Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટોરેન્ટ ગ્રીન એનર્જી દ્વારા નાશિક જિલ્લામાં MSKVY PM-KUSUM યોજનાનું અમલીકરણ:મહારાષ્ટ્રમાં 322 MWpના વિકેન્દ્રિત સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ કાર્યરત કર્યા

    10 hours ago

    ટોરેન્ટ ગ્રુપની કંપની અને ટોરેન્ટ પાવર લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની 'ટોરેન્ટ ગ્રીન એનર્જી પ્રાઇવેટ લિમિટેડ' દ્વારા મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં મુખ્યમંત્રી સૌર કૃષિ વાહિની યોજના (MSKVY) 2.0 હેઠળ કુલ 322 MWp ક્ષમતાના વિકેન્દ્રિત સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સનું અમલીકરણ 'પીએમ-કુસુમ' યોજનાના ઘટક-સી હેઠળ ફીડર-સ્તરે સૌર ઊર્જા પહોંચાડવાના હેતુથી કરવામાં આવ્યું છે. નાશિક જિલ્લાના 14 તાલુકાઓમાં કુલ 50 સ્થળોએ આ સૌર ઊર્જા પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવ્યા છે. MSKVY અંતર્ગત અમલમાં મુકાયેલા સૌથી મોટા અને ભૌગોલિક રીતે વ્યાપક કૃષિ ફીડર સોલારાઇઝેશન પ્રોજેક્ટ્સમાંનો આ એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ્સમાંથી ઉત્પન્ન થતી સૌર ઊર્જા 25 વર્ષના પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) હેઠળ 'મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપની લિમિટેડ' (MSEDCL) ને પૂરી પાડવામાં આવશે. ભારત સરકારના કૃષિ ક્ષેત્રના સોલારાઇઝેશન અને ઊર્જા આત્મનિર્ભરતાના લક્ષ્યોને અનુરૂપ, આ પ્રોજેક્ટ દ્વારા ખેતીની વીજ જરૂરિયાત ધરાવતા વિસ્તારોની નજીક જ સ્વચ્છ સૌર ઊર્જાનું ઉત્પાદન કરવામાં આવશે. ગ્રામીણ વિસ્તારોમાં સ્થાપિત આ સ્થાનિક સોલાર પ્લાન્ટ્સ દ્વારા કૃષિ ફીડર્સને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજળી પૂરી પડાશે, જેથી ખેડૂતોને દિવસના સમયે વધુ વિશ્વસનીય વીજ પુરવઠો મળી રહેશે. આ ઉપરાંત, વીજ ગ્રીડની કાર્યક્ષમતા વધારવામાં, ડિસ્ટ્રિબ્યુશન લોસ ઘટાડવામાં તેમજ ટકાઉ કૃષિ વિકાસને વેગ આપવામાં પણ આ પ્રોજેક્ટ મદદરૂપ થશે. આ જટિલ પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે અનેક મોરચે એક સંકલિત કાર્યશૈલીથી કામ હાથ પર લેવામાં આવ્યું હતું. તેમાં જમીનના પ્રશ્નોનું નિરાકરણ, ગ્રીડ કનેક્ટિવિટી, સ્થાનિક મંજૂરીઓ, ઉત્કૃષ્ટ એન્જિનિયરિંગ કાર્યક્ષમતા અને સતત ચાલતા બાંધકામ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હતો. આ અંગે માહિતી આપતાં ટોરેન્ટ પાવર લિમિટેડના હોલ-ટાઇમ ડિરેક્ટર જિગીશ મહેતાએ જણાવ્યું હતું કે, “આ સફળતા MSEDCL, સ્થાનિક વહીવટીતંત્ર, જમીન માલિકો, પ્રોજેક્ટ પાર્ટનર્સ, કોન્ટ્રાક્ટરો અને ટોરેન્ટની સમગ્ર ટીમના ઉત્કૃષ્ટ સંકલનનું પરિણામ છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ ભારતના ક્લીન એનર્જી ટ્રાન્ઝિશનમાં યોગદાન આપવાની અને આપણા ખેડૂતોને દિવસ દરમિયાન વિશ્વસનીય તથા ટકાઉ વીજળી પૂરી પાડવાની ટોરેન્ટની અચળ પ્રતિબદ્ધતાને પુનઃરૂપિત કરે છે.” ટોરેન્ટ પાવર અંગે માહિતી: ટોરેન્ટ પાવરએ ₹49,000 કરોડની રેવન્યુ ધરાવતા ટોરેન્ટ ગ્રુપની ઉર્જા ક્ષેત્રમાં કામ કરતી કંપની છે. જેની વાર્ષિક રેવન્યુ ₹29,000 કરોડ છે અને દેશભરમાં ઉર્જા ક્ષેત્રે કાર્યરત ટોચની કંપનીઓ પૈકીની એક છે. કંપની વીજળીના સમગ્ર પાવર વેલ્યુ ચેઇન, જેવી કે ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણમાં પોતાની મજબૂત હાજરી ધરાવે છે. ઉત્પાદન: કંપની પાસે કુલ 6.66 GWpની સ્થાપિત ઉત્પાદન ક્ષમતા છે, જેમાં 2.73 GW ગેસ આધારિત ક્ષમતા, 2.2 GWp રિન્યુએબલ એનર્જી ક્ષમતા અને 1.73 GW કોલસા આધારિત ઉત્પાદન ક્ષમતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, આશરે 4.56 GWp ના રિન્યુએબલ પ્રોજેક્ટ્સ, ૩ GWની પમ્પ્ડ સ્ટોરેજ ક્ષમતા અને 1.6 GWની કોલસા આધારિત પાવર ક્ષમતા હાલ પ્રગતિ હેઠળ છે. વિકાસાધીન પ્રોજેક્ટ્સ સહિત કંપનીની કુલ ઉત્પાદન ક્ષમતા આશરે 12.82 GWp અને પમ્પ્ડ સ્ટોરેજ ક્ષમતા ૩ GW થાય છે, જે ટોરેન્ટ પાવરને ભારતના ઉર્જા વિતરણ ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ કંપની તરીકે મજબૂત સ્થાન અપાવે છે. વિતરણ: કંપની ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, સુરત, દહેજ SEZ અને ધોલેરા SIR, તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી તેમજ દમણ અને દીવ ઉપરાંત મહારાષ્ટ્રમાં ભિવંડી, શિલ, મુંબ્રા અને કલવા તથા ઉત્તર પ્રદેશના આગ્રા શહેરમાં વીજ વિતરણ કરે છે. કંપની પાસે વિતરણ 4.3 મિલિયન જેટલા ગ્રાહકો છે, જેમના સુધી અંદાજે 31 અબજ યુનિટ વીજળી પહોંચાડવામાં આવે છે. ટોરેન્ટ પાવરને ભારતમાં અગ્રણી વીજ વિતરણ કંપની તરીકે વ્યાપક માન્યતા પ્રાપ્ત છે. ખાસ કરીને ગુજરાતમાં પોતાના લાયસન્સ ધરાવતા વિસ્તારોમાં કંપનીએ દેશના સૌથી ઓછા ડિસ્ટ્રીબ્યુશન લોસ અને શ્રેષ્ઠ વિશ્વસનીયતા સૂચકાંક હાંસલ કર્યા છે, જે ગ્રાહકોનો વિશ્વાસ અને સંતોષ વધુ મજબૂત બનાવે છે.
    Click here to Read More
    Previous Article
    NEET PG 2026 Answer Key Expected Soon: Check When And Where To Download
    Next Article
    પાલનપુર બસ પોર્ટ આગળ નો-પાર્કિંગમાં વાહન પાર્ક કરનારા સામે કાર્યવાહી:ટ્રાફિક પોલીસે 24 ઈ-મેમો આપી 12 હજારનો દંડ વસૂલ્યો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment