Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MSP ખરીદીના નવા નિયમો સામે ખેડૂતોનો વિરોધ:હેક્ટર દીઠ ખરીદી કરવા માગ; જૂના નિયમો લાગુ ન થાય તો ગાંધીનગર કૂચની ચીમકી

    14 hours ago

    મહીસાગર જિલ્લામાં ભારતીય કિસાન સંઘ દ્વારા MSP (ટેકાના ભાવ) ખરીદીના નવા નિયમો સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ખેડૂતોએ અધિક જિલ્લા કલેક્ટર અને પુરવઠા અધિકારીને આવેદનપત્ર સુપરત કરીને જૂના નિયમો ફરીથી લાગુ કરવાની માંગ કરી છે. જો માંગણીઓ નહીં સંતોષાય તો ગાંધીનગર કૂચ કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર, અગાઉ ટેકાના ભાવે અનાજની ખરીદી પ્રતિ હેક્ટર દીઠ કરવામાં આવતી હતી. પરંતુ, નવા પરિપત્ર મુજબ હવે ખેડૂત દીઠ ૭૫ મણ (અથવા ખાતા દીઠ) અનાજ ખરીદવાનો નિર્ણય લેવાયો છે. આ ફેરફારથી ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભારતીય કિસાન સંઘે આવેદનમાં જણાવ્યું છે કે, મહીસાગરના ખેડૂતો ડાંગર, મકાઈ, જુવાર, બાજરી, ચણા અને મગ જેવા પાકોનું વાવેતર કરે છે. મોંઘા બિયારણ, ખાતર, દવાઓ અને જંગલી પ્રાણીઓના ઉપદ્રવ સામે પાકને બચાવવા માટે ખેડૂતો સખત મહેનત કરે છે. ખાનગી વેપારીઓ પૂરતો ભાવ ન આપતા હોવાથી MSP ખરીદી ખેડૂતો માટે મહત્વની છે. અગાઉ સરકાર પ્રતિ હેક્ટર 2800 કિલો મકાઈ ખરીદતી હતી, જે ઘટાડીને હવે ખાતા દીઠ ૭૫ મણ કરી દેવાઈ છે. બજારમાં મકાઈના ભાવ ખૂબ નીચા હોવાથી આ ઘટાડાથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થશે. ખેડૂતોએ કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત 25ટકા જથ્થો જૂના પરિપત્ર મુજબ ખરીદવાની વિનંતી કરી છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. ભારતીય કિસાન સંઘે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવીને ખેડૂતોની સંવેદના ધ્યાનમાં લેવા અપીલ કરી છે. જો જૂના પરિપત્ર મુજબ ખરીદી કરવામાં નહીં આવે તો મહીસાગર જિલ્લાના ખેડૂતો ગાંધીનગર ખાતે આંદોલન કરશે તેવી સ્પષ્ટ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર ગમખ્વાર અકસ્માત:ગેસ ટેન્કર અને ટ્રેલર વચ્ચે જોરદાર ટક્કર, હાઇડ્રોલિક ક્રેન વડે વાહનો અલગ કરાયા; મોટી જાનહાનિ ટળી
    Next Article
    આકાંક્ષા ફ્લેટમાં ગોતા વોર્ડના કોર્પોરેટરોનો સ્થાનિકોએ ઉધડો લીધો:ઘાટલોડિયામાં ઘેરીને ઉગ્ર રજૂઆત કરી; અમિત શાહે તાત્કાલિક પગલાં લેવા CM-મેયરને સૂચના આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment