Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    144 દીકરીઓએ 30 પ્રકારના પ્રાચીન ગરબાની ઝાંખી રજૂ કરી:જામનગરમાં લોટસ ટ્રસ્ટના 14મા સરગમ નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો

    8 hours ago

    જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૪મા ‘સરગમ નવરાત્રી મહોત્સવ’નો પ્રારંભ કરવામાં આવ્યો. સ્વામિનારાયણ મંદિરના ચતુર્ભુજદાસ સ્વામીના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને મહોત્સવ શરૂ કરાયો. આ પ્રસંગે જામનગરના કમિશનર દીપેશ કેડિયા, ભાજપ મહિલા શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી અને મીડિયા પ્રતિનિધિઓ સહિત ઘણા લોકો હાજર રહ્યા હતા. લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા ૧૪ વર્ષથી પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે આ મહોત્સવનું આયોજન કરે છે. તેનો મુખ્ય હેતુ પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને પરંપરા સમાન ગરબાની ઓળખ જીવંત રાખવાનો છે. આ વર્ષે મહોત્સવમાં ૧૪૪ દીકરીઓ ભાગ લઈ રહી છે. આ દીકરીઓ ૩૦ પ્રકારના પરંપરાગત, પ્રાચીન અને સાંસ્કૃતિક રાસ-ગરબા રજૂ કરશે, જે દર્શકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. ‘સરગમ નવરાત્રી મહોત્સવ’ તેની પરંપરાગત ગરબી શૈલી અને ભક્તિમય વાતાવરણને કારણે જામનગરના લોકોમાં લોકપ્રિય છે. દર વર્ષે ઘણા લોકો આ ગરબી જોવા આવે છે.
    Click here to Read More
    Previous Article
    ગાંધીનગરમાં જામશે દેશના MSMEનો મહાકુંભ:500થી વધુ પ્રદર્શનકારો સાથે 1 લાખથી વધુ મુલાકાતીઓ રહેશે ઉપસ્થિત
    Next Article
    અળવ ગામે સતવારા સમાજ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયો:ધારિયા પરમાર પરિવાર દ્વારા સ્નેહ મિલન, વિદ્યાર્થી સન્માન અને સમૂહ ભોજન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment