Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત હાઇકોર્ટમાં કોંગ્રેસે ઇલેક્શન પીટીશન દાખલ કરી:MP રાજેશ શુક્લાએ ઉમેદવારી પત્રકમાં પોતાની સામે પડતર ક્રિમીનલ કેસ છુપાવ્યાનો દાવો, હાઇકોર્ટે MP ને નોટિસ પાઠવી

    8 hours ago

    ગુજરાત હાઇકોર્ટમાં કોંગ્રેસ નેતા તુષાર ચૌધરી દ્વારા રાજ્યસભાના સાંસદ રાજેશ શુક્લા સામે ઇલેક્શન પીટીશન દાખલ કરી છે. જે સંદર્ભે હાઇકોર્ટે સાંસદને જવાબ રજૂ કરવા માટે નોટિસ પાઠવી છે. એડવોકેટ શક્તિસિંહ ગોહિલના જણાવ્યા મુજબ ભાજપના રાજ્યસભાના ચૂંટાયેલા સાંસદ રાજેશ શુક્લા સામે IPC 406 અને 420 ની કલમો અંતર્ગત કેસ પેન્ડિંગ હતો. તેમ છતાં તેમણે ચૂંટણી ઉમેદવારી પત્રમાં કોઈ ક્રિમીનલ કેસ પેન્ડિંગ નહીં હોવાનું જણાવ્યું હતું. ઉમેદવારે ચૂંટણી ફોર્મમાં તે જાણવું પડે કે તેની સામે કોઈ કાનૂની કાર્યવાહી થઈ છે તો તે કઈ છે અને ક્યાં સ્ટેજ ઉપર છે. ભાજપ સાંસદે આવી કોઈ વિગત દર્શાવી નથી. કોંગ્રેસ પાસે માહિતી આવતા ગુજરાત હાઇકોર્ટમાં ઇલેક્શન પીટીશન દાખલ કરવામાં આવી છે, જેમાં કોર્ટે આ અરજી સંદર્ભે જવાબ રજૂ કરવા સાંસદને નોટિસ પાઠવી છે. એફિડેવિટમાં ગુનાની વિગત જાહેર ન કરી હોવાનો આક્ષેપ મધ્યપ્રદેશમાં કોંગ્રેસના ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું તેના કરતા પણ મોટી ભૂલ રાજેશ શુક્લાએ કરી હોય તો તેઓનું ફોર્મ કેમ રદ્દ કરવામાં આવ્યું નથી ? હાઇકોર્ટમાં અગાઉ સાંસદ સામે થયેલા કેસમાં તેને રદ્દ કરવા અરજી દાખલ કરાઈ હતી, જો કે તેમને કોઈ રાહત હાઇકોર્ટે આપી નહોતી. એડવોકેટ સી.પી.ચાંપાનેરીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચે નિયત કરેલા નમૂના મુજબનું એફિડેવિટ દાખલ કરવું પડે. સુપ્રીમકોર્ટના આદેશો મુજબ પણ ઉમેદવાર સામેની કાનૂની કાર્યવાહી ફોર્મમાં જાહેર કરવી પડે. જો ઉમેદવાર આવી જાહેરાત ન કરે તો તેની ઉમેદવારી રદ્દ થવા પાત્ર છે. રાજેશ શુક્લાએ ઉમેદવારી ફોર્મમાં લખ્યું છે કે તેની સામે કોઈ ક્રિમીનલ કેસ પેન્ડિંગ નથી. હાઈકોર્ટે સાંસદને જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી સાંસદ સામે IPC 406, 420, 465 અને 467 કલમો અંતર્ગત ગુન્હો નોંધાયેલો છે. જેમાં સાંસદ સામે ચાર્જફ્રેમ પણ થયેલો છે અને કેસ પુરાવા રજૂ કરવાના તબક્કા ઉપર છે. તેમની સામે કોર્ટે પ્રોસેસ પણ ઇસ્યુ કરી હતી, તેને સાંસદે હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો હતો, પરંતુ તેમને કોઈ દાદ કોર્ટ તરફથી મળી નથી. આમ તેમની ચૂંટણી રદ્દ થવા પાત્ર હોવાની માંગ હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. આથી હાઇકોર્ટે સાંસદને જવાબ રજૂ કરવા નોટિસ પાઠવી છે.
    Click here to Read More
    Previous Article
    વૃદ્ધે શરીર પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી:સળગતી હાલતમાં પાંથાવાડા હોસ્પિટલમાં ઘૂસ્યાં, સ્ટાફે આગ બુઝાવી સારવારમાં ખસેડ્યા, કેન્સરથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ
    Next Article
    નવા બનેલા મકરબા બ્રિજ પરથી યુવક કુદ્યો:ટુ-વ્હીલર પાર્ક કરીને છલાંગ લગાવી કર્યો આપઘાત, પોલીસ ઘટનાસ્થળે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment