Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીનગરમાં જામશે દેશના MSMEનો મહાકુંભ:500થી વધુ પ્રદર્શનકારો સાથે 1 લાખથી વધુ મુલાકાતીઓ રહેશે ઉપસ્થિત

    7 hours ago

    ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર (HEC) ખાતે દેશભરના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) ના વિકાસ, પ્રોત્સાહન અને નવી તકોના સર્જન અર્થે ગુજરાત પ્રદેશ 'લઘુ ઉદ્યોગ ભારતી' દ્વારા ૧૫મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેર – UDYAM 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ઔદ્યોગિક પ્રદર્શન આગામી 23 થી 26 ઓક્ટોબર, 2026 દરમિયાન યોજાશે. મુખ્યમંત્રી અને અગ્રણી નેતાઓની વિશેષ ઉપસ્થિતિ આ પ્રદર્શનના ઉદ્ઘાટન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા, લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી પ્રકાશચંદજી, રાષ્ટ્રીય પ્રમુખ મધુકર દાદુ, રાષ્ટ્રીય મંત્રી ઓમપ્રકાશ ગુપ્તા, ગુજરાત પ્રભારી ઘનશ્યામભાઈ ઓઝા અને ક્ષેત્રીય પ્રભારી બળદેવભાઈ પ્રજાપતિ વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે. આ ઉપરાંત, લઘુ ઉદ્યોગ ભારતી (ગુજરાત પ્રદેશ) ના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, મંત્રી હંસરાજભાઈ ગજેરા, ક્ષેત્રીય પ્રભારી વજુભાઈ વઘાસિયા, સૌરાષ્ટ્ર સંભાગ પ્રમુખ દિનેશભાઈ ડાંગરિયા, ખજાનચી ઉમેશભાઈ પટેલ, સૌરાષ્ટ્ર સંભાગ મંત્રી જયકુમાર માવાણી, કર્ણાવતી સંભાગ પ્રમુખ અરવિંદભાઈ પટેલ, કર્ણાવતી સંભાગ મંત્રી અશોકભાઈ પટેલ, કર્ણાવતી પ્રમુખ જયકલ્પ પટેલ અને કર્ણાવતી મંત્રી મેહુલભાઈ યાદવ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. વિવિધ ઔદ્યોગિક મંડળોનું સમર્થન અને નિમંત્રણ આ વિશાળ આયોજનને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) તેમજ ઓઢવ, કઠવાડા, નરોડા, સાંતેજ, સાણંદ, વટવા ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને લઘુ ઉદ્યોગ ભારતી સાથે સંકળાયેલા તમામ જિલ્લા ઔદ્યોગિક મંડળોનું પૂર્ણ સમર્થન સાંપડ્યું છે. એક પ્રેસ મીટ દરમિયાન વજુભાઈ વઘાસિયા, જયકલ્પ પટેલ અને મેહુલ યાદવે MSME ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ ઉદ્યોગપતિઓ, પ્રમુખ નેતાઓ અને ભાગીદારોને આ ઔદ્યોગિક મહોત્સવનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું. 500થી વધુ પ્રદર્શનકારો, 1 લાખથી વધુ મુલાકાતીઓ ભાગ લેશે આ ચાર દિવસીય ઔદ્યોગિક પ્રદર્શનમાં 500થી વધુ પ્રદર્શનકારો ભાગ લેશે અને 1 લાખથી વધુ મુલાકાતીઓ આવવાની સંભાવના છે. આ ફેરનો મુખ્ય હેતુ દેશભરના MSME એકમો, ઉત્પાદકો, ઉદ્યોગસાહસિકો, ટેકનોલોજી પ્રદાતાઓ અને B2B સપ્લાયર્સને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો છે. ગુજરાત ઉપરાંત દેશના અન્ય વિવિધ રાજ્યોમાંથી પણ સંસ્થાકીય ખરીદદારો, વિતરકો અને સરકારી પ્રતિનિધિઓ તેમાં જોડાશે. ઓટોમેશન, B2B કનેક્ટિવિટી અને સંરક્ષણ ક્ષેત્રમાં નવી તકો UDYAM 2026 દ્વારા એન્જિનિયરિંગ, મશીનરી, મેન્યુફેક્ચરિંગ, ઓટોમેશન, ટૂલિંગ, કાસ્ટિંગ, ઔદ્યોગિક સાધનો અને સંરક્ષણ (ડિફેન્સ) ક્ષેત્રમાં કામ કરતા ઉદ્યોગોને મોટા ઉદ્યોગો તથા OEMs સાથે સીધા જોડાવવાની તક મળશે. સ્પર્ધાત્મક વાતાવરણમાં નવીનતા અને ઓટોમેશન અપનાવવા સ્ટાર્ટઅપ્સને પોતાની ક્ષમતાઓ રજૂ કરવાનું મંચ પૂરૂં પાડવામાં આવશે, જેથી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને વેગ મળશે. લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા તમામ નાગરિકો અને ઉદ્યોગકારોને આ મહામેળામાં સહભાગી થવા અપીલ કરવામાં આવી છે
    Click here to Read More
    Previous Article
    રણજી ટ્રોફી- સૌરાષ્ટ્રના પ્રેરક માંકડ અને રવીન્દ્ર જાડેજાએ સદી ફટકારી:મુંબઈએ ચંદીગઢને 78 રનમાં સમેટ્યું, તુષાર દેશપાંડેની હેટ્રિક; ઉમેશ યાદવે પંજાબ માટે ડેબ્યૂ મેચમાં 5 વિકેટ ઝડપી
    Next Article
    144 દીકરીઓએ 30 પ્રકારના પ્રાચીન ગરબાની ઝાંખી રજૂ કરી:જામનગરમાં લોટસ ટ્રસ્ટના 14મા સરગમ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment