Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MSU કોમર્સ ફેકલ્ટીમાં 7,000 બેઠકો માટે એડમિશનનો પ્રારંભ:GICASના ટૂંકા શિડ્યુલ વચ્ચે તંત્ર સજ્જ, અરાજકતા ટાળવા સ્લોટ સિસ્ટમ લાગુ

    2 weeks ago

    મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ની સૌથી મોટી ગણાતી ફેકલ્ટી ઓફ કોમર્સમાં શૈક્ષણિક વર્ષ $2026-27$ માટેની એડમિશન પ્રક્રિયાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. આ વર્ષે અંદાજે 7,000 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની મેગા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જોકે, ગુજરાત સ્ટેટ સેન્ટ્રલાઈઝ્ડ એડમિશન સિસ્ટમ (GICAS) દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર શિડ્યુલમાં ફેકલ્ટીને દસ્તાવેજોની ચકાસણી અને ફી સ્વીકારવા માટે માત્ર 4 દિવસનો જ સમય ફાળવવામાં આવ્યો હોવાથી વહીવટી તંત્ર સામે મોટો પડકાર ઊભો થયો છે. ભીડ અને અરાજકતા ટાળવા એડવાન્સ 'સ્લોટ સિસ્ટમ' કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રો. પ્રજ્ઞેશ શાહે વહીવટી વ્યવસ્થા અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, "માત્ર 4 દિવસમાં તમામ વિદ્યાર્થીઓની પ્રક્રિયા પૂર્ણ કરવાની હોવાથી, ફેકલ્ટી દ્વારા રોજ સરેરાશ 1,900 વિદ્યાર્થીઓની દસ્તાવેજ ચકાસણી અને ફી સ્વીકારવાની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે. પરિસરમાં ભીડભાડ અને અરાજકતા ટાળવા માટે સત્તાધીશોએ વિશેષ 'સ્લોટ સિસ્ટમ' અમલમાં મૂકી છે, જેમાં દર કલાકે માત્ર 200 વિદ્યાર્થીઓને જ વેરિફિકેશન માટે અંદર બોલાવવામાં આવી રહ્યા છે. સુરક્ષા અને વ્યવસ્થાના ભાગરૂપે ફેકલ્ટી બિલ્ડિંગમાં માત્ર વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાઈ રહ્યો છે." કાળઝાળ ગરમી સામે વાલીઓ માટે છાંયડો અને લીંબુ પાણી ચાલુ વર્ષે પડી રહેલી કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓ અને ખાસ કરીને બહાર પ્રતીક્ષા કરી રહેલા વાલીઓ માટે પ્રશંસનીય સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. કેમ્પસની બહાર વિશાળ મંડપ ઊભો કરી છાંયડાની વ્યવસ્થા સાથે હાઈ-કેપેસિટી એર કૂલર્સ મૂકવામાં આવ્યા છે. વાલીઓ અને વિદ્યાર્થીઓને ગરમીથી રાહત આપવા માટે સતત ઠંડા લીંબુ પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, પાલિકામાંથી ખાસ અદ્યતન મોબાઇલ ટોઇલેટ બ્લોક મંગાવીને પણ પરિસરમાં મૂકવામાં આવ્યા છે. થેલેસેમિયા રિપોર્ટ બાકી હશે તો પણ એડમિશન અટકશે નહીં સરકારના નિયમ અનુસાર, યુનિવર્સિટીમાં નવો પ્રવેશ મેળવતા તમામ વિદ્યાર્થીઓ માટે થેલેસેમિયા ટેસ્ટ કરાવવો કાયદાકીય રીતે ફરજિયાત છે. આ અંગે વિદ્યાર્થીઓની મુંઝવણ દૂર કરતા ડીને સ્પષ્ટતા કરી હતી કે, જો કોઈ વિદ્યાર્થીનો થેલેસેમિયા રિપોર્ટ આવવામાં વિલંબ હોય, તો તે વિદ્યાર્થી ટેસ્ટની નિયત ફી ₹150 ભર્યાની પહોંચ દર્શાવીને પણ પોતાનું એડમિશન કન્ફર્મ કરાવી શકે છે. રિપોર્ટ પેન્ડિંગ હોવાના કારણે કોઈ પણ વિદ્યાર્થીનું એડમિશન અટકાવવામાં આવશે નહીં. GICAS ની ટેકનિકલ ખામીઓ સામે મનપા જેવી જ રાત-દિવસ મહેનત જીકાસ (GICAS) પોર્ટલ અને યુનિવર્સિટીના કોમ્પ્યુટર સેન્ટર વચ્ચે યોગ્ય સંકલનના અભાવે કેટલીક મોટી ટેકનિકલ વિસંગતતાઓ સામે આવી છે. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ લિસ્ટમાંથી કેટલાક વિદ્યાર્થીઓના નામ ગાયબ થઈ જવા કે ધોરણ-12 ના માર્કસ ન દર્શાવવા જેવી વ્યાપક ફરિયાદો ઉઠી છે. આ અંગે તંત્રની ગંભીરતા દર્શાવતા ડીને ઉમેર્યું કે, "અમારી આખી ટીમે ગઈકાલે મોડી રાત્રે 02:00 વાગ્યા સુધી જહેમત ઉઠાવીને આ ટેકનિકલ પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો છે. ઓનલાઈન ક્ષતિના કારણે વિદ્યાર્થીઓને હાલાકી ન પડે તે માટે અમે ઓફલાઈન કાગળ-પેનની પણ વૈકલ્પિક વ્યવસ્થા રાખી છે, જેથી તેઓ રૂબરૂ એપ્લિકેશન સબમિટ કરી શકે. અમે આ મુદ્દે સત્તાવાર રીતે જીકાસ હેડ સાથે ચર્ચા કરીને દરેક પ્રશ્નનો કાયમી ઉકેલ લાવીશું." BBA કોર્સનું મેરિટ લિસ્ટ ટૂંક સમયમાં બીબીએ (BBA) કોર્સના એડમિશન અંગે જણાવવામાં આવ્યું હતું કે, સોફ્ટવેરમાં કેટલીક તકનીકી મુશ્કેલીઓના કારણે મેરિટ લિસ્ટ બનાવવામાં વિલંબ થઈ રહ્યો છે, જેનું કાયમી સોલ્યુશન લાવવા આઈટી ટીમ સતત પ્રયત્નશીલ છે અને આગામી ટૂંક સમયમાં જ તે અંગેની યાદી જાહેર કરી આગળની પ્રક્રિયા વધારવામાં આવશે. ફેકલ્ટીના વડાએ વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયાની અફવાઓથી દૂર રહે અને કોઈપણ મૂંઝવણ કે સમસ્યાના કિસ્સામાં સીધો જ ફેકલ્ટી સ્ટાફનો હેલ્પડેસ્ક પર સંપર્ક કરે.
    Click here to Read More
    Previous Article
    3 સિસ્ટમ સક્રિય, ચાર દિવસ રાજ્યભરમાં ભારે વરસાદ પડશે:મિની વાવાઝોડા અને ગાજવીજથી લોકોને એલર્ટ રહેવા સૂચના; દાહોદમાં ‘સ્માર્ટ સિટી’નું બોર્ડ પડતાં 3ના મોત
    Next Article
    Gujarat Rain Alert LIVE | આખા ગુજરાતમાં તોફાની વરસાદનું એલર્ટ | Heavy Rain | Pre-Monsoon | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment