Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MTB કોલેજ બહાર NSUIનો CEC જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઉગ્ર વિરોધ:પ્રદર્શનકારીઓને પોલીસે ટીંગાટોળી કરી વાનમાં બેસાડ્યા, સૂત્રોચાર કરીને રાજીનામાની પણ માંગ

    11 hours ago

    સુરતમાં લોકશાહીના રક્ષણ અને ચૂંટણી પ્રક્રિયામાં પક્ષપાતનો આરોપ લગાવીને NSUI દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. શહેરની જાણીતી એમ.ટી.બી. કોલેજ કેમ્પસ બહાર આજે NSUIના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શન દરમિયાન સ્થિતિ તંગ બનતા પોલીસે હસ્તક્ષેપ કર્યો હતો અને વિરોધ કરી રહેલા તમામ કાર્યકર્તાઓને બળપૂર્વક ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં બેસાડી અટકાયત કરી હતી. કોલેજ પરિસરમાં વિદ્યાર્થીઓ અને યુવાનોની ઉપસ્થિતિ વચ્ચે આ આંદોલન ઉગ્ર બન્યું હતું. 5 કરોડથી વધુ વોટરોના નામ ડિલીટ કરવાનો ગંભીર આક્ષેપ આંદોલન દરમિયાન આક્ષેપ કરવામાં આવ્યો છે કે ચૂંટણી પંચ દ્વારા એસ.આઈ.આર.ની આડમાં 5 કરોડ કરતા વધારે વોટરોના નામ ગેરકાયદેસર રીતે ડિલીટ કરવામાં આવ્યા છે. કમિશનના વિરોધ છતાં મનમાની કરીને નિર્ણયો લેવાયા હોવાનું તેમજ ફોર્મ 6 અને ફોર્મ 7 બાબતે ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ પ્રકારે મતદારોના નામ કમી કરીને ભાજપને સીધી મદદ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ કરાયો છે. આ વિરોધ માત્ર એક કોલેજ પૂરતો સીમિત ન રહેતા યુવાનો અને જનરેશન-ઝી (Gen Z) સુધી લોકશાહીના હકોની જાગૃતિ લાવવા માટે યોજાયો હતો. "જ્ઞાનેશ કુમારે ગદ્દી છોડીને રાજીનામું આપવું જોઈએ": માજિદ આ વિરોધ પ્રદર્શન અંગે NSUI કાર્યકર માજિદે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "જે રીતે જ્ઞાનેશકુમાર દ્વારા એસ.આઈ.આર.ની આડમાં લઈને 5 કરોડ કરતા વધારે વોટરોના નામ ડિલીટ કરવામાં આવ્યા છે, જે રીતે અહેવાલ આવ્યો છે, તેમાં ન્યૂઝમાં કે બે જે ઇલેક્શન કમિશન છે, તેમના વિરોધ છતાં જ્ઞાનેશકુમારે પોતાની મનમાનીથી નિર્ણય લીધા છે. ફોર્મ 6 હોય તેમાં ગેરકાયદેસર રીતે બદલાવ કર્યો છે... અમે જ્ઞાનેશકુમાર જે છે તેમને કહેવામાં આવે છે કે તમે હવે ગદ્દી છોડો, ભાજપની મિલીભગત નહીં કરો અને રાજીનામું આપો. તમે એક સંવિધાન પદ પર બેઠા છો અને આ રીતે એક પક્ષનું લઈને જે વોટ આજે જોઈએ તો લોકશાહી વોટ આપવાનો સૌથી મોટો અધિકાર છે લોકોનો, તે તમે છીનવી રહ્યા છો, તેથી અમે જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ કરીએ છીએ." લોકશાહીના અધિકારો માટે કાયદેસરની લડત ચાલુ રહેશે NSUI આગેવાનોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ બંધારણીય અને લોકશાહી માર્ગે રહીને જ પોતાના હકો માટે અવાજ ઉઠાવી રહ્યા છે. પોલીસ દ્વારા ગમે તેટલી કાર્યવાહી કે અટકાયત કરવામાં આવે પરંતુ જનતાનો વોટ આપવાનો અધિકાર છીનવા નહીં દેવાય. સંગઠન દ્વારા માંગ કરવામાં આવી છે કે મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ કાયદેસરના પગલાં લેવામાં આવે અને દેશદ્રોહનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરવામાં આવે. સુરતમાં યુવા વર્ગ દ્વારા લોકશાહીના રક્ષણ માટે શરૂ કરાયેલી આ લડાઈ આગામી દિવસોમાં વધુ વ્યાપક બને તેવી શક્યતાઓ છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર એસટી બસસ્ટેન્ડ બહારથી વિદેશી દારૂના જથ્થા સાથે 4 ઝડપાયા:કાર અને થેલામાંથી ગોવાથી લાવવામાં આવેલી દારૂની 364 બોટલો જપ્ત, વધુ છ શખ્સોના નામ ખુલ્યા
    Next Article
    સુરેન્દ્રનગરમાં 1.92 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:જોરાવરનગર પોલીસ સ્ટેશન નજીકથી ડિવિઝન પોલીસે એક આરોપીને પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment