અને હવામાન પર અસર: ચોમાસા સિવાયના સમયમાં (મુખ્યત્વે શિયાળા અને ઉનાળાના પ્રારંભમાં) દેશના હવામાન પર આ સિસ્ટમની વ્યાપક અસર જોવા મળે છે. આ પણ વાંચો.... દિલ્હી-NCRમાં વરસાદ, રોડ પર ગાડીઓ ફસાઈ, જામ લાગ્યો; બિહારના બગાહામાં 300 ઘર ડૂબી ગયા જમ્મુ-કાશ્મીરમાં વરસાદ અને ભૂસ્ખલનને કારણે શનિવારે જમ્મુથી અમરનાથ યાત્રા ફરીથી રોકી દેવામાં આવી છે. 11 ઓગસ્ટ સુધી જમ્મુ ક્ષેત્રમાં ભારે વરસાદ-પૂર અને ભૂસ્ખલનની આશંકા છે. રાજધાની દિલ્હીમાં શુક્રવારે ભારે વરસાદ થયો. દિલ્હી-ગુરુગ્રામને જોડતા હાઈવે સહિત અનેક મુખ્ય રસ્તાઓ પર ચાર ફૂટ સુધી પાણી ભરાઈ ગયું. જેના કારણે વાહનો રસ્તામાં ફસાઈ ગયા. ઘણા વિસ્તારોમાં લાંબો ટ્રાફિક જામ થઈ ગયો. હવામાન વિભાગ (IMD)એ શનિવારે પણ દિલ્હી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ઓગસ્ટના પહેલા સપ્તાહમાં દિલ્હીમાં અત્યાર સુધીમાં 127 મિમી વરસાદ નોંધાયો છે, જે 2011 પછીનો સૌથી વધુ વરસાદ છે. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    ભાવનગર યુનિ. ખાતે ‘My ભારત યુવા સંવાદ’ યોજાયો:કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ યુવાનો સાથે કર્યો સંવાદ, ખેલાડીઓ સાથે સિદ્ધિઓ અને અનુભવો અંગે ચર્ચા કરી
    Next Article
    ગામડાના જન જન સુધી યોજના પહોંચાડવા આહવાન:વડોદરા જિલ્લા પંચાયત ખાતે નવનિયુક્ત પદાધિકારીઓનો ક્ષમતા નિર્માણ તાલીમ કાર્યક્રમ, મંત્રી કમલેશ પટેલનું પ્રેરણાદાયી માર્ગદર્શન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment