Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MSU વડોદરામાં ‘અર્થરંગ 2026’નો ચોથો દિવસ:વિદ્યાર્થીઓએ માઇમ, ડાન્સ, પેઇન્ટિંગમાં સર્જનાત્મકતા દર્શાવી

    13 hours ago

    મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU), વડોદરાની કોમર્સ ફેકલ્ટી ખાતે આયોજિત ‘અર્થરંગ 2026’ ફેસ્ટના ચોથા દિવસે વિદ્યાર્થીઓ માટે વિવિધ મનોરંજક અને સર્જનાત્મક સ્પર્ધાઓ યોજાઈ હતી. આ દિવસે કેમ્પસમાં ઉત્સાહ અને કલાત્મક અભિવ્યક્તિનો માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે માઇમ, સ્કિટ, મિમિક્રી, કાર્ટૂન, પોસ્ટર મેકિંગ, પેઇન્ટિંગ અને વેસ્ટર્ન ડાન્સ (સોલો અને ગ્રુપ) જેવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ દરેક સ્પર્ધામાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને પોતાની પ્રતિભા રજૂ કરી હતી. માઇમ અને સ્કિટ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ સંવાદ વગર અથવા નાટ્યરૂપે સામાજિક સંદેશાઓ રજૂ કર્યા હતા, જે દર્શકો માટે રસપ્રદ રહ્યા. મિમિક્રી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ અલગ અલગ અવાજ અને શૈલીની નકલ કરીને સૌને મનોરંજન પૂરું પાડ્યું હતું. કાર્ટૂન, પોસ્ટર મેકિંગ અને પેઇન્ટિંગ જેવી કલાત્મક સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ પોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું. વેસ્ટર્ન ડાન્સ સ્પર્ધાએ સમગ્ર વાતાવરણને ઉત્સાહ અને ઉર્જાથી ભરી દીધું હતું, જેમાં સોલો અને ગ્રુપ બંને પરફોર્મન્સે દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ‘અર્થરંગ 2026’ ફેસ્ટ તેમને માત્ર મનોરંજન જ નહીં, પરંતુ પોતાની છુપાયેલી પ્રતિભા રજૂ કરવાની અને આત્મવિશ્વાસ વધારવાની ઉત્તમ તક પણ પૂરી પાડે છે.આમ, ‘અર્થરંગ 2026’ નો ચોથો દિવસ વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા, કલાત્મકતા અને ઉત્સાહથી યાદગાર બની રહ્યો.
    Click here to Read More
    Previous Article
    ડ્રોન ટેકનોલોજી શીખીને સુરતને બનાવશે વધુ સ્માર્ટ:પાલિકાના 16 અધિકારીઓની ટીમ ચેન્નાઈ રવાના, ડૉ. કલામ રિસર્ચ સેન્ટરમાં તાલીમ લેશે
    Next Article
    Gujarat Unseasonal Rain Forecast | માવઠાની ઘાતની બે-બે આગાહીકારોએ આગાહી કરી | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment