Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં MRC રચવા યોજાયેલી મંત્રીની બેઠકમાં ખેડૂતો ગેરહાજર!:નેહુલ અમૃતિયાએ કહ્યું- 18મીએ ખેડૂતોના પ્રતિનિધિ ન હતા, ભાજપના હોદ્દેદારો હાજર હતા

    3 days ago

    મોરબીમાં ખાનગી વીજ કંપનીના પોલ સામે પૂરતું વળતર મેળવવા માટે ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આ દરમિયાન સરકાર દ્વારા જાહેર કરાયેલી નવી વળતર નીતિ અંતર્ગત એમઆરસી (માર્કેટ રેટ કમિટી)ની રચના કરવા અંગે કલેક્ટર કચેરી ખાતે મંત્રીની હાજરીમાં ખેડૂત પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હોવાના સરકારી તંત્રના અહેવાલો સામે આવ્યા હતા. જોકે, જેતપર ગામથી ખેડૂત આંદોલન સમિતિ વતી નેહુલ અમૃતિયાએ આ બાબતે સ્પષ્ટતા કરી છે કે આ બેઠકમાં ખેડૂત પ્રતિનિધિઓ નહીં, પરંતુ ભાજપના હોદ્દેદારો જ હાજર રહ્યા હતા. ખેડૂતો આજે પણ પોતાની માંગણીઓ પર મક્કમ છે. ખેડૂતો અને પશુઓ પર 25 વર્ષ સુધી જોખમનો દાવો આંદોલન સમિતિના સભ્ય નેહુલ અમૃતિયાએ જણાવ્યું હતું કે, ખાનગી વીજ કંપનીઓ હાલમાં જે વીજ પોલ ઊભા કરી રહી છે, તે ભવિષ્યમાં 183 GW વીજળીનું ઉત્પાદન કરીને જુદા-જુદા રાજ્યોમાં તેનું વેચાણ કરશે અને નફો કમાશે. બીજી તરફ ખેડૂતોના ફળદ્રુપ ખેતરોમાં વીજપોલ નંખાતા ખેડૂતો, તેમના પરિવારો અને પશુઓ પર આગામી 25 વર્ષ સુધી જોખમ લટકતું રહેશે. આ સ્થિતિમાં સરકારે તાકીદે દરમિયાનગીરી કરીને ખેડૂતોને યોગ્ય વળતર અપાવવા પ્રયાસો કરવા જોઈએ. 365 ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે વિરોધ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની માંગણીઓ સામે ગત 4 જુલાઈ 2026ના રોજ નવી વળતર નીતિનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ નીતિનો વિરોધ કરીને 365 જેટલી ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે કલેક્ટર મારફતે સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં ખેડૂતોને વધુમાં વધુ વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે. તંત્રના દાવાનું ખેડૂતો દ્વારા ખંડન સરકારની નવી વળતર નીતિના પરિપત્રમાં માર્કેટ રેટ કમિટીની રચના કરવાની જોગવાઈ છે, પરંતુ મોરબી જિલ્લામાં હજુ સુધી આ કમિટીની રચના થઈ નથી. તેમ છતાં કલેક્ટર કચેરીમાં ખેડૂત પ્રતિનિધિઓ સાથે બેઠક થઈ હોવાના તંત્રના દાવાનું ખેડૂતોએ સખત શબ્દોમાં ખંડન કર્યું છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે મંત્રીએ યોજેલી બેઠકમાં માત્ર શાસક પક્ષના હોદ્દેદારો જ હાજર હતા, વાસ્તવિક ખેડૂતો નહીં.
    Click here to Read More
    Previous Article
    સરકારે કહ્યું- વાંગચુકની કિડની ખરાબ થઈ શકતી હતી:તેમને સારવારની જરૂર હતી, દિલ્હી હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે; તેમને પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવાની માંગ
    Next Article
    સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર સલીમ ઝડપાયો:3 રાજ્યમાં છુપાયા બાદ વડોદરા આવતા જ પોલીસે તેને દબોચી લીધો, પીડિતાના પરિવાર પાસે 1 લાખની ખંડણી માગી હતી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment