Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાની MS યુનિ.માં B.comમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પર દુષ્કર્મ:યુવકે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું, યુવતીના ન્યૂડ ફોટા-વીડિયો ઉતારીને વાયરલ કરવાની ધમકી આપી, 20 તોલા સોનું પણ પડાવ્યું

    16 hours ago

    વડોદરા શહેરની MS યુનિવર્સિટીમાં B.comમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી ગોત્રી વિસ્તારમાં રહેતા યુવકે દુષ્કર્મ આચર્યું હતું અને યુવતીના ન્યૂડ ફોટા અને વીડિયો ઉતારીને યુવકે ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ મામલે ગોત્રી પોલીસે દુષ્કર્મ ફરિયાદ નોંધીને આરોપી યુવકની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે પીડિત યુવતી અને આરોપીવાસુદેવ જસારામ સુથાર (ઉંમર.24, રહે. ગોકુલનગર, ગોત્રી, વડોદરા) વર્ષ 2023માં એમ.એસ. યુનિવર્સિટીમાં બી.કોમ.ના અભ્યાસ દરમિયાન એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. યુવક યુવતીને ગોત્રી સ્થિત પોતાના ઘરે લઈ ગયો હતો, જ્યાં પ્રથમ વખત શારીરિક સંબંધ બાંધ્યા બાદ અંગત પળોના ફોટો અને વિડીયો ઉતારી લીધા હતા, ત્યારબાદ આ ફોટો-વિડીયોના આધારે બ્લેકમેઇલ કરીને આરોપીએ યુવતી પાસે રૂ. 10 લાખની માંગણી કરી હતી અને લગ્ન પ્રસંગ દરમિયાન યુવતી પાસેથી 20 તોલા સોનાના દાગીના બળજબરીથી કઢાવી લીધા હતા. ત્યારબાદ યુવતીના લગ્ન થઈ ગયા હતા. યુવતીના લગ્ન થવા છતાં આરોપીએ તેને ધમકાવીને રાજસ્થાન અને અમદાવાદ ખાતે પણ શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરી હતી. આ ઘટનાને પગલે યુવતીના પરિણિત જીવનમાં પણ વિવાદ ઊભો થયો છે. જેને પગલે યુવતીએ આ મામલે આખરે યુવતીએ રાજસ્થાન ખાતે ફરિયાદ નોંધાવી હતી. રાજસ્થાન પોલીસે ગુનો નોંધીને કેસ ગોત્રી પોલીસ સ્ટેશને ટ્રાન્સફર કર્યો હતો. જેને પગલે ગોત્રી પોલીસે યુવક સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ગોત્રી પોલીસે આરોપી વાસુદેવ સુથારની ધરપકડ કરી હતી અને વડોદરા કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેના 31 ઓગસ્ટ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. યુવતી દ્વારા લગાવવામાં આવેલા 20 તોલા દાગીના પડાવી લેવાના આક્ષેપો અને સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં ફરી રીક્ષા ગેંગનો આતંક સામે આવ્યો:બે મહિલાએ મુસાફરના સ્વાંગમાં વૃધ્ધાને વચ્ચે બેસાડી સાડી સરખી કરવાના બહાને ગળામાંથી રૂ.1.20 લાખનો ચેન સેરવી લીધો
    Next Article
    Delhi Man Dies Of Electrocution, Government Says No Fault In Streetlight Pole

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment