Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MSME માટે 5 વર્ષનું પ્રોત્સાહન પેકેજ જાહેર:મૂડી રોકાણ પર 45% સુધી સહાય, AI અપનાવવા 1 લાખ અને ભાડાના શેડ માટે 3 લાખ મળશે

    7 hours ago

    ગુજરાતમાં નાના અને મધ્યમ ઉદ્યોગોને વધુ મજબૂત બનાવવા માટે રાજ્ય સરકારે ‘વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ-2026’ હેઠળ MSME માટે નવી સહાય યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ ઉદ્યોગોને મૂડી રોકાણ, બેંક લોનના વ્યાજ, વીજળી, ટેક્નોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), પેટન્ટ, રોજગાર અને ગુણવત્તા પ્રમાણપત્ર સહિતના વિવિધ ક્ષેત્રોમાં નાણાકીય સહાય મળશે. 1 જૂન, 2026થી અમલી બનેલી આ યોજના 31 મે, 2031 સુધી પાંચ વર્ષ માટે લાગુ રહેશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ઉદ્યોગ-ખાણ વિભાગનો હવાલો ધરાવતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ જાહેર કરાયેલી આ યોજનાનો હેતુ ગુજરાતના MSME ક્ષેત્રને નાણાકીય રીતે મજબૂત બનાવવાની સાથે આધુનિક ટેક્નોલોજી અપનાવવા અને વૈશ્વિક બજારમાં સ્પર્ધા કરવા સક્ષમ બનાવવાનો છે. મૂડી રોકાણ પર 45% સુધી સહાય, વ્યાજમાં પણ રાહત યોજના હેઠળ ઉદ્યોગોને તાલુકાની કેટેગરી અને ઉદ્યોગના પ્રકાર પ્રમાણે મૂડી રોકાણ પર સહાય મળશે. કેટેગરી-Aમાં સંયુક્ત પ્રોત્સાહનની મહત્તમ મર્યાદા પાત્ર સ્થિર મૂડી રોકાણના 45% અને કેટેગરી-Bમાં 35% સુધી રહેશે. પસંદગીના થ્રસ્ટ સેક્ટર્સ માટે આ મર્યાદા અનુક્રમે 50% અને 45% સુધી છે. કેટેગરી-Aમાં માઇક્રો ઉદ્યોગોને એક વર્ષમાં વિતરિત પાત્ર સ્થિર મૂડી રોકાણના 35% સુધી સહાય મળી શકે છે. જ્યારે સ્મોલ અને મીડિયમ ઉદ્યોગોને પાંચ વર્ષમાં વિતરિત પાત્ર રોકાણના 35% સુધી સહાયની જોગવાઈ છે. કેટેગરી-Bમાં આ દર અનુક્રમે 25% રહેશે. આ ઉપરાંત ટર્મ લોન પર પાંચ વર્ષ સુધી 7% વ્યાજ સહાય મળશે. વીજળીના દરમાં પણ કેટેગરી-Aમાં પ્રતિ યુનિટ ₹2 અને કેટેગરી-Bમાં પ્રતિ યુનિટ ₹1 સુધીની સહાયની જોગવાઈ છે. મહિલા ઉદ્યોગસાહસિકો, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રનાં નોંધાયેલાં સ્ટાર્ટઅપ્સ અને પ્રથમ પેઢીના ઉદ્યોગકારોને નિર્ધારિત મર્યાદામાં વધારાની 1% વ્યાજ સહાય મળશે. નવા કર્મચારીઓના EPFની 100% સુધી ભરપાઈ રોજગારીનું સર્જન કરતા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે નવા કર્મચારીઓના એમ્પ્લોયર EPF યોગદાનની 100% સુધીની ભરપાઈ પાંચ વર્ષ સુધી મળી શકે છે. જોકે, આ માટે કર્મચારીદીઠ મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. સહાય કર્મચારીના બેઝિક પગાર, મોંઘવારી ભથ્થા (DA) અને રિટેનિંગ એલાઉન્સના 12% અથવા ઉપરોક્ત નિર્ધારિત રકમ, બેમાંથી જે ઓછી હોય તેના આધારે મળશે. ઉદ્યોગના વિસ્તરણ અથવા વૈવિધ્યકરણથી ઊભી થતી વધારાની રોજગારીને પણ નિર્ધારિત શરતો હેઠળ આ લાભ મળી શકશે. AI અપનાવવા 80% ખર્ચની સહાય, ટેક્નોલોજી માટે ₹1 કરોડ સુધી નવી યોજનામાં નાના ઉદ્યોગોને ડિજિટલ ટેક્નોલોજી અને AI અપનાવવા માટે પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. માઇક્રો ઉદ્યોગો અને પસંદગીના થ્રસ્ટ સેક્ટર્સના આર્ટિઝનને AI સબ્સ્ક્રિપ્શન ફીના 80% સુધીની સહાય મળશે. આ સહાય વાર્ષિક ₹1 લાખ સુધી અને ત્રણ વર્ષ માટે ઉપલબ્ધ રહેશે. ઉદ્યોગોમાં Industry 4.0 અને AI આધારિત વ્યવસ્થા વિકસાવવા ICT સુવિધાઓના મૂડી ખર્ચના 65% સુધી, મહત્તમ ₹5 લાખની સહાય મળશે. માન્ય સંસ્થાઓ પાસેથી ટેક્નોલોજી મેળવવા સામાન્ય MSMEને ખર્ચના 65% સુધી, મહત્તમ ₹50 લાખ અને પસંદગીના થ્રસ્ટ સેક્ટર્સને મહત્તમ ₹1 કરોડ સુધી સહાય મળશે. પેટન્ટ રજિસ્ટ્રેશન માટે ખર્ચના 75% સુધી, મહત્તમ ₹25 લાખની સહાય મળશે. પસંદગીના થ્રસ્ટ સેક્ટર્સમાં પેટન્ટ, ડિઝાઇન, કૉપિરાઇટ, ટ્રેડમાર્ક અને જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) સહિતના બૌદ્ધિક સંપદા અધિકારો માટે મહત્તમ ₹1 કરોડ સુધી સહાયની જોગવાઈ છે. ગુણવત્તા પ્રમાણપત્ર માટે 10 લાખ સુધીની સહાય ગુજરાતના MSMEનાં ઉત્પાદનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક બનાવવા ગુણવત્તા પ્રમાણપત્ર મેળવવા માટે ખર્ચના 50% સુધી, મહત્તમ ₹10 લાખની સહાય મળશે. તેમાં પ્રમાણપત્ર ફી ઉપરાંત જરૂરી ટેસ્ટિંગ સાધનો અને મશીનરીનો ખર્ચ પણ નિર્ધારિત શરતો હેઠળ આવરી લેવાશે. ERP સિસ્ટમ સ્થાપિત કરવા માટે મૂડી ખર્ચના 65% સુધી, મહત્તમ ₹1 લાખની સહાય મળશે. જ્યારે ZED (Zero Defect, Zero Effect) પ્રમાણપત્ર માટે કેન્દ્ર સરકારની સહાય બાદ બાકી રહેતા ચાર્જના 50% સુધી, મહત્તમ ₹50,000ની સહાય આપવામાં આવશે. ભાડાના ઔદ્યોગિક શેડ માટે વાર્ષિક 3 લાખ સુધી મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ભાડે અથવા લીઝ પર ઔદ્યોગિક શેડ લઈને વ્યવસાય શરૂ કરતા MSME માટે પણ સહાયની જોગવાઈ છે. સામાન્ય પાત્ર ઉદ્યોગોને ચૂકવાયેલા ભાડાના 65% સુધી અને 100% મહિલા માલિકી ધરાવતા ઉદ્યોગોને 75% સુધી સહાય મળશે. આ સહાયની મહત્તમ મર્યાદા વાર્ષિક ₹3 લાખ અને સમયગાળો પાંચ વર્ષનો રહેશે. આ ઉપરાંત GIDC અથવા મંજૂર ઔદ્યોગિક પાર્કની બહાર આવેલા પાત્ર MSMEને નવા વીજ જોડાણ, વધારાના લોડ અથવા કનેક્શન-સર્વિસ લાઇન બદલવા માટે ચૂકવેલા ડિસ્ટ્રિબ્યુશન લાઇસન્સ ચાર્જના 35% સુધી, મહત્તમ ₹5 લાખની સહાય મળશે. ઊર્જા-પાણીની બચત માટે 20 લાખ સુધી ઉદ્યોગોમાં ઊર્જા અને પાણીનો કાર્યક્ષમ ઉપયોગ વધારવા માટે ઓડિટ ખર્ચના 75% સુધી, મહત્તમ ₹50,000ની સહાય મળશે. ઓડિટમાં સૂચવાયેલા સાધનો સ્થાપિત કરવા માટે ખર્ચના 25% સુધી, મહત્તમ ₹20 લાખની એક વખતની સહાય પણ મળી શકે છે. જોકે, આ લાભ માટે અગાઉના 12 મહિનાના સરેરાશ માસિક વપરાશની સરખામણીમાં ઓછામાં ઓછી 10% ઊર્જા અથવા પાણીની બચત થવી જરૂરી છે. SME એક્સચેન્જમાં લિસ્ટિંગ અને કોલેટરલ-ફ્રી લોન માટે સહાય SME એક્સચેન્જ મારફતે ઇક્વિટી મૂડી ઊભી કરવા માટે MSMEને ફંડ રેઇઝિંગ ખર્ચના 25% સુધી, મહત્તમ ₹5 લાખની એક વખતની સહાય મળશે. આ ઉપરાંત CGTMSE હેઠળ કોલેટરલ-ફ્રી ટર્મ લોન મેળવવા માટે ચૂકવવામાં આવતી વાર્ષિક સર્વિસ ફીની 100% સુધી પાંચ વર્ષ માટે ભરપાઈની જોગવાઈ છે. રમકડાં, ડ્રોન, રોબોટ અને સ્પોર્ટ્સ ગુડ્સને વિશેષ લાભ રાજ્ય સરકારે રમતગમતનાં સાધનો, રમકડાં, ફૂટવેર, રોબોટ અને ડ્રોનના મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોને પસંદગીના થ્રસ્ટ સેક્ટર્સમાં સામેલ કર્યા છે. આ ક્ષેત્રોમાં ઉદ્યોગ સ્થાપવા માટે જમીન ખરીદી અથવા લીઝ પર ચૂકવેલી સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટ્રેશન ચાર્જની 100% ભરપાઈની જોગવાઈ છે. આ ક્ષેત્રોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તા પ્રમાણપત્રની ફી માટે 100% સુધી, મહત્તમ ₹5 કરોડની સહાય મળી શકે છે. કર્મચારીઓની તાલીમ માટે પ્રથમ 12 મહિના સુધી પ્રતિ કર્મચારી પ્રતિ માસ ₹8,000 સુધી સહાય મળશે. આ ઉપરાંત ક્રિએટિવ ડિઝાઇન સ્ટુડિયો સ્થાપવા માટે ખર્ચના 50% સુધી, મહત્તમ ₹5 કરોડની સહાયની જોગવાઈ છે. સ્થાનિક યુવાનોને રોજગારી આપવી ફરજિયાત આ યોજના હેઠળ લાભ મેળવનારા ઉદ્યોગોએ કુલ કર્મચારીઓમાંથી ઓછામાં ઓછા 85% ગુજરાતમાં વસવાટ કરતા લોકોને રોજગારી આપવાની રહેશે. મેનેજરીયલ અને સુપરવાઇઝરી કક્ષાએ પણ ઓછામાં ઓછા 60% કર્મચારીઓ ગુજરાતના રહેવાસી હોવા જરૂરી છે. આ જોગવાઈનો હેતુ ઔદ્યોગિક વિકાસની સાથે સ્થાનિક યુવાનો માટે રોજગારીની તકો વધારવાનો છે. 1 જાન્યુઆરી, 2026થી થયેલું પાત્ર રોકાણ પણ ગણાશે યોજનામાં 1 જાન્યુઆરી, 2026થી પાત્ર સંપત્તિની ખરીદી અને ચુકવણી દ્વારા થયેલા રોકાણને પણ નિર્ધારિત શરતો હેઠળ ધ્યાનમાં લેવામાં આવશે. ₹50 કરોડ સુધીના પ્લાન્ટ અને મશીનરી રોકાણ માટે DoCPથી 12 મહિના અને ₹50 કરોડથી વધુ પરંતુ ₹125 કરોડ સુધીના રોકાણ માટે 18 મહિનાનો પાત્ર રોકાણ સમયગાળો રહેશે. આ યોજના દ્વારા રાજ્ય સરકારનો પ્રયાસ નાના ઉદ્યોગોને માત્ર નાણાકીય સહાય પૂરી પાડવાનો નહીં, પરંતુ ટેક્નોલોજી, ગુણવત્તા, નવીનતા, રોજગાર અને બજારમાં મૂડી ઊભી કરવાની ક્ષમતા વધારી ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં તેમની ભાગીદારી મજબૂત કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    ભારત સામેની સિરીઝ પહેલાં ન્યૂઝીલેન્ડના 2 ખેલાડીઓ ઈજાગ્રસ્ત:ચેપમેન અને ફાઉલ્ક્સની જગ્યાએ ટિકનર-ક્લાર્કસનને તક; 22 ઓક્ટોબરથી T20 સિરીઝ
    Next Article
    નવરાત્રી મહોત્સવને સામાજિક જાગૃતિનું માધ્યમ બનાવવા આહવાન:વડોદરા શહેર ભાજપની ગરબા આયોજકો સાથે બેઠક, નશામુક્ત ભારત અને સ્વચ્છ ભારતનો સંદેશ ફેલાવવા અપીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment