Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    MS યુનિ.ની વિદ્યાર્થિની માટે GSRTC બસ કાળ બની, CCTV:ફતેગંજ બ્રિજ પર બસચાલકે એક્ટિવાને અડફેટે લીધી, એકનું ઘટનાસ્થળે મોત, બે ઈજાગ્રસ્ત

    2 days ago

    વડોદરા શહેરમાં માર્ગ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓ થોભવાનું નામ નથી લઈ રહી. શહેરનો જાણીતો ફતેગંજ બ્રિજ હવે વાહનચાલકો માટે અકસ્માતનો 'હોટસ્પોટ' બની રહ્યો છે. તાજેતરમાં ફતેગંજ બ્રિજ પર એક પૂરપાટ ઝડપે આવતી ખાનગી બસે એક્ટિવા સવાર મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટીની 3 વિદ્યાર્થીનીઓને અડફેટે લેતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક વિદ્યાર્થીનીનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વિદ્યાર્થીનીઓને ઈજાઓ પહોંચી છે. ઈસ્કોન મંદિરેથી દર્શન કરી પરત ફરતાં નડ્યો કાળ મળતી માહિતી મુજબ, વડોદરાના વાડી વિસ્તારમાં રહેતી તૃપ્તિ મહાડિક નામની 22થી 25 વર્ષીય વિદ્યાર્થીની તેની બે બહેનપણીઓ સાથે એક્ટિવા પર ઈસ્કોન મંદિર ખાતે દર્શન કરીને પરત ફરી રહી હતી. આ દરમિયાન ફતેગંજ બ્રિજ પરથી પસાર થતી વખતે એક ખાનગી બસના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે તૃપ્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે તેની બંને બહેનપણીઓને સામાન્ય ઈજા થઈ હતી. મહિલા તબીબે રસ્તા પર જીવ બચાવવા કર્યો મરણિયો પ્રયાસ અકસ્માત સમયે ત્યાંથી પસાર થઈ રહેલા ખાનગી પ્રેક્ટિસ કરતાં એનેસ્થેટિસ્ટ ડૉ. લોપા મુદ્રા શાહે માનવતા દાખવીને તુરંત પોતાની ગાડી રોકી હતી. ડૉ. લોપા મુદ્રા શાહે જણાવ્યું કે, "દર્દી લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પડ્યું હતું. મેં ટ્રાફિક વચ્ચે પણ ગાડી રોકીને તુરંત જ ઇન્ટ્યુબેશન, અમ્બુઇંગ અને કાર્ડિયક મસાજ આપીને તેનો શ્વાસ ચાલુ રાખવાનો પ્રયાસ કર્યો હતો. તેને અતિશય બ્લીડિંગ થઈ રહ્યું હતું અને પલ્સ ખૂબ વીક હતી. 108 એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી પ્રાથમિક સારવાર ચાલુ રાખી હતી." ત્યારબાદ તૃપ્તિને ત્વરિત સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવી હતી પરંતુ, વધુ પડતું લોહી વહી જવાના કારણે હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. ફતેગંજ બ્રિજ બન્યો 'અકસ્માત ઝોન', બસ ચાલક ફરાર અકસ્માત સર્જીને ખાનગી બસનો ચાલક ઘટનાસ્થળેથી વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફતેગંજ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અકસ્માતને કારણે બ્રિજ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે આસપાસના CCTV ફૂટેજ મેળવીને ફરાર બસ ચાલકની શોધખોળ હાથ ધરી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ફતેગંજ બ્રિજ પર છેલ્લા એક જ મહિનામાં આ 7મો અકસ્માત છે. વારંવાર બનતી આ હોનારતોને કારણે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. લોકો હવે આ માર્ગ પર કડક ટ્રાફિક નિયમન અને અસરકારક વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    મનપાની સાધારણ સભામાં વિકાસના 10 કામોને સર્વાનુમતે મંજૂરી:અકવાડા મંડળીને સીવેજ વોટર, ભરતી-બઢતીના નિયમોમાં સુધારો સહિતના મહત્વના નિર્ણયો
    Next Article
    Priyanka Gandhi vs Anurag Thakur Over "Cow Urine Expert" Jab At IIT Professor

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment