Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MSUના સાયન્સ ફેકલ્ટીના પ્રોફેસર સામે એટેન્ડન્સના નામે હેરાનગતિના આક્ષેપ:ક્લાસમાં ખરાબ નજરે જોતા હોવાની વિદ્યાર્થિનીઓની ફરિયાદ, સાયન્સ ફેકલ્ટીના વડાને NSUIની રજૂઆત

    6 hours ago

    એમ. એસ. યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના એક પ્રોફેસર સામે વિદ્યાર્થિનીઓ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના કારણે શૈક્ષણિક જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે. વડોદરાની આ વિશ્વવિખ્યાત યુનિવર્સિટીમાં પ્રોફેસર રતનલાલ સામે એટેન્ડન્સ એટલે કે હાજરીના નામે વિદ્યાર્થિનીઓને હેરાન પરેશાન કરવા અને ખરાબ નજરે જોવાની ગંભીર ફરિયાદો ઉઠી છે. આ અંગે NSUI દ્વારા સાયન્સ ફેકલ્ટીના વડાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. વિદ્યાર્થિનીઓના પીજી રૂમ સુધી પીછો કરતા હોવાના આરોપ વિદ્યાર્થિનીઓ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો અનુસાર, આ પ્રોફેસર દ્વારા માત્ર કલાસરૂમ કે લેબમાં જ નહીં, પરંતુ વિદ્યાર્થિનીઓના પીજી (પેઈંગ ગેસ્ટ) સુધી તેમનો પીછો કરવામાં આવતો હતો અને તેમની પ્રવૃત્તિઓ ઉપર નજર રાખવામાં આવતી હતી. આ પ્રકારના વર્તનને કારણે યુવતીઓમાં ભારે ડર, અસલામતી અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે. આ મામલે પ્રાપ્ત વિગતો મુજબ, પ્રોફેસર દ્વારા એટેન્ડન્સ પૂરવાની પદ્ધતિની આડમાં વિદ્યાર્થિનીઓના ફોટા પાડવામાં આવતા હતા અને તેનો ગેરવ્યાજબી ઉપયોગ કરીને તેમને માનસિક રીતે ત્રાસ આપવામાં આવતો હતો. ફેકલ્ટીને પણ હેરાન કરતા હોવાના આરોપ NSUIના વિધાર્થીઓ દ્વારા એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે આ પ્રોફેસર દ્વારા ભૂતકાળમાં એક ફેકલ્ટીને પણ હેરાન કરવામાં આવતા હતા. જો કે આ તમામ પુરાવા તેઓ પાસે હોવાનું જણાવ્યું હતું. યુનિવર્સિટી જેવી પવિત્ર શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને ગરિમા જળવાઈ રહેવી અનિવાર્ય છે, પરંતુ આવા કિસ્સાઓથી શૈક્ષણિક માહોલ કલંકિત થઈ રહ્યો છે. વિદ્યાર્થિનીઓએ આ પ્રકારની અસહ્ય માનસિક અને શારીરિક હેરાનગતિ સામે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે અને સત્તાધીશો સમક્ષ કડક પગલાં લેવાની માગણી કરી છે. પ્રોફેસરને ટીચીંગ સ્ટાફમાંથી હટાવવા માંગ આ ગંભીર કૌભાંડ અને હેરાનગતિના વિરોધમાં તાત્કાલિક ધોરણે જવાબદાર પ્રોફેસર સામે સખત પગલાં લેવાની માંગ સાથે યુનિવર્સિટી સત્તાધીશોને સત્તાવાર આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્ર દ્વારા સ્પષ્ટ માગ કરવામાં આવી છે કે પ્રોફેસર રતનલાલને તાત્કાલિક અસરથી ટીચીંગ સ્ટાફમાંથી એટલે કે અધ્યાપન કાર્યમાંથી દૂર કરવામાં આવે, જેથી અન્ય વિદ્યાર્થિનીઓ સુરક્ષિત વાતાવરણમાં અભ્યાસ કરી શકે. યુનિવર્સિટી પ્રશાસન દ્વારા આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરીને યોગ્ય ન્યાયિક કાર્યવાહી કરવામાં આવે તેવી વ્યાપક લોકમાગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદની M.J. લાઇબ્રેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ:આઈ-કાર્ડ વગર એન્ટ્રી પર સંપૂર્ણ પ્રતિબંધ, GEN-Z જ્ઞાનેશકુમારના વિરોધમાં રસ્તા પર ઉતર્યા
    Next Article
    'Automatic हथियार लेकर घूम रही दिल्ली पुलिस' CM Detained! CJP Protest | Jantar Mantar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment