Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MSUમાં કેમ્પસમાં 112 કંપનીઓની પ્લેસમેન્ટ ઓફર:કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીને 13.4 લાખનું પેકેજ, ગત વર્ષ કરતા પ્લેસમેન્ટમાં 10% વધારો થશે

    1 day ago

    વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ ફરી એકવાર પોતાની પ્રતિભા સાબિત કરી છે. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ચાલી રહેલી પ્લેસમેન્ટ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને અધધ પેકેજ મળી રહ્યા છે. અત્યાર સુધીમાં 112 જેટલી નામી કંપનીઓએ મુલાકાત લઈને 362 વિદ્યાર્થીઓને જોબ ઓફર આપી છે. કમ્પ્યુટર સાયન્સમાં સૌથી ઊંચું પેકેજ આ વર્ષે પ્લેસમેન્ટમાં કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ શાખાએ બાજી મારી છે. સૌથી વધુ પેકેજ 13.4 લાખ રૂપિયા (વાર્ષિક) છે. આ વર્ષે સરેરાશ પેકેજ 4.5 લાખ રૂપિયા રહ્યું છે. 558 વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં એપ્રિલ, 2026 સુધીમાં 362 વિદ્યાર્થીઓની પસંદગી થઈ ચૂકી છે. મિકેનિકલ એન્જિનિયરિંગમાં સૌથી વધુ નોકરી શાખાવાર આંકડા જોઈએ તો મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની સૌથી વધુ માંગ જોવા મળી છે. સૌથી વધુ 106 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળ્યું છે. અન્ય શાખાઓ ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર સાયન્સમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સારી કંપનીઓમાં સ્થાન મળ્યું છે. બજારમાં મંદી છતાં પ્લેસમેન્ટમાં 10% ઉછાળો યુનિવર્સિટીના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, હાલમાં નોકરી બજાર (Job Market) પડકારજનક હોવા છતાં MSUના વિદ્યાર્થીઓ માટે સ્થિતિ આશાસ્પદ છે. અત્યાર સુધીનું પ્લેસમેન્ટ જોતા અપેક્ષા છે કે, આ વર્ષે પ્લેસમેન્ટનો આંકડો 80 ટકા સુધી પહોંચશે. જે ગત વર્ષની સરખામણીએ લગભગ 10 ટકા જેટલો વધારો દર્શાવે છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકાએ યુદ્ધવિરામ તોડીને ઈરાન પર ફરી બોમ્બમારો કર્યો:ટ્રમ્પે કહ્યું- જો ડીલ કરશો નહીં તો વધુ હુમલાઓ થશે; હોર્મુઝમાં 1500 જહાજ ફસાયા
    Next Article
    જીવલેણ હુમલો:કલજીની સરસવાણી ગામમાં રસ્તાના વિવાદમાં પિતા - પુત્ર પર જીવલેણ હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment