Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં ધારાસભ્યએ MVCC કેબલ બદલવાની કામગીરીનું નિરીક્ષણ કર્યું:₹50.87 કરોડના ખર્ચે વીજળીની સમસ્યા દૂર કરવા 70% કામ પૂરું

    1 day ago

    બોટાદ શહેર-ગ્રામ્ય વિસ્તારોમાં MVCC કેબલ બદલવાની કામગીરીનું ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ સ્થળ પર જઈ નિરીક્ષણ કર્યું. તેમણે PGVCL અધિકારીઓ પાસેથી કામની પ્રગતિ અને કેબલ ગુણવત્તાની માહિતી લીધી. આ કામ વારંવાર વીજળી જવી, ડિમ લાઈટ, શોર્ટ સર્કિટ જેવી સમસ્યાઓ દૂર કરવા થઈ રહ્યું છે. ઉતરાયણ દરમિયાન દોરીથી થતા શોર્ટ સર્કિટનું જોખમ ટાળવા આ કેબલ બદલાય છે. બોટાદ શહેરના જ્યોતિગ્રામ, અર્બન ફીડરો, ગાયત્રીનગર, પાંચપડા, કોલેજ અર્બન, પાવર હાઉસ અને જિનિંગ સહિતના ફીડરોમાં ₹50.87 કરોડના ખર્ચે કામગીરી ચાલી રહી છે. 70 ટકાથી વધુ કામ પૂરું થયું છે. ધારાસભ્ય મકવાણાએ અધિકારીઓને દિવાળી પહેલા બાકી કામ પૂરું કરી ગુણવત્તા જાળવવા સૂચના આપી. નવા MVCC કેબલથી શોર્ટ સર્કિટ, વીજ અકસ્માતનું જોખમ ઘટશે, પક્ષીઓ, પશુઓ, લોકો માટે સુરક્ષા વધશે. આ કામગીરીથી ચોમાસામાં વીજ લાઈનની ખામીઓ ઘટશે, વીજ પુરવઠાની વિશ્વસનીયતા અને સુરક્ષા સુધરશે. ધારાસભ્યએ બાકી ફીડરોનું કામ ઝડપથી પૂરું કરવાની ખાતરી આપી.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં રવિવારે 6 કલાક વીજકાપ રહેશે:11 KV અંડરગ્રાઉન્ડ કેબલ નાખવા સવારે 8થી બપોરે 2 વાગ્યા સુધી 9 વિસ્તારોમાં વીજળી બંધ રહેશે
    Next Article
    નહેરોમાં રઝળતી 3000 ગણેશ પ્રતિમાઓનું પુનઃ વિસર્જન:શ્રી માધવ ગૌશાળાના ગૌસેવકોએ મગદલ્લા ઓવારા ખાતે શ્રદ્ધાપૂર્વક કર્યું.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment