Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત સામેની સિરીઝ પહેલાં ન્યૂઝીલેન્ડના 2 ખેલાડીઓ ઈજાગ્રસ્ત:ચેપમેન અને ફાઉલ્ક્સની જગ્યાએ ટિકનર-ક્લાર્કસનને તક; 22 ઓક્ટોબરથી T20 સિરીઝ

    7 hours ago

    ભારત સામેની પાંચ મેચની T20I સિરીઝ પહેલાં ન્યૂઝીલેન્ડના 2 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. તેમાં માર્ક ચેપમેન અને જેક ફાઉલ્ક્સનો સમાવેશ થાય છે. બંનેને સિરીઝમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ શુક્રવારે જણાવ્યું કે ચેપમેનની ડાબી હેમસ્ટ્રિંગ અને ફાઉલ્ક્સના જમણા હિપ ફ્લેક્સરમાં ઈજા થઈ છે. ઓલરાઉન્ડર જોશ ક્લાર્કસન અને ઝડપી બોલર બ્લેર ટિકનરને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. T20 સિરીઝ 22 ઓક્ટોબરથી શરૂ થશે. ચેપમેન યુરોપિયન લીગ, ફાઉલ્ક્સ ટ્રેનિંગ દરમિયાન ઈજાગ્રસ્ત માર્ક ચેપમેનને યુરોપિયન T20 પ્રીમિયર લીગ (ETPL)ની પ્રથમ સીઝનમાં રમતી વખતે ડાબી હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. જોકે, પાંચ મેચની ODI સિરીઝમાં તેની વાપસીની આશા છે. જેક ફોક્સને કેન્ટરબરી સાથેના ટ્રેનિંગ સેશન દરમિયાન જમણા હિપ ફ્લેક્સરમાં ઈજા થઈ હતી. તેની વાપસીનો સમય હજુ નક્કી થયો નથી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે હજુ સુધી એ જણાવ્યું નથી કે ફોક્સ ક્યારે વાપસી કરશે. કોચે કહ્યું- બંનેના બહાર થવાનું દુઃખ છે ન્યૂઝીલેન્ડના મુખ્ય કોચ રોબ વૉલ્ટરે ભારત સામેની પડકારજનક સિરીઝ પહેલાં જોશ ક્લાર્કસન અને બ્લેર ટિકનરની વાપસી પર ખુશી વ્યક્ત કરી. વૉલ્ટરે કહ્યું, ‘માર્ક અને જેક માટે મને ખૂબ દુઃખ છે. હું બંનેના ઝડપથી સાજા થવાની કામના કરું છું.’ તેમણે કહ્યું, ‘અમે નસીબદાર છીએ કે જોશ અને બ્લેરના અનુભવનો લાભ લઈ શકીએ છીએ. મને ખબર છે કે બંને તે સિરીઝનો ભાગ બનવા માટે ઉત્સાહિત છે, જે એક શાનદાર T20 સિરીઝ બનવાની છે.’ વર્લ્ડ કપની ફાઇનલ બાદ બંને ટીમ સામસામે થશે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પાંચ મેચની T20I સિરીઝ 22 ઓક્ટોબરથી શરૂ થશે. આ બંને ટીમ આ વર્ષની શરૂઆતમાં યોજાયેલા T20 વર્લ્ડ કપની ફાઇનલ બાદ ફરી એકવાર સામસામે થશે. તે ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને ખિતાબ જીત્યો હતો. ભારતીય ટીમ આગામી પ્રવાસમાં પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખવા ઇચ્છશે. ન્યૂઝીલેન્ડની કેપ્ટનશિપ મિશેલ સેન્ટનર કરશે. ભારત સામેની T20I સિરીઝ માટે ન્યૂઝીલેન્ડની અપડેટેડ ટીમ મિચેલ સેન્ટનર (કેપ્ટન), ફિન એલન, માઇકલ બ્રેસવેલ, જોશ ક્લાર્કસન, ડેવોન કોનવે, જેકબ ડફી, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, બેવન જેકબ્સ, કાઇલ જેમિસન, એડમ મિલ્ન, ડેરીલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, ટિમ સેફર્ટ, નાથન સ્મિથ અને બ્લેર ટિકનર.
    Click here to Read More
    Previous Article
    અભિષેકે કહ્યું- કોહલીનું બધું જ ચોરી લેવા માગુ છું:રોહિતની ટાઇમિંગ અને ધોનીની ફિનિશિંગ પણ લેવા ઇચ્છશે; આજે વેસ્ટ ઇન્ડીઝ સામે બીજી મેચ
    Next Article
    MSME માટે 5 વર્ષનું પ્રોત્સાહન પેકેજ જાહેર:મૂડી રોકાણ પર 45% સુધી સહાય, AI અપનાવવા 1 લાખ અને ભાડાના શેડ માટે 3 લાખ મળશે

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment