Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેલ્જિયમ ગ્લાસ ને રાજસ્થાની રંગ, MSU આર્ટ્સ ફેકલ્ટીનો ડ્રોન નજારો:5 રાજ્યના 100 કારીગરોની 5 લાખ કલાકની મહેનત, એશિયાના બીજા નંબરના ગુંબજનું 6 કરોડના ખર્ચે રિસ્ટોરેશન

    4 days ago

    સંસ્કારી અને કલા નગરી સાથે શિક્ષણ નગરી તરીકે વડોદરા શહેર વિશ્વભરમાં જાણીતું છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) આજે વિશ્વ ફલક પર પોતાની નામના મેળવી ચૂકી છે, ત્યારે યુનિવર્સિટીની ઐતિસાહિક ઇમારત એવી આર્ટ્સ ફેકલ્ટીના બિલ્ડિંગના રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી હતી. જેના માટે બેલ્જિયમથી ખાસ ગ્લાસ મંગાવાયા, જ્યારે જર્મન ટાઈલસની આબેહૂબ ડિઝાઈન મુંબઇમાં તૈયાર કરાઈ હતી. આ ઉપરાંત રિસ્ટોરેશનના કામમાં ક્યાંય પણ સિમેન્ટનો ઉપયોગ કરાયો નથી તેના બદલે ખાસ કરીને ગોળ, ગુગળ, અડદ, મેથી, ગુંદર અને બીલીના ફડનો ઉપયોગ કરાયો હતો. જ્યારે ઇમારતમાં વપરાયેલા લાકડાં ખરાબ ન થાય તે માટે બેલ્જિયમથી મોનોકોટ નેચરલ વૂડ પ્રોટેક્ટર મંગાવાયું હતું. પાંચ રાજ્યના 100 કારીગરોની 5 લાખ કલાકની મહેતન 1 ઓગસ્ટ 2023થી MSUના આર્ટ્સ ફેકલ્ટીના બિલ્ડિંગમાં અલગ અલગ રિસ્ટોરેશન કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરી માટે પાંચ રાજ્યના કારીગરો દ્વારા કામ કરવામાં આવ્યું હતું. જેમાં પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર (મુંબઇ)ના 100થી વધુ કારીગરોએ 5 લાખ કલાકની ભારે મહેનત બાદ આબેહૂબ કામગીરી કરી હતી. આ માટે અંદાજિત 6 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. વર્ષ 1880માં 8 લાખના ખર્ચે આ બિલ્ડિંગ તૈયાર કરાઈ હતી આ અંગે MSUના પ્રોફેસર હિતેશ રવિયાએ જણાવ્યું હતું કે, આ બિલ્ડિંગ વર્ષ 1880માં મહારાજા સયાજીરાવ ગાયકવાડે 8.30 લાખના ખર્ચે તૈયાર કરાવી હતી. આ ઐતિહાસિક બિલ્ડિંગની સ્થાપના બાદ વર્ષ 1881માં બરોડા કોલેજની શરૂઆત કરાઈ હતી. 145 વર્ષ પછી આજે પણ આ ઇમારત અડીખમ ઊભી છે. જોકે, ઐતિહાસિક ગુંબજ પ્રદૂષણને કારણે કાળો પડી ગયો હોવાથી એનું મેન્ટેનન્સ કરવું જરૂરી હતું. આ ઐતિહાસિક ગુંબજ બે લેયરમાં બનાવાયો છે. ઉપર અને અંદરના મોટા ડોમ વચ્ચે 1 મીટરની જગ્યા છે. આ ડોમમાં ડેમેજ અને ક્રેક હોવાથી તે રિપેર કરવો ખૂબ જ જરૂરી હતો. ગુંબજ હવે ફરીથી ખરાબ ન થાય એ પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે. સિમેન્ટના ઉપયોગ વગર રિસ્ટોરેશનની કામગીરી કરાઈ સવાણી ગ્રુપના પ્રોજેક્ટ મેનેજર યશ સોનીએ જણાવ્યું હતું કે, આ એશિયાનો બીજા નંબરનો સૌથી ઊંચો ગુંબજ છે. અહીં 9 જેટલા ગુંબજ છે, જેમાંથી એક મુખ્ય ગુંબજ છે. આ ગુંબજના રિસ્ટોરેશન માટે ક્યાંય પણ સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આ કામગીરી માટે ખાસ કરીને ગોળ, ગુગળ, અડદ, મેથી, ગુંદર અને બીલીના ફડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ગુંબજમાં પડેલી ક્રેકને હોટ લાઈમ ગ્રાઉટિંગ તથા એસ.એસ. પીન દ્વારા રિપેર કરવામાં આવ્યા બાદ ગોળ, ગુગળ, અડદ, મેથી, ગુંદર અને બીલીના ફડના મિશ્રણનો ઉપયોગ કરી ચૂનાનું પ્લાસ્ટર કરવામાં આવ્યું છે. ગુંબજના પેઇન્ટિંગ બાદ વોટર રિપેલન્ટ કોટ (વરસાદનું પાણી તેના પર ટકશે નહીં) લગાવવામાં આવ્યું છે. આખા ગુંબજને પાંચ લેયરથી તૈયાર કરાયો છે. બેલ્જિયમથી ખાસ ગ્લાસ મંગાવવામાં આવ્યા આ સાથે ખાસ કરીને આર્ટ્સ ફેકલ્ટી બિલ્ડિંગમાં જર્મન ટાઈલ્સ અને બેલ્જિયમ ગ્લાસનો ઉપયોગ મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા દ્વારા તે સમયે કરવામાં આવ્યો હતો. જર્મન ટાઈલ્સ જે આજે મળવી શક્ય નહોતી જેથી તેની આબેહૂબ ડિઝાઈન મુંબઇમાં તૈયાર કરાઈ હતી, જ્યારે બિલ્ડિંગમાં વાપરવામાં આવેલા ગ્લાસ ખાસ બેલ્જિયમથી મંગાવવામાં આવ્યા હતા. આ સાથે બહારની આખી દીવાલ વોટરપ્રૂફ બનાવવામાં આવી છે. જો તમે એક ગ્લાસ ભરીને પાણી નાખશો તો ત્યાં પાણી ટકશે નહીં કે સોસાશે નહીં. આ બિલ્ડિંગમાં જે જગ્યાએ લાકડાં વાપરવામાં આવ્યા છે તેને પ્રોટેક્ટ કરવા માટે બેલ્જિયમથી ખાસ મોનોકોટ નેચરલ વૂડ પ્રોટેક્ટર મંગાવવામાં આવ્યું છે. આ બિલ્ડિંગને પુન:જીવિત કરવા માટે યુનિવર્સિટી દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા છે. કમળની કળી જેવી ગુંબજની ડિઝાઈન આ ઐતિહાસિક ગુંબજની ડિઝાઈન કમળથી પ્રેરિત છે. કમળની કળી જે રીતે ખીલતી હોય એ પ્રકારની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. આ ડિઝાઈનમાં 8 ખૂણા છે. અંદરના ભાગની પેટર્નની ગોળાકાર ડિઝાઈનમાં પણ મુખ્ય વર્તૃળની ફરતે આઠ વર્તૃળ મૂકવામાં આવ્યા છે. ઇન્ડો આર્સેનિક શૈલીના આ બાંધકામમાં અંદરના ભાગે વોલ પેઇન્ટિંગ્સ ટેમ્પેરા ટેકનિકથી કરવામાં આવ્યું છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડની વિશાળ ગુંબજની કલ્પના આર્કિટેક્ટ રૉબર્ટ ફેલોસ ચિસોમેએ તૈયાર કરી હતી. આ ગુંબજને હેરિટેજ વોકનાં સ્થળોની યાદીમાં સ્થાન અપાયું છે. ગુંબજની 3-4 વર્ષે સાફ સફાઈ કરાવવી ખૂબ જરૂરી વડોદરામાં પોલ્યુશન અને કેમ્પસ સામે મેન રોડ હોવાથી આ ગુંબજ કાળો પડવાની શક્યતાઓ વધારે છે, ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે, યુનિવર્સિટી તંત્રએ આ ગુંબજની આજ પ્રકારે જાળવણી રાખવી હોય તો ત્રણ-ચાર વર્ષે સાફ સફાઈ કરાવવી ખૂબ જ જરૂરી છે નહીં તો તેની સ્થિતિ બગડી શકે છે.
    Click here to Read More
    Previous Article
    '12th ફેલ' છોકરી આજે બોલિવૂડની ‘ક્વીન’:આદિત્ય પંચોલીના ડરથી બિલ્ડિંગ કૂદીને ભાગી, ચંબલમાં ડાકુઓના ગન પોઈન્ટ પર આવી; વાંચો કંગના રનૌતનું 'ફિલ્મી' જીવન
    Next Article
    આજે કોર્પોરેશનના 30 વોર્ડની આખરી મતદારયાદી પ્રસિદ્ધ થશે:નાગરિકો તાપી ભવન, તમામ વોર્ડ ઓફિસો સહિત 40 સ્થળે નામની ચકાસણી કરી શકશે, નામ ન હોય તે ઉમેરી શકશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment